બેલારુસ : કોરોના સામે વૉડકાનો આઇડિયા આપનાર 'યુરોપના અંતિમ તાનાશાહ' ઍલેકઝેન્ડર લુકાશેન્કો કોણ છે?

ઍલેકઝેન્ડર લુકાશેન્કો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઍલેકઝેન્ડર લુકાશેન્કો

બેલારુસના રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કોને હંમેશાં યુરોપના છેલ્લા તાનાશાહ કહેવામાં આવે છે. તેમણે 26 વર્ષ સુધી બેલારુસ પર પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે.

હાલ તો લુકાશેન્કો પોતાના દેશમાં મોટા સ્તરે વિરોધપ્રદર્શનનો સામનો કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માગ થઈ રહી છે. આ વિરોધનું કારણ છે બેલારુસમાં હાલમાં થયેલી ચૂંટણીના પરિણામમાં ગરબડનો આરોપ.

તે 1994માં દેશના પહેલા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. માત્ર તે ચૂંટણીને જ આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષકોએ જ નિષ્પક્ષ અને સ્વતંત્ર માની હતી.

ઍલેકઝેન્ડર લુકાશેન્કો સતત પાંચ વખત ચૂંટણી જીત્યા છે જેમાં આ વર્ષે ઑગસ્ટ મહિનામાં યોજાયેલી ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીપંચના કહેવા પ્રમાણે આ ચૂંટણીમાં તેમને 80 ટકા વૉટ મળ્યા છે.

આ પરિણામોને લઈને હજારો લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યાં છે. જોકે લુકાશેન્કોના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર છે.

એવામાં આપણે જાણીએ કે ઍલેકઝેન્ડર લુકાશેન્કો કોણ છે અને તે આટલા લાંબા સમયથી સત્તા પર કેવી રીતે રહી શક્યા છે?

લુકાશેન્કો 1990માં સંસદમાં પહોંચ્યા હતા. જ્યાંથી તેમના રાજકીય સફરની જોરદાર શરૂઆત થઈ. તેમને ઍન્ટિ કરપ્શન કમિટિના અધ્યક્ષ તરીકે સારું પ્રદર્શન કર્યું. તે પૂર્વ બેલારુસના એક ગરીબ ગામમાં રહેતા હતા. તેમના માતાએ એકલાં હાથે તેમનો ઉછેર કર્યો હતો.

પ્રદર્શનકારીઓ

ઇમેજ સ્રોત, Getty Images

લુકાશેન્કો 1975માં એક શિક્ષક તરીકે ગ્રેજ્યુઍટ થયા અને ત્યારપછી 1979માં સોવિયત કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં સામેલ થવા માટે તેમણ સૈન્યમાં પૉલિટિકલ ઇન્સ્ટ્રક્ટર તરીકે બે વર્ષ કામ કર્યું.

તેમણે કૉરસપૉન્ડન્સ કોર્સથી ભણવાનું શરૂ કર્યું. ખેતી અને ઉદ્યોગ અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી. આ પછી તે 1985માં એક ક્લેક્ટિવ ફાર્મના અધ્યક્ષ બન્યા અને પછી 1987માં ઇસ્ટ સેન્ટ્રલ મેહિલિયો વિસ્તારમાં સ્ટેટ ફાર્મના ડિરેક્ટર બન્યા.

વૉશિંગટનમાં ઍટલાન્ટિક કાઉન્સિલની સાથે નિષ્ણાત ઍન્ડર્સ એસલંડ પ્રમાણે 1994ની ચૂંટણીમાં તે એક લોકપ્રિય ઉમેદવાર બનીને સામે આવ્યા. ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન સિવાય તેમનો કોઈ સ્પષ્ટ એજન્ડા ન હતો.

પરંતુ, સત્તામાં આવ્યા પછી લુકાશેન્કોએ ઘણી બધી એવી નીતિઓ અપનાવી જે તેમની વિરોધી પાર્ટીએ બનાવી હતી, જે પાર્ટીની સરકારને તેમણે 14 ટકાની સામે 80 ટકા વોટ મેળવીને હરાવી હતી.

તેમણે એવી નીતિઓનો વિરોધ કર્યો હતો જેના કારણે 1991માં યુએસએસઆરનું પતન થઈ ગયું હતું. તેમણે અર્થવ્યવસ્થાની સાથે-સાથે મીડિયા અને રાજકીય વિરોધીઓને પણ રાજ્યના નિયંત્રણમાં રાખ્યા.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

'તાનાશાહીની રીતો'

બેલારુસના રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બેલારુસના રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કો

ઍલેકઝેન્ડર લુકાશેન્કોના શાસનને સોવિયત સમયની યાદ અપાવનારા તાનાશાહીનું શાસન માનવામાં આવે છે, જેમાં મુખ્ય પ્રવાહના મીડિયાને નિયંત્રિત કરવામાં આવ્યું, તેના પર દમન કરવામાં આવ્યું અને રાજકીય વિરોધીઓને જેલમાં અને સ્વતંત્ર અવાજોને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યાં.

2003માં તેમણે કહ્યું હતું, "તાનાશાહીની પદ્ધતિ મારી વિશેષતા છે અને હું એ વાત હંમેશાં સ્વીકાર કરું છું. તમારે દેશ પર નિયંત્રણ રાખવાની જરૂર હોય છે અને સૌથી વધારે જરૂર છે કે લોકોની જિંદગી બરબાદ ન થાય."

તાકાતવર ગુપ્ત પોલીસ કેજીબી અસહમતિ દર્શાવનાર લોકો પર હાલ પણ નજર બનાવીને બેસેલી છે જેમાંથી મોટા ભાગના જેલમાં બંધ છે અથવા દેશની બહાર છે.

યૂરોપ અને પૂર્વ સોવિયત સંઘમાં બેલારુસ એક જ એવો દેશ છે જ્યાં હાલ પણ મૃત્યુની સજા આપવામાં આવે છે.

માથા પર ગોળી મારીને મારવાની સજાની સંખ્યાને લઈને સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે 1999 પછી 300 વધારે લોકોને આ રીતે મોતની સજા આપવામાં આવી હતી.

line

કોરોના વાઇરસની સામે વૉડકા

ઍલેકઝેન્ડર લુકાશેન્કો

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કો પશ્ચિમના દબાણની સામે બદલાવાનો ઇનકાર કરે છે.

દેશને 2011માં આસમાને પહોંચેલી મોંઘવારીનો સામનો કરવો પડ્યો અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે પણ 2020માં બેલારુસની અર્થવ્યવસ્થામાં 6 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું.

પરંતુ અહીં બેરોજગારી લગભગ નહિવત્ છે અને રશિયા બેલારુસની નિકાસનું મહત્ત્વપૂર્ણ ખરીદાર બનેલું છે.

મે મહિનાના છેલ્લા દિવસોમાં જ્યારે અનેક પશ્ચિમી દેશમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન કરવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ કહ્યું હતુ કે બેલારુસની સ્થિતિ સારી છે અને લૉકડાઉન ન કરવાનો નિર્ણય યોગ્ય છે.

તેમણે લૉકડાઉનને લઈને કહ્યું, "તમે જોઈ રહ્યા છો કે અમીર પશ્ચિમમાં બેરોજગારી કાબૂ બહાર છે. લોકો ભૂખ્યા છે. તેઓ ખાવાનું ઇચ્છે છે. ભગવાનનો આભાર કે અમે તેમાંથી બચી શક્યા અને અમે લૉકડાઉન ન કર્યું."

શરૂઆતમાં લુકાશેન્કોએ કોરોના વાઇરસની મહામારીને ગંભીરતાથી ન લીધી અને આને એક 'મનોવિકાર' નામ આપ્યું. તેમણે વાઇરસથી બચવા માટે વૉડકા અને સૌનું (એક પ્રવાહી) પીવા માટે પણ કહ્યું.

પરંતુ તેમનું આ વલણ તેમના માટે શરમજનક રહ્યું. જુલાઈમાં તેમણે કહેવું પડ્યું કે તેમને પોતે પણ કોરોના વાઇરસ થઈ ગયો હતો પરંતુ કોઈ લક્ષણ સામે આવે તે પહેલાં તેઓ ઠીક થઈ ગયા છે.

line

સોવિયત સંઘની યાદ

ઍલેકઝેન્ડર લુકાશેન્કોને છે પુતિન જેમ આઇસ હૉકીનો શોખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍલેકઝેન્ડર લુકાશેન્કોને છે પુતિન જેમ આઇસ હૉકીનો શોખ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જેમ ઍલેકઝેન્ડર લુકાશેન્કો પણ સોવિયત સંઘની યાદમાં જીવે છે. આ બંને આઇસ હૉકીના પણ શોખીન છે.

પરંતુ ઍલેકઝેન્ડર લુકાશેન્કોએ હંમેશા યુરોપિયન સંઘ અને રશિયાની સાથે દોસ્તીનું સંતુલન બનાવી રાખ્યું છે, જેથી તેમને આ બંનેની વચ્ચે કોઈની પસંદગી કરવી ન પડે. યુરોપિયન સંઘના તે 'એક બહુધ્રુવીય વિશ્વના સ્તંભ' અને રશિયાને પોતાનો 'ભાઈ' કહે છે.

તેમણે 2017માં કહ્યુ હતુ, "તમે તમારા ભાઈને ચૂંટતા નથી. એટલા માટે, એ ન પુછવું જોઈએ કે અમે રશિયાની સાથે છીએ કે યુરોપિયન સંઘની."

ડિસેમ્બર 2018માં તેમણે રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી અને તેમણે ભેટમાં બટાકા અન સાલો (એક પ્રકારનું માંસ) ભરેલી ચાર બૅગ આપી હતી.

line

'મર્દાનગીની વાત'

ઍલેકઝેન્ડર લુકાશેન્કોનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઍલેકઝેન્ડર લુકાશેન્કોનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ

લુકાશેન્કો બેલારુસમાં આવી કોઈપણ પ્રકારની ક્રાતિની સંભાવનાનો ઇનકાર કરે છે જેવી જોર્જિયા અને પડોશી દેશ યુક્રેનમાં આવી હતી જેણે જૂના શાસનને ખતમ કર્યું હતું.

ચૂંટણી અભિયાન દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે બેલારુસનો સમાજ 'એક મહિલાને વોટ આપવા માટે તૈયાર નથી કારણ કે બંધારણ રાષ્ટ્રપતિને ઘણી તાકાત આપે છે.' તેમના મુખ્ય રાજકીય વિરોધીઓમાં તમામ મહિલાઓ છે.

કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે લુકાશેન્કો પર સત્તા છોડીને જવા માટે ઘણું દબાણ છે પરંતુ અન્યનું કહેવું છે કે તે પહેલાં ચૂંટણીમાં પણ દબાણનો સામનો કરીને તેમાંથી બહાર નીકળી ચૂક્યા છે.

17 ઑગસ્ટે મિન્સ્ક ફૅકટરી વર્કર્સની એક બેઠકને સંબોધન કરતા રાષ્ટ્રપતિ લુકાશેન્કો શરમમાં મૂકાયા હતા. શ્રમિકાએ તેમને સવાલોથી ઘેરી લીધા અને જવા માટે કહ્યું. લુકાશેન્કો તે સમયે ચિડાયેલા દેખાઈ રહ્યા હતા.

બ્લેટા ન્યૂઝ એજન્સી પ્રમાણે તે દિવસે એક કાર ફૅક્ટરીમાં બોલતા લુકાશેન્કો વિરોધપ્રદર્શનકારીઓને ચેતવણી આપી હતી કે તે છેલ્લી સીમાને પાર કરી રહ્યા છે. જો તેમણે આવું કર્યું તો આનું પરિણામ ભોગવવું પડશે. જો તમે આને રસ્તા પર લઈ જશો તો અમે તમને સંભાળી લઈશું.

તેમણે કહ્યું હતું, "જો તમે વસ્તુઓને દબાવવાનું શરૂ કરો છો તો તમને જવાબદાર માનવામાં આવશે. આ એક મર્દાનગીવાળી વાત છે."

ગ્રાફિક્સ
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો