કોરોના વાઇરસની રસી હાથવેંતમાં છે કે હજી વાર લાગશે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

દેશભરમાં કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણમાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે અને 8 હજારથી વધુ લોકોનો જીવ ગયો છે. ત્યારે સૌના મનમાં એક જ સવાલ છે કે આની રસી કયારે શોધાશે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત ઘણા દેશોમાં ડૉક્ટરો આ વાઇરસની રસી શોધવાના કામમાં લાગેલા છે, પરંતુ શું તેની કોઈ રસી કે દવા બની શકશે?

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ચીને કોરોના વાઇરસ કોવિડ-19 પ્રતિરોધક રસીના માનવીય પરીક્ષણની પરવાનગી વિજ્ઞાનીઓને આપી છે.

આ દરમિયાન વૉશિંગ્ટનથી અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી માર્ક ઍસ્પરે પત્રકારપરિષદમાં કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સને કોરોના વાઇરસ કોવિડ-19ની રસી વિકસાવવામાં 12 મહિનાથી 18 મહિના લાગી શકે છે.

ઍસ્પરે કહ્યું કે 12થી 18 મહિનાનો સમય લાગે તો એ સામાન્ય સમય છે.

તેમણે એમ પણ કહ્યું કે કેટલીક ખાનગી સંસ્થાઓ માની રહી છે કે તેઓ અમેરિકાના સૈન્યની ટાઇમલાઇન કરતાં પણ વહેલી રસી બનાવી શકશે.

આ ઉપરાંત તેમણે કહ્યું, "જો ખાનગી સંસ્થા રસી બનાવશે, તો અમેરિકન સૈન્ય તેમને વધુ સપોર્ટ આપશે."

યુરોપિયન કમિશનના પ્રમુખ વૉન ડેર લેયેનનું કહેવું છે કે જર્મનીની એક કંપની કોરોના વાઇરસ સામે લડવા માટે કેટલાક મહિનામાં રસી બનાવી શકે છે.

સંશોધનકર્તાઓએ જે વેક્સિન હાલ સુધી તૈયાર કરી છે, તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તમામ વસ્તુઓ યોગ્ય રીતે થઈ તો આ વર્ષના અંત સુધી માણસો પર રસીનું પરીક્ષણ કરી શકાશે.

પરંતુ આમાં તકલીફ એ છે કે 2021 પહેલાં જો રસી તૈયાર થઈ ગઈ તો પણ તેનું વિપુલ ઉત્પાદન કરતા વાર લાગી શકે છે.

line

ઇઝરાયલમાં ચાલી રહ્યું છે સંશોધન

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલની સંશોધનસંસ્થા પણ કોરોનાની રસી બનાવવા પર કામ કરી રહી છે.

અહેવાલો અનુસાર ઇઝરાયલના વડા પ્રધાનના નેજા હેઠળ કામ કરી રહેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયૉલૉજિકલ લૅબોરેટરી રસી પર કામ કરે છે. તેમણે પહેલી ફેબ્રુઆરીએ સંસ્થાને કામ શરૂ કરવાની સલાહ આપી હતી.

ઇટાલી, જાપાન અને બીજા દેશોમાંથી વાઇરસના નમૂનાઓ ઇઝરાયલમાં સંસ્થાને મોકલવામાં આવ્યા હતા.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલમાં પણ ઇઝરાયલના સ્થાનિક અખબાર 'હૅ'આરેટ્ઝ'ને ટાંકીને લખવામાં આવ્યું છે કે ઇઝરાયલમાં બનાવવામાં આવી રહેલી રસી માટે ઘણી નવી જાણકારી મળી છે.

અહેવાલમાં કહેવાયું છે કે બાયૉલૉજિકલ મિકેનિઝમ અને ક્વૉલિટીસ ઑફ ધ વાઇરસની જાણકારી મળી છે.

જોકે ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે બાયૉલૉજિકલ ઇન્સ્ટિટયૂટને વાઇરસની રસી બનાવવામાં અને ટેસ્ટિંગ કિટ વિકસાવવામાં હજી કાંઈ ખાસ સફળતા મળી નથી. જ્યારે જે નવી વિગત સામે આવશે તેની યોગ્ય રીતે જાણ કરવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું, "બાયૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાની જાણીતી અને વિક્સિત સસ્થા છે. જેમાં અનુભવી સંશોધકો અને વૈજ્ઞાનિકો સારા જ્ઞાન અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે છે. તેમાં 50 અનુભવી વૈજ્ઞાનિકોથી પણ વધારે વાઇરસની રસી બનાવવા માટે કામ કરી રહ્યા છે. "

આ અહેવાલમાં પણ કહેવામાં આવ્યું છે કે રસી બનાવવી એ લાંબી પ્રક્રિયા છે અને તેમાં ઘણા મહિનાઓ પણ લાગી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રસી કેવી રીતે બને છે અને કેમ વાર લાગી શકે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

માનવશરીરના લોહીમાં વ્હાઇટ બ્લડ સેલ (શ્વેતકણ) હોય છે, જે રોગપ્રતિકારક તંત્રનો ભાગ હોય છે.

શરીરને નુકસાન પહોંચાડ્યા વિના રસીના માધ્યમથી શરીરમાં બહુ ઓછી માત્રામાં વાઇરસ કે બૅક્ટેરિયા નાખવામાં આવે છે, જ્યારે શરીરનું રક્ષાતંત્ર આ વાઇરસ કે બૅક્ટેરિયાને ઓળખી લે, ત્યારે શરીર તેની સાથે લડવાનું શીખી જાય છે.

બાદમાં જો માણસ એ વાઇરસ કે બૅક્ટેરિયાનો સામનો કરે તો તેને ખબર હોય છે કે તે સંક્રમણથી કેવી રીતે બચે.

દશકોથી વાઇરસથી બચવા માટે જ રસી બની છે તેમાં અસલી વાઇરસનો જ ઉપયોગ કરાય છે.

અછબડા, ખીલ અને ઓરી (એમએમઆર એટલે ચાંદા, ગાલપચોળિયાં, ઓરી)ની રસી બનાવવા માટે આવા નબળા વાઇરસનો ઉપયોગ થાય છે, જે સંક્રમણ ન કરી શકે.

તેમજ ફ્લૂની રસીમાં પણ આ વાઇરસનો જ ઉપયોગ થાય છે.

જોકે કોરોના વાઇરસ મામલે હાલમાં જે નવી રસી બનાવાઈ રહી છે, તેના માટે નવી રીતનો ઉપયોગ થઈ રહ્યો છે અને જેનું હાલ બહુ ઓછું પરીક્ષણ થઈ શક્યું છે.

નવા કોરોના વાઇરસ Sars-CoV-2ના જિનેટિક કોડની હવે વૈજ્ઞાનીઓને ખબર છે અને આપણી પાસે રસી બનાવવા માટે એક આખી રૂપરેખા તૈયાર છે.

રસી બનાવનારા કેટલાક ડૉક્ટરો કોરોના વાઇરસના જિનેટિક કોડના કેટલાક ભાગને લઈને તેનાથી નવી રસી તૈયાર કરવાની કોશિશમાં લાગેલા છે.

આ વાઇરસ પર સંશોધન કરનારા ડૉક્ટરોનું કહેવું છે કે તેઓએ તેની દવા શોધી લીધી છે અને પ્રાણીઓ પર પરીક્ષણ શરૂ કરી દીધું છે. જો વધુ સમુંસૂતરું પાર પડ્યું તો આ વર્ષે જ માણસોમાં પણ તેનું પરીક્ષણ શરૂ થઈ શકે છે.

જો વૈજ્ઞાનિકો એ વાતથી ખુશ હોય કે કોરોના વાઇરસની દવા મળી ગઈ છે, તેમ છતાં મોટાપાયે તેનું ઉત્પાદન શરૂ થવામાં ઘણો સમય લાગશે.

મતલબ કે હકીકતમાં એવું કહી ન શકાય કે આગામી વર્ષથી અગાઉ આ દવા બજારમાં મળવા લાગશે.

માનવામાં આવે છે કે જો કોરોના વાઇરસની રસી બની તો મોટી ઉંમરના લોકોને તે ઓછી અસર કરશે. પરંતુ તેનું કારણ રસી નહીં પણ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા છે, કેમ કે મોટી ઉંમર સાથે લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો