જમાલ ખાશોગ્જી હત્યાકાંડમાં પાંચને મૃત્યુદંડ

ખાશોગ્જી

ઇમેજ સ્રોત, Getty Images

સાઉદી અરેબિયાની અદાલતે ગયા વર્ષે પત્રકાર જમાલ ખાશોગ્જીની થયેલી હત્યાના મામલામાં પાંચ લોકોને મોતની સજા સંભળાવી છે.

ખાશોગ્જી સાઉદી અરેબિયાની સરકારના ટીકાકાર હતા અને તુર્કીના ઇસ્તંબૂલમાં આવેલા સાઉદી અરેબિયાના દૂતાવાસમાં તેમની હત્યા થઈ હતી.

સોમવારે સાઉદી અરેબિયાના પબ્લિક પ્રૉસિક્યૂટરે જણાવ્યું કે આ કેસમાં પાંચ લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે અને ત્રણ લોકોને કુલ 24 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે આ કેસમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકાર સઉદ અલ-ખતાનીની પૂછતાછ કરવામાં આવી હતી અને તેમની પર કોઈ પણ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા નથી.

બીજી ઑક્ટોબર 2018ના રોજ તુર્કીના ઇસ્તંબુલમાં ખાશોગ્જીની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે તેમનો મૃતદેહ નહોતો મળ્યો.

line

જમાલ ખાશોગ્જી સાથે શું થયું ?

ખાશોગ્જી

ઇમેજ સ્રોત, Getty Images

પત્રકાર ખાશોગ્જી વર્ષ 2017માં સાઉદી અરેબિયા છોડીને અમેરિકા જતા રહ્યા હતા.

અમેરિકામાં ખાશોગ્જીએ સપ્ટેમ્બર મહિનાથી 'વૉશિંગ્ટન પોસ્ટ' અખબાર માટે લખવાની શરૂઆત કરી હતી.

પોતાના પ્રથમ લેખમાં જ તેમણે એવું લખ્યું હતું કે તેમણે અને અન્ય કેટલાક લોકોએ ધરપકડ થવાના ડરના લીધે મજબૂરીમાં દેશ છોડવો પડ્યો હતો.

ખોશોગ્જી છેલ્લે બીજી ઑક્ટોબરે ઇસ્તંબૂલના સાઉદી દૂતાવાસમાં જોવા મળ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો