કોરોના વાઇરસથી મૃત્યુની શક્યતા કેટલી?

માસ્ક પહેરેલી યુવતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રૉબર્ટ કફ
    • પદ, આંકડાશાસ્ત્રી, બીબીસી ન્યૂઝ

સંશોધકો હાલમાં માને છે કે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય, તેમાંથી 1,000માંથી 5થી 40 દર્દીઓનાં મૃત્યુ થઈ શકે છે. તેમાં સૌથી સારો અંદાજ લગભગ 1,000 દર્દીએ 9નો છે એટલે કે લગભગ 1%.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઍડાનોમ ગૅબ્રેઇસસે મંગળવારે જણાવ્યું હતું કે "વૈશ્વિક રીતે લગભગ નોંધાયેલા Covid-19 કેસમાંથી 3.4% ટકા દર્દીઓનાં મૃત્યુ થયાં છે."

વિજ્ઞાનીઓનો અંદાજ છે કે મૃત્યુદર નીચો દેખાઈ રહ્યો છે, કેમ કે બધા જ કેસ નોંધાતા નથી.

રવિવારે યુકે સરકારના આરોગ્યમંત્રી મેટ હૅન્કોકે કહ્યું કે "સૌથી સારા અનુમાન" પ્રમાણે મૃત્યુ થવાનો દર "2% અથવા કદાચ તેનાથી ઓછો" છે.

જોકે મૃત્યુની શક્યતા કેટલી તેનો આધાર જુદાંજુદાં પરિબળો પર છે, જેમ કે તમારી ઉંમર, લિંગ, સામાન્ય આરોગ્ય અને કેવા પ્રકારનું આરોગ્ય તંત્ર તમારી આસપાસ છે.

line
કોરોના વાઇરસ
line

મૃત્યુદર નક્કી કરવો કેટલો મુશ્કેલ છે?

માસ્ક પહેરેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

પી.એચડી. કરવા જેટલું આ કામ મુશ્કેલ છે. કેસની ગણતરી કેવી રીતે કરવી તે પણ મુશ્કેલ હોય છે.

મોટા ભાગના વાઇરસના ચેપના કેસમાં નિદાન થતું નથી કે કેસ નોંધાતા નથી, કેમ કે જુદાજુદા પ્રકારની સામાન્ય બીમારીનાં લક્ષણ હોય ત્યારે માણસ ડૉક્ટર પાસે જવાનું પસંદ કરતા નથી.

જુદાજુદા દેશોમાં મૃત્યુનો દર જુદોજુદો છે, તેનું કારણ એ હોવાની શક્યતા ઓછી છે કે જુદાજુદા પ્રકારના વાઇરસના ચેપ દર્દીઓને લાગ્યો હશે.

ઇમ્પિરિયલ કૉલેજે કરેલા સંશોધન અનુસાર જુદાજુદા દેશોમાં હળવાં લક્ષણો ધરાવતાં અને પારખવા મુશ્કેલ ચેપના કેસ શોધી કાઢવાની બાબતમાં જુદીજુદી ક્ષમતા હોય છે.

ઓછા કેસ નોંધાય તેના કારણે મૃત્યુનો દર ઊંચો નોંધાય તેવી શક્યતા હોય છે. જોકે તેનાથી ઊલટું થાય ત્યારે પણ ખોટો અંદાજ મુકાય તેવું બની શકે છે.

ચેપ લાગે તે પછી સાજા થવામાં કે મૃત્યુ થવામાં સમય લાગતો હોય છે.

વ્યક્તિને ચેપ લાગ્યો હોય અને બીમારી હજી ગંભીર ના બની હોય તે બધા જ કેસને તમે ગણતરીમાં લઈ લો તો મૃત્યુ દર ઓછો આવે તેવું બને, કેમ કે આગળ જતા મોત થશે તે બાબતને તમે ધારણામાં લેતા નથી.

વિજ્ઞાનીઓ આ બધાં જ પરિબળો અને સ્થિતિને ધ્યાનમાં લઈને મૃત્યુદરનો અંદાજ લગાવવાની કોશિશ કરતા હોય છે.

દાખલા તરીકે નાના અને નિશ્ચિત જૂથના લોકોમાં રોગનાં હળવાં લક્ષણો જોવાં મળતાં હોય તો તેમને સાજા થઈ જશે તેમ ધારી લેવામાં આવતું હોય છે.

પરંતુ આ જ બધી બાબતોને જરા જુદી રીતે વિચારવામાં આવે તો સમગ્ર ચિત્ર વ્યાપક રીતે બદલાઈ શકે છે.

ચીનમાં સૌથી વધુ મૃત્યુદર બીજા પ્રાંતોની સરખામણીમાં હુબેઇ પ્રાંતમાં હતો અને જો તમે તેને જ ધ્યાનમાં લો તો સ્થિતિ બહુ કપરી લાગશે.

તેથી વિજ્ઞાનીઓ સૌથી ઉત્તમ શક્યતાઓ દર્શાવવાની સાથે એક રેન્જ પણ આપતા હોય છે.

આમ છતાં તેનાથી સંપૂર્ણ ચિત્ર મળતું નથી, કેમ કે તેમાંથી કોઈ એક મૃત્યુદર મળતો નથી.

line

મારા જેવા લોકો માથે કેટલું જોખમ?

છંટકાવ કરતી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ચેપનું નિદાન થયું હોય તેવા કેસમાંથી કેટલાનું મૃત્યુ થયું તેના આધારે દર નક્કી કરવામાં આવે, તેના કારણે ખરેખર કોઈ એક જૂથના ચેપ લાગેલા લોકોને માથે કેટલું જોખમ હશે તે નક્કી કરવું મુશ્કેલ છે.

જોકે મૃત્યુદરની પૅટર્ન કેવી છે તેના આધારે એ જાણી શકાય ખરું કે કોના માથે વધારે જોખમ હોઈ શકે છે.

કેટલાક લોકોને ચેપ લાગ્યો તો તેમના માટે મૃત્યુ પામવાનું જોખમ વધારે રહેલું હોય છે : મોટી ઉંમરના લોકો, બીમાર લોકો અને ખાસ કરીને પુરુષો.

ચીનમાં નોંધાયેલા પ્રથમ 44,000 કેસનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે પ્રૌઢ ઉંમરની વ્યક્તિ કરતાં વૃદ્ધ વ્યક્તિમાં મૃત્યુનો દર 10 ગણો વધારે હતો.

30 વર્ષથી ઓછી ઉંમરમાં મૃત્યુદર સૌથી ઓછો જોવા મળ્યો હતો - 4500 કેસમાંથી 8નાં મૃત્યુ થયાં હતાં.

સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ કરતાં ડાયાબિટીસ, હૃદયરોગ કે લોહીનું દબાણ કે શ્વાસોચ્છાસની બીમારી ધરાવતા દર્દીમાં પાંચ ગણા વધુ પ્રમાણમાં મૃત્યુ નીપજ્યાં હતાં.

સ્ત્રીઓ કરતાંય પુરુષોનાં મૃત્યુ વધારે પ્રમાણમાં થયાં હતાં.

આ બધાં પરિબળો એક બીજા સાથે સંકળાયેલાં છે અને જુદાજુદા વિસ્તારમાં રહેલા જુદાજુદા પ્રકારના લોકો માટે મૃત્યુદરનો અંદાજ લગાવવાનું હજી સુધી શક્ય બન્યું નથી.

line

હું રહું છે તે વિસ્તારમાં લોકો પર જોખમ કેટલું?

તાપમાન માપતાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ચીનમાં 80 વર્ષની ઉંમરના લોકોના એક સમૂહ માટે યુરોપ કે આફ્રિકાના આવા જ સમાન જૂથ કરતાં અલગ પ્રકારનું જોખમ રહેલું છે.

તમારી સ્થિતિ એના પર પણ નિર્ભર છે કે તમને કેવી સારવાર મળે છે.

રોગચાળો કઈ હદે ફેલાયેલો છે અને સારવાર કેટલી ઉપલબ્ધ છે તેના પર પણ તે નિર્ભર છે.

રોગચાળો ફેલાઇ જાય ત્યારે આરોગ્યતંત્ર સામે મોટા પ્રમાણમાં કેસ આવી જાય - તે વખતે જે તે વિસ્તારમાં મર્યાદિત પ્રમાણમાં જ આઈસીયુ કે વૅન્ટિલેટર ઉપલબ્ધ હોવાના.

line

ફ્લુ કરતાં આ વધુ જોખમી છે?

માસ્ક બનાવવાનું યુનિટ

ઇમેજ સ્રોત, Getty Images

આવી બાબતમાં મૃત્યુદરની સરખામણી થઈ શકતી નથી, કેમ કે મોટા ભાગના સામાન્ય પ્રકારના ફ્લુમાં વ્યક્તિ ડૉક્ટર પાસે જતી નથી.

તેથી દર વર્ષે ફ્લુના કેટલા કેસ હતા અને દર વર્ષે નવા વાઇરસના કેટલા કેસ હતા તે આપણે જાણતા હોતા નથી.

જોકે યુકેમાં હજીય લોકો ફ્લુથી મૃત્યુ પામતા રહે છે, કેમ કે દર શિયાળે ફ્લુ વધી જાય છે.

આંકડા વધુ ઉપલબ્ધ થતા જશે તે પ્રમાણે વિજ્ઞાનીઓ વધારે સ્પષ્ટ ચિત્ર તૈયાર કરી શકશે અને જણાવી શકશે કે યુકેમાં રોગચાળો ફેલાય તો કોના પર વધુ જોખમ રહેશે.

વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી એક પ્રાથમિક સલાહ એ આપવામાં આવે છે કે દરેક પ્રકારના શ્વાસોચ્છવાસના વાઇરસથી બચવા માટે તમારે હાથ ધોતા રહેવું જોઈએ, ખાંસી અને શરદી થઈ હોય તેવા લોકોથી દૂર રહેવું જોઈએ અને તમારાં આંખ, નાક અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો