You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રેક્સિટ : EU અને UK વચ્ચે નવી ડીલની સહમતી, બ્રિટનના વડા પ્રધાને આપી જાણકારી
બ્રેક્સિટને લઈને બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચે એક નવી ડીલ પર સહમતી સધાઈ છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી.
બ્રસેલ્સમાં બ્રિટન અને યુરોપિયન સંઘના વાર્તાકારોએ આખરે આ વિષય પર સંમતિ સાધી લીધી છે.
જોન્સને ટ્વીટ કર્યું, "અમે લોકોએ શાનદાર નવી ડીલ હાંસલ કરી લીધી છે, જે કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે."
બંને પક્ષોના વાર્તાકારોએ આ નવી ડીલના લીગલ ડ્રાફ્ટિંગ પર કામ કરી રહ્યા હતા, પરંતુ હજુ આ ડ્રાફ્ટને બ્રિટન અને યુરોપિયન સંઘની સંસદની મંજૂરી મળવાની બાકી છે.
યુરોપિયન સંઘના અધ્યક્ષ જીન ક્લૉડે કહ્યું કે આ એક નિષ્પક્ષ અને સંતુલિત સમાધાન છે.
જંકર અને જૉનસને પોતપોતાની સંસદને અપીલ કરી છે કે તેઓ આ નવી ડીલનું સમર્થન કરે.
પરંતુ ડીયુપી અન ઉત્તર આયર્લૅન્ડની પાર્ટીએ આ નવી ડીલ માનવાનો ઇનકાર કરી દીધો છે.
બોરિસ જોન્સન માટે આ નવી ડીલને સંસદમાં મંજૂર કરાવવી એક મોટો પડકાર સાબિત થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો