ભારત-નેપાળ વિવાદ : નેપાળના નવા વિવાદિત નકશા મામલે ભારતે શું કહ્યું?

    • લેેખક, સુરેન્દ્ર ફુયાલ
    • પદ, કાઠમંડુથી, બીબીસી ગુજરાતી માટે

નેપાળની સંસદે નીચલાગૃહમાં એકમતથી નેપાળના નવા રાજકીય નકશાને પસાર કરી દીધો છે.

નેપાળના નવા નકશાને પાસ કરવા માટે સંવિધાન સંશોધન પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

આ પ્રસ્તાવને નેપાળની સંસદમાં મોજૂદ 258 સભ્યોએ મંજૂરી આપી દીધી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતે કહ્યું છે કે સરહદના મામલે વાતચીત કરવાના અભિગમ માટે આ પગલું જોખમી છે.

તેમણે એવું પણ કહ્યું છે કે સરહદમાં જે ફેરફાર (નેપાળ દ્વારા) કરવામાં આવ્યા છે તે ઐતિહાસિક તથ્યો અને પુરાવા આધારિત છે.

હકીકતમાં ગત દિવસોમાં નેપાળે પોતાનો નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો. આ નકશામાં લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને નેપાળની સીમાનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો.

નેપાળે પોતાનો દાવો સાચો ઠેરવતાં કહ્યું કે મહાકાલી (શારદા) નદીનો સ્રોત વાસ્તવમાં લિમ્પિયાધુરા જ છે, જે હાલમાં ભારતના ઉત્તરાખંડનો ભાગ છે. ભારત તેનાથી ઇન્કાર કરતું આવ્યું છે.

લિપુલેખ-લિમ્પિયાધુરા

બંધારણમાં સંશોધન મામલે સદનમાં મંગળવારે મોડી સાંજ સુધી ચર્ચા થઈ. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સંસદસભ્યે ઘણા વખત સુધી તાળી પાડી હતી.

આ બંધારણ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીની સંમતિ માટે મોકલવામાં આવશે, તેમના હસ્તાક્ષર બાદ તે કાયદો બનશે.

એક તરફ જ્યાં સદનમાં નવા નકશા અને ચિહ્ન અંગે વિચારવિમર્શ થયો, ત્યાં બીજી તરફ નેપાળના વિદેશમંત્રી પ્રદીપ જ્ઞાવલીએ આ મુદ્દે ભારતના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

લિપુલેખ અને લિમ્પિયાધુરાને લઈને ભારત અને નેપાળ વચ્ચે ગતિરોધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો