CAA NRC NPR : કોરોના વાઇરસને પગલે શાહીનબાગનું પ્રદર્શનસ્થળ ખાલી કરાવાયું

શાહીનબાગની તસવીર

ઇમેજ સ્રોત, ANI

કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં લૉકડાઉનનો અમલ કરવા માટે શાહીનબાગનું પ્રદર્શનસ્થળ ખાલી કરાવાયું છે અને કેટલાક પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના ડી. સી. પી. (દક્ષિણપૂર્વ)એ ન્યૂઝ એજન્સી એ. એન.આઈ.ને જણાવ્યું :

"શાહીનબાગના પ્રદર્શનકારીઓને લૉકડાઉનને કારણે જગ્યા ખાલી કરી દેવા માટે અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેઓ પાલન કરવા માટે તૈયાર થયા ન હતા."

"ત્યારબાદ અમારે કાર્યવાહી કરવી પડી હતી. કેટલાક પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે અને જગ્યાને ખાલી કરાવી લેવાઈ છે."

જોકે કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.

એક પ્રદર્શનકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે પ્રદર્શનસ્થળ તથા શાહીનબાગમાં ભારે સુરક્ષાબળ તહેનાત છે.

પ્રદર્શનનો ટૅન્ટ ને પોસ્ટર-બેનર હટાવી લેવાયાં છે.

સ્થાનિકો CAA, NRC અને NPR મુદ્દે તા. 15મી ડિસેમ્બરથી ધરણાંપ્રદર્શન પર બેઠાં હતાં.

line

શાહીનબાગ અને મોરલૅન્ડ પાર્ક

કોરોના વાઇરસ

આ પહેલાં સોમવારે શાહીનબાગમાં પ્રદર્શનકારીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.

બીજી બાજુ, મુંબઈના 'શાહીનબાગ' મોરલૅન્ડ પાર્કના પ્રદર્શનકારીઓએ ધરણાં પ્રદર્શન મોકૂફ કરી દીધા છે.

ન્યૂઝ એજન્સી એ. એન.આઈ.ના અહેવાલ પ્રમાણે, દિલ્હીમાં કોરોના વાઇરસને કારણે તા. 31મી માર્ચ સુધી લૉક-ડાઉનની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે બહુ થોડી સંખ્યામાં પ્રદર્શનકારી પ્રદર્શનસ્થળે પહોંચ્યાં હતાં.

આ પહેલાં રવિવારે પ્રદર્શનસ્થળે જનતા કર્ફ્યુનું પાલન કરવામાં આવ્યું હતું.

મુંબઈનાં મોરલૅન્ડ પાર્ક પ્રદર્શનકારીઓ ગત 50 દિવસથી CAA (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ), NPR (નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર) તથા NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ)ના વિરોધમાં ધરણાં પર બેઠાં હતાં.

મુંબઈના ઝોનલ ડી. સી. પી. (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) અભિનાશ કુમારના કહેવા પ્રમાણે:

"કોરોના વાઇરસની આશંકાને પગલે મહિલાઓએ ધરણાંપ્રદર્શનને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે."

line

રવિવારે શું થયું?

શાહીનબાગમાં પ્રદર્શનકારીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં રવિવારે દેશભરમાં જનતા-કર્ફ્યુની વચ્ચે દિલ્હીના શાહીનબાગમાં હુમલાના અહેવાલ આવ્યા હતા.

રવિવારે શાહીનબાગમાં તોડફોડ કરાઈ અને પેટ્રોલ બૉમ્બ ફેંકાયાની ઘટના નોંધાઈ છે, જોકે પોલીસે તેની ઔપચારિક રીતે પુષ્ટિ કરી નથી.

જોકે આ ઘટના સંદર્ભે બીબીસીએ પોલીસ સાથે વાત કરી તો તેઓએ ઘટનાની પુષ્ટિ તો કરી, પરંતુ એ નથી કહ્યું કે આ હુમલો જ હતો.

પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ થઈ રહી છે અને તપાસ બાદ જ કોઈ નિવેદન જાહેર કરાશે.

ફૉરેન્સિક ઇન્વેસ્ટિગેશન ટીમ અને દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીનું શાહીનબાગ એ સ્થળ છે જ્યાં 15 ડિસેમ્બરથી નાગરિકતા સંશોધન કાયદા સામે મહિલાઓ પ્રદર્શન કરી રહ્યાં છે.

જોકે કોરોના વાઇરસને કારણે શાહીનાબાગમાં પ્રદર્શન કરી રહેલાં મહિલાઓને કહેવાયું હતું કે તેઓ તેમનું પ્રદર્શન બંધ કરી દે, પરંતુ તેમનું કહેવું છે કે પ્રદર્શન ચાલુ રહેશે.

જોકે પ્રદર્શનના આયોજકોએ કહ્યું હતું કે સંક્રમણને ધ્યાનમાં રાખતાં બહુ ઓછી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શનમાં ભાગ લેશે.

તો રવિવારે જનતા-કર્ફ્યુને કારણે પ્રદર્શન કરી રહેલા લોકોએ પ્રતીકાત્મક રીતે પોતાનાં પગરખાં પ્રદર્શનસ્થળે છોડીને ગયા હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

હુમલા બાદ ઘટનાસ્થળે પહોંચેલા એક શખ્સે નામ નહીં આપવાની શરતે કહ્યું કે હુમલાખોર બાઇક પર સવાર થઈને આવ્યો હતો.

તેઓએ કહ્યું કે કેટલાક લોકોએ હુમલાખોરને જોયો છે. તે બાઇક પર સવાર હતો અને તેની બાઇકની પાછળ એક ટ્રે હતી, જેમાં શક્ય છે કે રાસાયણિક તત્ત્વ હોય.

આ શખ્સના જણાવ્યા પ્રમાણે, પોલીસ ઘટનાસ્થળે હાજર હતી. જોકે આ હુમલામાં જોઈ જાનહાનિના સમાચાર નથી.

દિલ્હીને નોઇડા સાથે જોડતાં રોડ પર મહિલાઓ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં ડિસેમ્બરથી ધરણાં પર બેઠાં છે.

ગત અઠવાડિયે દિલ્હી સરકારે નિર્દેશ આપ્યા હતા કે લગ્ન સિવાય 50થી વધુ લોકો એકસાથે એકઠા નહીં થઈ શકે. બાદમાં 50ની નક્કી કરેલી સંખ્યા ઘટાડીને 20 કરાઈ છે.

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્દેશ શાહીનબાગને પણ લાગુ પડશે. શુક્રવારે મહિલાઓએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે એક સાથે તેમના પ્રદર્શનમાં 50થી વધુ મહિલાઓ સામેલ થતી નથી.

નામ ન આપવાની શરતે એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે રવિવારે તેઓ નાનાનાના ટેન્ટમાં બેસશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો