You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના ગરીબી : મા રાતભર હાંડલીમાં પથ્થરો ઉકાળતી રહી અને બાળકો દયા ખાઈને ઊંઘી ગયાં
કોરોના સંકટે કેન્યામાં એક મહિલાને એટલાં ગરીબ બનાવી દીધાં કે બાળકોનું દિલ બહેલાવવા માટે એમને પથ્થરો રાંધવાનું કરુણ નાટક કરવું પડ્યું.
આઠ બાળકોની એ માતાનું નામ પેનિના બહાતી કિત્સાઓ છે.
પેનિના નિરક્ષર અને વિધવા છે અને લોકોનાં કપડાં ધોઈને પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવતાં હતાં.
જોકે કોરોના મહામારીની શરૂઆત થતાં એમનું કામ ઠપ થઈ ગયું.
પેનિનાની મુશ્કેલીઓ એ હદે વધી ગઈ કે તેમની પાસે બાળકોને ખવડાવવા માટે પૈસા ન રહ્યા.
એમણે બાળકોનું દિલ બહેલાવવા પથ્થરો ઉકાળવાનું શરૂ કર્યું. પેનિનાએ વિચાર્યું કે એમને કંઈક રાંધતાં જોશે એટલે બાળકો એની રાહ જોતાં સૂઈ જશે.
જોકે એમની આ ઘટનાનો વીડિયો એમની પડોશમાં રહેતાં પ્રિસ્કા મોમાનીએ બનાવી લીધો અને એમણે મીડિયાને આની જાણ કરી.
પ્રિસ્કા બાળકોનાં રડવાનો અવાજ સાંભળી એમને કોઈ પરેશાની છે કે નહીં એ જોવા માટે ત્યાં ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખો દેશ આવ્યો મદદમાં
પેનિનાની કહાણી જાણીને લોકોએ એમના માટે રકમ ભેગી કરી. આખા કેન્યામાંથી એમને ફોન આવવા લાગ્યા.
કેન્યાની એનટીવીને આપેલી મુલાકાતમાં એમણે કહ્યું કે એક પડોશીએ એમનું બૅન્કમાં ખાતું ખોલાવી આપ્યું અને પછી લોકોએ મોબાઇલ ઍપની મદદથી એમને પૈસા મોકલ્યા.
કેન્યાની રૅડક્રોસ સોસાયટીએ પણ એમની ઘણી મદદ કરી છે.
પેનિનાએ કહ્યું, એમને અંદાજ નહોતો કે કેન્યાના લોકો આટલા દરિયાદિલ છે, એ એક ચમત્કાર જેવું છે.
એમણે કેન્યાની ટુકો ન્યૂઝ વેબસાઇટને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે, મારાં બાળકોને ખબર પડી ગઈ હતી કે હું પથ્થર રાંધવાનું નાટક કરીને એમને પંપાળવાની કોશિશ કરી રહી છું, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ ન હતો.
પેનિના કેન્યાના મોમ્બાસા શહેરમાં બે ઓરડાના એક મકાનમાં રહે છે. એમનાં ઘરે ન તો પાણી આવે છે કે ન તો વીજળીની સગવડ છે.
કેન્યામાં કોરોના સંક્રમણના 395 કેસ સામે આવ્યા છે અને 19 લોકોનાં મૃત્યુ થયાં છે.
આફ્રિકામાં શું થઈ રહ્યું છે?
આફ્રિકા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલે (સીડીસી) કોવિડ-19ના ઇલાજ માટે કેટલીક દવાઓ અને વૅક્સિનનું પરીક્ષણ શરૂ કર્યું છે.
આફ્રિકા મહાદ્વીપના 52 દેશોમાં કોરોના સંક્રમણના 37 હજારથી વધારે દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે.
આફ્રિકા સીડીસીનું કહેવું છે કે દુનિયાની સરખામણીમાં સંક્રમણ ઓછું છે. જોકે, અનેક આફ્રિકન દેશોમાં દવાઓ અને વૅક્સિનનું પરીક્ષણ ચાલે છે.
જામ્બિયામાં ઍન્ટિ-મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ચાલે છે. દક્ષિણ આફ્રિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળીને ઇબોલાની ઍન્ટિ-વાઇરલ દવા રેમડેસિવિર અને ક્લોરિક્વીનનું પરીક્ષણ પણ કરી રહ્યું છે. નાઇજીરિયામાં પણ એક દવાનું પરીક્ષણ ચાલે છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વૅક્સિનના એ છ પ્રયોગો જેના પર છે લોકોની આશા. જાણવા માટે અહીં ક્લિક કરો
- તમને આવેલો તાવ કોરોના વાઇરસ છે કે નહીં તે કેવી રીતે જાણશો? અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસથી સાજા થવામાં દર્દીને આખરે કેટલી વાર લાગે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ ટિપ્સ : એ ઉપાયો જે તમને સંક્રમણથી બચાવશે. જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? જાણવા માટે ક્લિક કરો
- શું ખરેખર લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય? શું ખરેખર લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય? જાણવા માટે ક્લિક કરો
- કોરોના ઇમ્યુનિટી : શું બે વખત કોરોના થઈ શકે છે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો