You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન 2.0 : કોરોના પછીનો સમય ભારત સહિત SAARC દેશો માટે કપરો હશે
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વિશ્વ બૅન્કે દક્ષિણ એશિયાના ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા આઠ દેશોમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિદર 1.8 ટકાથી 2.8 ટકા વચ્ચે રહેશે એવો અંદાજ મૂક્યો છે અને કહ્યું છે કે આ મંદી છેલ્લાં 40 વરસનો રેકર્ડ તોડી નાખશે.
વિશ્વ બૅન્ક તરફથી પ્રકાશિત અહેવાલમાં આ દેશોમાં વિકાસ અંગેના જે આંકડા પ્રથમ છ મહિના માટે અંદાજવામાં આવ્યા છે તે 6.3 ટકાના ગ્રોથ અંદાજથી ઘણા નીચા છે.
ભારતની વાત કરીએ, તો તેનો આર્થિક વિકાસદર 1.5 ટકાથી 2.8 ટકા વચ્ચે રહેશે તેવો અંદાજ છે.
વિશ્વ બૅન્કે કહ્યું છે કે આ બધા દેશો કરતાં ભારતીય અર્થતંત્ર સૌથી વિશાળ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં 1.5 ટકાથી લઈ 2.8 ટકા વૃદ્ધિનો અંદાજ છે.
જોકે વિશ્વ બૅન્કે પહેલાં 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 4.8થી 5 ટકા આર્થિક વિકાસદર રહેવાનો અંદાજ મૂક્યો હતો.
વિશ્વ બૅન્કના અહેવાલ મુજબ, આ દેશોમાં 2019ના અંત ભાગમાં આર્થિક રિકવરીના સંકેત મળ્યા હતા, પરંતુ કોરોના સંકટને કારણે ફરી પાછો વિકાસદર ઘટ્યો છે.
વિશ્વ બૅન્કે આપેલા સુધારેલા અંદાજ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે.
અષ્ટકનું અર્થતંત્ર
કોરોના સંકટને લીધે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને માલદીવમાં મંદી આવશે, જ્યારે શ્રીલંકા, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશનો આર્થિક વિકાસદર ઝડપથી ઘટી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વ બૅન્કે આ અહેવાલ તમામ દેશોના 7 એપ્રિલ સુધીના ડેટાને આધારે તૈયાર કર્યો છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના સંકટને અટકાવવા માટે લૉકડાઉન અથવા કર્ફ્યુ જાહેર કરવામાં આવેલો છે તેના લીધે સમગ્ર સપ્લાય ચેઇનમાં ભંગાણ પડ્યું છે અને ઉદ્યોગો બંધ છે.
અહેવાલ મુજબ, દક્ષિણ એશિયાના આ દેશોમાં કોરોના સંક્રમણના આશરે 13 હજાર કેસ હતા, જે વિશ્વના અન્ય દેશોની તુલનામાં ખૂબજ ઓછા હોવા, એ એક જમા પાસું છે.
વર્લ્ડ બૅન્કના અહેવાલ મુજબ, દક્ષિણ એશિયાના દેશોમાં કરોડો લોકોએ પોતાનાં કામકાજ તથા રોજગારી ગુમાવી છે.
લૉકડાઉનને પરિણામે નાના, મધ્યમ અને મોટા કારોબાર ઉપર ભારે અસર થઈ છે. એજ રીતે શહેરી મજૂરો શહેરો છોડી ગામડાંમાં ગયા છે.
જો લૉકડાઉનને હજુ લંબાવવામાં આવશે, તો આ ક્ષેત્રમાં ભારે નુકસાન થશે.
ભારતનું પૅકેજ પૂરતું?
વિશ્વ બૅન્કના અહેવાલ મુજબ, લૉકડાઉનની અસર ઓછી કરવા ઘણાં પગલાં ભરવામાં આવ્યા છે.
ભારત સરકારે લૉકડાઉનની અસર ઓછી કરવા એક લાખ 70 હજાર કરોડના રાહત પૅકેજની જાહેરાત કરી છે. જ્યારે પાકિસ્તાને અર્થતંત્રને સહાયતા આપવા માટે 45 હજાર કરોડના રાહત પૅકેજની જાહેરાત કરી છે.
રિપોર્ટમાં હર્ત્વિઝ શેફર કેજે વિશ્વ બૅન્કના વરિષ્ઠ અધિકારી છે તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયાના દેશોએ વાઇરસના સંક્રમણને અટકાવવા હેલ્થ સુવિધાઓ સુદ્રઢ કરવી જોઈએ અને સાથે-સાથે ખાસ કરીને ગરીબ લોકોને આર્થિક સહાય કરવી જોઈએ.
આ બધા દેશોએ લૉકડાઉન પ્રતિબંધોમાંથી મુક્ત થયા પછી નાણાકીય ક્ષેત્રે આવનાર તકલીફો દૂર કરવા વિસ્તૃત અને આક્રમક નાણાકીય નીતિ અપનાવી જોઈએ, જેથી અર્થવ્યવસ્થામાં તરલતા પુનઃસ્થાપિત થઈ શકે.
દક્ષિણ એશિયાના ઘણા દેશોની નાણાકીય સ્થિતિ સારી ન હોવાથી આ દેશોએ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભાગીદારો સાથે સંકલન કરી નાણાં ભંડોળ મેળવવા પેરવી કરવી પડશે.
COVID-19નો સામનો કર્યા પછી, દક્ષિણ એશિયાના દેશોએ નાણાકીય સમજદારીથી કામ લેવું પડશે.
વર્લ્ડ બૅન્ક ગ્રૂપ વિકાસશીલ દેશોને કોરોના સામે લડવા, તેના ફેલાવાને રોકવા તેમજ તેના ઉપર નજર રાખવા, જાહેર આરોગ્યની સેવામાં સુધારો કરવા અને ખાનગીક્ષેત્રની નોકરીઓ ચાલુ ટકાવી રાખવામાં મદદ કરવા માટે વ્યાપક ઝડપી કાર્યવાહી કહી રહ્યું છે.
વર્લ્ડ બૅન્ક ગ્રૂપ ગરીબ અને નબળા લોકોના રક્ષણ માટે, ધંધાને ટેકો આપવા અને આર્થિક સ્થિરતા વધારવા માટે આગામી 15 મહિનામાં 160 અબજ ડૉલર સુધીની નાણાકીય સહાય સુનિશ્ચિત કરી રહ્યું છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
આમ દક્ષિણ એશિયાઈ દેશોમાં કોરોનાને કારણે ઊભા થનાર આર્થિક સંકટને પહોચી વળવા વર્લ્ડ બૅન્ક કૃત નિશ્ચયી છે.
દક્ષિણ એશિયાના દેશોએ પણ કોરોના સંકટ પૂરું થાય પછી આર્થિકક્ષેત્રે આવનાર સંકટ માટે ફિસ્કલ મૅનેજમૅન્ટને અત્યારે બાજુએ મૂકી રોજગારી વધારવા ઉપર ધ્યાન આપવું પડશે અને આ માટે નાના અને મધ્યમ એકમોને જરૂરી નાણાકીય સહાય આપી આર્થિક વિકાસમાં પ્રાણ ફૂંકવા પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો