You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑક્સફર્ડ યુનિવર્સિટી : કોરોના વૅક્સિનની સફળતા પર WHOએ કહ્યું 'સૌને મળવી જોઈએ'
કોરોના વાઇરસની રસી વિકસિત કરવામાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની મોટી સફળતા મળી છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીએ જે વૅક્સિન તૈયાર કરી છે તે માણસ પર સુરક્ષિત હોવાનું સાબિત થયું છે.
આ સાથે જ તેનાથી ઇમ્યુન સિસ્ટમમાં સુધારો થતો હોવાના સંકેતો મળ્યા છે.
આ રસીનો ઉપયોગ 1,077 લોકો પર કરવામાં આવ્યો હતો. આ લોકો પર થયેલા પ્રયોગમાં સામે આવ્યું કે વૅક્સિનના ઇંજેક્ષનથી આ લોકોના શરીરમાં ઍન્ટી-બોડીઝનું નિર્માણ થયું, જે કોરોના વાઇરસ સામે લડે છે.
આ પ્રયોગ અંગે ઘણી આશાઓ સેવાઈ રહી છે. જોકે બ્રિટિશ સરકાર આ વૅક્સિનના દસ કરોડ ડોઝનો ઑર્ડર આપી ચૂકી છે.
વૅક્સિનનાં સફળ પરિણામો પર WHOની ટિપ્પણી
કોરોના વાઈરસની વૅક્સિનને લઈને સકારાત્મક પરિણામો મળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ એનું સ્વાગત કર્યું છે પણ સાથે જ કહ્યું છે કે કોવિડ-19ના ફેલાઈ રહેલા સંક્રમણ સામે લડવા માટે હજુ પણ કામ કરવાની જરૂર છે.
જીનિવામાં એક પ્રેસ કૉન્ફરેન્સમાં WHOના કટોકટી સમયના કાર્યક્રમના નિર્દેશક ડૉક્ટર માઇક રેયાને કોરોના વાઈરસની વૅક્સિન બનાવી રહેલા ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોને વધામણાં આપ્યા અને કહ્યું કે "આ સકારાત્મક પરિણામ છે પરંતુ હજુ લાંબો રસ્તો કાપવાનો બાકી છે"
એમણે કહ્યું કે હવે 'અસલી દુનિયા'ની ટ્રાયલ પણ મોટા પાયે થવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોનાને લઈને અત્યાર સુધી વિશ્વભકમાં 23 વૅક્સિન પર કામ ચાલી રહ્યું છે.
ડૉક્ટર રેયાને કહ્યું "ઘણો બધો ડેટા અને સારવારની શોધની દિશામાં અનેક વૅક્સિન પર કામ થતાં જોવું સારું છે."
WHOનાં પ્રમુખ ટેડ્રોસ ઍધેનોમ ગેબ્રેયેસસે એ વાત પર ભાર મૂક્યો કે કોઈ પણ સફળ વૅક્સિન સૌને મળવી જોઇએ.
તેમણે કહ્યું કે અનેક દેશ વૅક્સિન બનાવવાની દિશામાં એને 'એક વૈશ્વિક સાર્વજનિક સેવા'નાં રૂપમાં જોઈ રહ્યા છે જ્યારે કે કેટલાક 'ઊલટી દિશામાં જઈ રહ્યા છે.'
WHO પ્રમુખે વૅક્સિન વિશે કહ્યું, "જ્યાં સુધી આના ઉપર સામૂહિક સહમતી નહીં બને તો તે એવા લોકો પાસે હશે જેમની પાસે નાણાં હશે અને જેમની પાસે એને લેવાની ક્ષમતા નહીં હોય એમને એ નહીં મળી શકે."
એમણે કહ્યું કે જ્યાં સુધી વૅક્સિન પર શોધ કાર્ય ચાલી રહ્યું છે "આપણે જીવ બચાવવા પડશે."
"આપણે આપણા સંસાધનો પર કામ કરવા સાથે અને એને યથાવત રાખવા સાથે વૅક્સિનની શોધની ગતિને જાળવી રાખવી પડશે."
કેવી રીતે કામ કરે છે?
આ વૅક્સિન કોરોના વાઇસના જિનેટિક કોડનો એક નાનકડો ભાગ હોય છે, જેને મનુષ્યમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.
આનાથી મનુષ્યમાં સંક્રમણ ફેલાતું નથી અને કોવિડ-19નાં લક્ષણો પણ નથી ઉત્પન્ન થતા, પરંતુ તે રોગપ્રતિકારક તંત્રમાં એક પ્રતિભાવ પેદા કરી શકે છે.
અમેરિકાની સરકારી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી ઍન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ દ્વારા કરવામાં આવેલા વૅક્સિનના પરીક્ષણ જાણવા મળ્યું કે વૅક્સિનથી ઍન્ટીબૉડીઝ ઉત્પન્ન કરી શકાયા છે, જે કોરોના વાઇરસને નિષ્પ્રભાવી કરી શકે છે.
કુલ 45 લોકો ટ્રાયલમાં સામેલ હતા, પરંતુ ઍન્ટીબૉડીઝ વાળો ટેસ્ટ માત્ર આઠ લોકો પર કરવામાં આવ્યો હતો.
મૉડર્ના કંપનીનું કહેવું છે કે જે લોકોએ વૅક્સિનનો નાનકડો ડૉઝ લીધો હતો, તેમનામાં પણ એટલા જ ઍન્ટીબૉડીઝ મળી આવ્યા જેટલા કોવિડ-19 સંક્રમણમાંથી સાજા થયેલા દરદીમાં ઉત્પન્ન થયા હોય છે.
એવા લોકો જેમને મધ્યમ માત્રામાં ડૉઝ આપવામાં આવ્યો, તેમનામાં કોવિડ-19માંથી સાજા થયેલા દરદીઓ કરતાં ઘણી વધારે માત્રામાં ઍન્ટીબૉડીઝ મળી આવ્યા હતા.
પ્રથમ તબક્કાની આ ટ્રાયલમાં વૅક્સિન સુરક્ષિત સાબિત થયા બાદ હવે તેની અસરકારકતા ચકાસવા માટે મોટા પાયે ટ્રાયલ કરવામાં આવશે.
અગાઉ ઉંદર પર કરવામાં આવેલા પરીક્ષણમાં સામે આવ્યું હતું કે વૅક્સિનથી ફેફસાંમાં વાઇરસને વધતો રોકી શકાય છે.
મૉડર્નાના ચીફ મેડિકલ ઑફિસર ડૉ. ટેલ ઝાક્સે કહ્યું, "એમઆરએનએ-1273ના પ્રથમ તબક્કાની ટ્રાયલે દર્શાવ્યું કે તેનાથી રોગપ્રતિકારક તંત્રમાં એ જ પ્રકારની પ્રતિરક્ષણ શક્તિ ઉત્પન્ન થાય છે, જે સંક્રમણમાંથી સાજા થયેલા દરદીમાં વિકસિત થતી હોય છે."
તેમણે કહ્યું કે "ડેટાથી અમારી માન્યતા પૂરવાર થાય છે કે એમઆરએન-1273 કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવામાં સક્ષમ છે અને હવે અમે મોટાપાયે પરીક્ષણ માટે ડૉઝની પસંદગી કરી શકીએ છીએ."
રસી કેવી રીતે બને છે?
માનવશરીરનાં લોહીમાં વ્હાઇટ બ્લડ સેલ (શ્વેતકણ) હોય છે, જે રોગપ્રતિકારક તંત્રનો ભાગ હોય છે.
શરીરને નુકસાન પહોંચાડ્યા વિના રસીના માધ્યમથી શરીરમાં બહુ ઓછી માત્રામાં વાઇરસ કે બૅક્ટેરિયા નાખવામાં આવે છે, જ્યારે શરીરનું રક્ષાતંત્ર આ વાઇરસ કે બૅક્ટેરિયાને ઓળખી લે, ત્યારે શરીર તેની સાથે લડવાનું શીખી જાય છે.
બાદમાં જો માણસ એ વાઇરસ કે બૅક્ટેરિયાનો સામનો કરે તો તેને ખબર હોય છે કે તે સંક્રમણથી કેવી રીતે બચે.
દશકોથી વાઇરસથી બચવા માટે જ રસી બની છે, તેમાં અસલી વાઇરસનો જ ઉપયોગ કરાય છે.
અછબડા, ખીલ અને ઓરી (એમએમઆર એટલે ચાંદા, ગાલપચોળિયાં, ઓરી)ની રસી બનાવવા માટે આવા નબળા વાઇરસનો ઉપયોગ થાય છે, જે સંક્રમણ ન કરી શકે.
તેમજ ફ્લૂની રસીમાં પણ આ વાઇરસનો જ ઉપયોગ થાય છે.
17 ફેબ્રુઆરી, 2020ની આ તસવીરમાં ફ્રાન્સના લિલ્લેમાં પાઇશ્વર ઇન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટર સૅંડ્રીન બિલોઝાર્ડ
જોકે કોરોના વાઇરસ મામલે હાલમાં જે નવી રસી બનાવાઈ રહી છે, તેના માટે નવી રીતનો ઉપયોગ થઈ રહ્યો છે અને જેનું હાલ બહુ ઓછું પરીક્ષણ થઈ શક્યું છે.
નવા કોરોના વાઇરસ Sars-CoV-2ના જિનેટિક કોડની હવે વૈજ્ઞાનીઓને ખબર છે અને આપણી પાસે રસી બનાવવા માટે એક આખી રૂપરેખા તૈયાર છે.
રસી બનાવનારા કેટલાક ડૉક્ટરો કોરોના વાઇરસના જિનેટિક કોડના કેટલાક ભાગને લઈને તેનાથી નવી રસી તૈયાર કરવાની કોશિશમાં લાગેલા છે.
ઘણા ડૉક્ટર આ વાઇરસના મૂળ જિનેટિક કોડનો ઉપયોગ કરી રહ્યા છે જે એક વાર શરીરમાં જતાં વાઇરલ પ્રોટિન બનાવે છે, જેથી શરીર આ વાઇરસ સામે લડવા શીખી શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો