કોરોના વાઇરસ : ઇટાલીમાં મરણાંક 5,476; અન્ય દેશોને બોધ લેવા આપી સલાહ

ઇટાલીમાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 5,476 લોકોનાં મૃત્યુ થયાં છે. રવિવારે એક જ દિવસમાં 651 મૃત્યુ થયાં હતાં. એ પહેલાં શનિવારે ત્યાં 793 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

કેટલાક અભ્યાસ મુજબ, ઇટાલીના જે વિસ્તારમાં વૃદ્ધો વધુ રહે છે, તે વિસ્તારમાં વધુ મૃત્યુ થયાં છે, જેમ કે લૉમ્બાર્ડી વિસ્તાર.

ઇટાલીમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વૃદ્ધોની જનસંખ્યા વધુ છે. જાપાન બાદ તે બીજા ક્રમે છે.

કોરોના વાઇરસ વૃદ્ધો માટે વધુ ઘાતક નીવડે છે.

અભ્યાસ મુજબ આવા વૃદ્ધો સાથે રહેતા 18-34 વર્ષની વયજૂથના લોકોનાં મૃત્યુની સંભાવના પણ વધી જાય છે.

વાઇરસના ઉદ્દભવસ્થાન ચીનના હુબેઈ પ્રાંત (3,153) કરતાં પણ વધારે મૃત્યુ ઇટાલીમાં થયાં છે.

દુનિયામાં કોરોના વાઇરસની ઝપેટમાં ત્રણ લાખ કરતાં વધુ લોકો આવી ગયા છે અને મૃતકાંક 14,600નો થઈ ગયો છે. જોકે, અત્યાર સુધી 92 હજાર લોકો એવા પણ છે, જેઓ કોરોનાનો ચેપ લાગ્યા બાદ સાજા થઈ શક્યા છે.

રવિવારની રાતની સ્થિતિ પ્રમાણે ઇટાલીમાં (5,476 મૃત્યુ, 59,138 કેસ), સ્પેનમાં (1,772 મૃત્યુ, 28,768 કેસ) નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, સોમવારે સવારે સાત વાગ્યે ભારતમાં ચેપગ્રસ્ત દર્દીનો આંકડો 329 થઈ ગયો છે અને કુલ મૃતકાંક સાત પર પહોંચ્યો છે.

line
કોરોના વાઇરસ
line

ગુજરાતમાં લૉક-ડાઉન

કોરોના વાઇરસ

કોરોના વાઇરસને પગલે રાજ્યમાં જનતા કર્ફ્યુનો અમલ કરાયો હતો.

ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, ગાંધીનગરને લૉક-ડાઉન કરી દેવાનું નક્કી કરાયું છે.

પાંચેય મહાનગરોને 25 માર્ચ સુધી લૉક-ડાઉન કરવાનો નિર્ણય મુખ્ય મંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં લેવાયો હતો.

આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા લૉક-ડાઉન દરમિયાન કઈકઈ સેવાઓ ચાલુ રહેશે એની યાદી જાહેર કરી છે.

ગુજરાતના હેલ્થ અને ફૅમિલી વેલફેર વિભાગ દ્વારા ટ્વીટ કરીને જાહેર કરાયેલી માહિતી પ્રમાણે સુરતમાં એક 69 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું છે.

તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તેઓ સારવાર લઈ રહ્યા હતા.

વડોદરામાં પણ 65 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. તેમનો COVID રિપોર્ટ આવવાનું હજી બાકી હોવાનું વિભાગ જણાવે છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું, "આગામી દિવસોમાં સંક્રમિત 18 વ્યક્તિઓનાં નામો જાહેર કરીશું, જેથી તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને જાણ થાય અને તેમની તપાસ કરી શકાય."

કોરોના વાઇરસની મહામારીને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે સહયોગમાં એસટીની તમામ બસો રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી.

રાજ્યમાં શનિવારે મોડી રાતથી જ બસો બંધ કરવાની શરૂઆત કરી દેવાઈ હતી.

ગુજરાતના ઉપમુખ્ય મંત્રી તથા આરોગ્યમંત્રી નીતિન પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં યોજાનારી રાજ્ય સરકાર હસ્તકની તમામ પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે.

આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવા મામલે કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરવામાં આવી છે.

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કઈ કઈ સેવાઓ ચાલુ રખાઈ?

  • તમામ સરકારી અને મ્યુનિસિપલ કૉર્પોરેશન/પંચાયત સેવાઓ.
  • દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, કરિયાણાં વગેરેની દુકાનો.
  • મેડિકલ સ્ટોર, દવાખાનાં, લેબોરેટરી, આરોગ્યલક્ષી સેવાઓ.
  • વીજળીસેવા, વીમા કંપની, ટેલિકૉમ્યુનિકેશન/ઇન્ટરનેટ તથા આઈટી સંબંધિત સેવાઓ.
  • રેલવે તથા ટ્રાન્સપૉર્ટ સેવાઓ, મીડિયા તથા સમાચારપત્રો, પેટ્રોલપંપ, પાણી પુરવઠો અને ગટરવ્યવસ્થા.
  • બૅંક, એટીએમ તથા સ્ટોક ઍૅક્સચૅન્જ.
  • તમામ આવશ્યક ચીજોનાં ગોડાઉન અને અન્ય અતિ આવશ્યક સેવાઓ.
line

શું છે લેટેસ્ટ વિગતો?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

  • દેશભરમાં ચાલનારી ઇન્ટર-સ્ટેટ બસ સેવાઓ 31 માર્ચ સુધી સ્થગિત કરી દેવાઈ છે.
  • ભારતીય રેલવેએ પણ 22 માર્ચની મધરાત્રીથી 31 માર્ચની મધરાત્રી સુધી પ્રવાસી રેલગાડી સ્થગિત કરી દીધી છે.
  • કોરોના વાઇરસ સંક્રમિત કનિકા કપૂર સામે ઉત્તર પ્રદેશ પોલીસે બેદરકારી બદલ ફરિયાદ નોંધી છે.
  • લંડનથી પરત ફર્યાં પછી કનિકા કપૂરે લખનઉમાં 2-3 મોટી પાર્ટીમાં કલાકાર તરીકે હાજરી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
  • સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં જાડેજાએ કહ્યું, " ગુજરાત સ્ટેજ બે અને ત્રણ વચ્ચે છે."
  • ઇટાલીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ચીન કરતાં પણ વધી ગઈ છે.
  • ઇટાલીમાં 12 માર્ચથી શરૂ થયેલાં લૉકડાઉનને માર્ચ મહિનાના અંત સુધી લાગુ કરવામાં આવ્યું છે.
  • કોરોનાને ધ્યાનમાં લઈને અમેરિકામાં આ વર્ષે યોજાનારી જી7 દેશોના સંમેલનને રદ્દ કરીને વીડિયો કૉન્ફરન્સ દ્વારા કરવાની જાહેરાત કરી છે.
  • ઇન્ટરનેશનલ લેબર ઑર્ગનાઇઝેશનના અહેવાલ અનુસાર કોરોના વાઇરસના પરિણામે દુનિયામાં 25 મિલિયન એટલે અઢી કરોડ લોકો નોકરીઓ ગુમાવશે.
  • કોરોના વાઇરસની મહામારીને પગલે યુરોપિયન યુનિયને તેની સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની અસર 26 દેશો પર પડશે. ચીન પછી યુરોપને હવે વાઇરસનું નવું ઍપિસેન્ટર ગણાવાય છે.
  • કોરોના વાઇરસના ફેલાવાને પગલે અમેરિકાના આરોગ્ય વિભાગે સ્મશાનયાત્રામાં પણ લોકોને નહીં જોડાવા અને જીવંત પ્રસારણ થકી સ્વજનના દુખમાં સહભાગી થવા અપીલ કરી છે.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે, જેના પગલે સરકાર હવે 50 અબજ ડૉલરનાં રાહતકાર્યો હાથ ધરી શકશે.
  • ભારત સરકારે ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઇરસની આફતને 'નોટિફાઇડ ડિઝાસ્ટર' એટલે કે 'અધિસૂચિત આપદા' જાહેર કરી છે.
  • ગૃહમંત્રાલયના દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના અનુસાર કોરોના વાઇરસથી મરનારી વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે અને દરદીની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
  • કેન્દ્રીય ગૃહમંત્રાલયની ભલામણના આધારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દોડતી રેલ તથા બસસેવાને 15મી એપ્રિલ સુધી માટે બંધ કરી દેવામાં આવી છે.
  • ભારતે 15 એપ્રિલ, 2020 સુધી તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. જેથી કોઈ પણ ભારત નહીં આવી શકે. તેમાં ખાસ પ્રકારના વિઝામાં કેટલીક છૂટછાટ અપાઈ છે.

દિલ્હીમાં લૉક-ડાઉન

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે દિલ્હીને પણ સંપૂર્ણ રીતે લૉક-ડાઉન કરી દેવાયું છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલે સંયુક્ત પત્રકારપરિષદ યોજીને આ જાહેરાત કરી.

બીજા દેશો પાસેથી શીખ લેતા તેમણે દિલ્હીમાં લૉક-ડાઉનની જાહેરાત કરી. દિલ્હીને સોમવાર સવારે છ વાગ્યાથી 31 માર્ચ રાતના બાર વાગ્યા સુધી લૉક-ડાઉનના આદેશ અપાયા છે.

લૉક-ડાઉનના અમલની સાથે જ દિલ્હીની સરહદ બંધ કરી દેવાશે. દિલ્હીમાં મેટ્રો અને રેલવેની સેવા પણ બંધ કરી દેવાશે.

લૉક-ડાઉન દરમિયાન દિલ્હીમાંથી ન તો કોઈ ફ્લાઇટ ઉડાણ ભરી શકશે કે ન તો લૅન્ડ થઈ શકશે.

કેજરીવાલે એવું પણ જણાવ્યું કે લૉક-ડાઉન દરમિયાન ખાનગી કંપનીનાં કાર્યાલયો બંધ કરવા પડશે અને કર્મચારીઓને ઑનડ્યૂટી ગણી લેવાશે.

જે કોઈ આ વાત નહીં સ્વીકારે તેમના વિરુદ્ધ આકરા કાયદાકીય પગલાં લેવાશે.

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા મુજબ જનતા કર્ફ્યુની વચ્ચે ભારત સરકારે 31 માર્ચ સુધી તમામ પેસેન્જર ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે.

બીજી તરફ કોલકાતા મેટ્રો અને સબર્બન ટ્રેનો પણ આંશિક રીતે આજે મધરાત સુધી ચાલુ રહેશે એ પછી એ પણ 31 માર્ચ સુધી બંધ રહેશે.

આ દરમિયાન રેલવે દ્વારા માલસામાનની અવરજવર ચાલુ રખાશે.

line

કોરોના હવે ત્રીજા સ્ટેજમાં

કોરોના વાઇરસ

આ દરમિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે (આઈસીએમઆર) મંગળવારે યોજેલી પત્રકારપરિષદમાં કહ્યું કે "ભારત કોવિડ-19ના સંક્રમણના ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.

તેનો અર્થ એ થાય છે કે અત્યાર સુધી વિદેશપ્રવાસ સાથે સંબંધિત કોરોના સંક્રમિત વ્યક્તિ અને તેના સંપર્કમાં આવનારા લોકોને જ વાઇરસનો ચેપ લાગ્યો હતો."

"ત્રીજા તબક્કામાં સામુદાયિક સંક્રમણ અને વધારે ગંભીર સ્થિતિ આવે છે."

જોકે, આઈસીએમઆરનું કહેવું છે કે તેમણે રૅન્ડમ સૅમ્પલ ટેસ્ટિંગ કર્યાં પરંતુ અત્યાર સુધી બહાર આવેલાં 500 પરિણામોમાં હજી સુધી વાઇરસનું સામુદાયિક સંક્રમણ જોવા મળ્યું નથી.

line

ગુજરાતની સ્કૂલ-કૉલેજમાં રજા

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કોરોના વાઇરસના પ્રકોપને પગલે ગુજરાત સરકારે તમામ શાળા-કૉલેજો અને ટ્યૂશન ક્લાસો બંધ કરવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં સ્વિમિંગ-પૂલ, સિનેમાગૃહો તેમજ આંગણવાડીઓ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. આ પ્રતિબંધ બે અઠવાડિયાં માટે લાગુ કરવામાં આવ્યો છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથેની બેઠક બાદ મુખ્ય સચિવ અનિલ મુકીમે આની જાહેરાત કરી છે.

આ ઉપરાંત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ ફરમાવી 500 રૂપિયા દંડ લગાવાયો હતો જે વધારીને રૂપિયા 1000 કરી દેવાયો છે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો