બેલારુસના રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કો પર વધ્યું દબાણ
બેલારુસ એક એવો દેશ જ્યાં 26 વર્ષથી એકજ રાષ્ટ્રપતિનું શાસન છે.
હવે અહીંના લોકો રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કોની વિરુદ્ધ ઊભા થઈ ગયા છે.
બેલારુસની રાજધાની મિંસ્કમાં હાલ ચાલી રહેલો હોબાળો ચર્ચાનો વિષય છે.
એક તરફ રાષ્ટ્રપતિ ઍલેગ્ઝાન્ડર લુકાશેંકો, અને બીજી તરફ સ્વેતલાના તિખાનોવ્સક્યા.
સ્વેતલાના તિખાનોવ્સક્યાના પતિ વિપક્ષના નેતા હતા પરંતુ તેઓ જેલમાં બંધ છે અને સ્વેતલાનાએ દેશ છોડીને જવું પડ્યું છે.
લુકાશેંકો આ મહિને યોજાયલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે અંતરથી જીતી ગયા હતા. પરંતુ સ્વેતલાનાના સમર્થકો અને પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગરબડ કરવામાં આવી છે.
બેલારુસમાં પ્રદર્શનકારીઓ સામે બળપૂર્વક કાર્યવાહી ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ રહી છે.
લુકાશેંકોને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનનું સમર્થન મળેલું છે ત્યારે યુરોપિયન યુનિયને બેલારુસની પરિસ્થિત પર ચિંતા વ્યક્ત કરી છે.
લુકાશેંકોને 'યુરોપના આખરી તાનાશાહ ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વીડિયોમાં સમજો એક એવા દેશની કહાણી જેના પર 26 વર્ષથી 'યુરોપના આખરી તાનાશાહ'નું શાસન છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો