You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : હૉસ્પિટલ પર તાલિબાની હુમલામાં 20 લોકોનાં મૃત્યુ, 90 લોકો ઘાયલ
દક્ષિણ અફઘાનિસ્તાનમાં તાલિબાની ઉગ્રવાદીઓએ વિસ્ફોટકો ભરેલી એક ટ્રકથી એક હૉસ્પિટલની બહાર બ્લાસ્ટ કરતાં 20 લોકોનાં મૃત્યુ થયાં છે.
સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલો મુજબ કલાત શહેરમાં થયેલા આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ડૉક્ટરો અને દર્દીઓનો સમાવેશ થાય છે.
પૂર્વ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓને નિશાન બનાવવા માટેના એક હવાઈ હુમલામાં 15 નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાનો પણ અહેવાલ છે.
બીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું કે ગત એક માસમાં અફઘાનિસ્તાનમાં થયેલા સંઘર્ષોમાં ઓછામાં ઓછા 473 નાગરિકો માર્યા ગયા છે.
આ તપાસમાં જાણવા મળ્યું કે કુલ સંખ્યા પૈકી પાંચમો હિસ્સો નાગરિકોનો હતો.
રક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ રાજધાનીમાં રૉયટર્સ ન્યૂઝ એજન્સીને કહ્યું કે નાની ટ્રકમાં ભારે માત્રામાં બૉમ્બ ભરીને લાવવામાં આવ્યો અને તેને કલાત હૉસ્પિટલની નજીક ઉડાવી દેવામાં આવી.
અહેવાલો મુજબ આ જબુલ પ્રાંતની મુખ્ય હૉસ્પિટલ હતી. ગવર્નર રહમતુલ્લાહ યારમલે કહ્યું કે હૉસ્પિટલ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે.
તાલિબાને કહ્યું કે એમનો ટાર્ગેટ હૉસ્પિટલની સામેનું સરકારી ખુફિયા કાર્યાલય હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરૂવારે સવારે થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યાની હજી ખરાઈ થઈ શકી નથી પરંતુ જબુલના ડૅપ્યુટી ગર્વનરે કહ્યું કે 20 લોકોનાં મૃત્યુ થયાં અને 90 લોકો ઘાયલ છે.
ઘટનાસ્થળ પર હાજર લોકોએ જોયું કે મહિલાઓ અને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએફપી મુજબ વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ કહ્યું કે આ ભયાનક હતું.
હવાઈ હુમલામાં શું થયું?
સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ અફઘાન રક્ષા મંત્રાલયે કહ્યું કે નાનગરહર પ્રાંતના ખોગયાની જિલ્લામાં બુધવારે રાતે હુમલો થયો જેમાં ઇસ્લામિક સ્ટેટના છોકરાઓને નિશાન બનાવાવમાં આવ્યા.
જોકે, એક સુરક્ષા અધિકારીએ બીબીસીને કહ્યું કે હુમલામાં 15 નાગરિકોનાં મૃત્યુ થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. અહેવાલ મુજબ માર્યા જનાર લોકો અખરોટના ખેતરમાં કામ કરી રહ્યા હતા.
કબીલાના વડીલ મલિક રાહત ગુલે રૉયટર્સને કહ્યું કે એક ડ્રોન દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા. હુમલો થયો ત્યારે મજૂરો તાપણી કરીને ટોળે વળેલા હતા.
હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
છેલ્લા મહિનાથી અફઘાનિસ્તાનની સ્થિતિ શું છે?
બીબીસીને પોતાની એક તપાસમાં જાણવા મળ્યું છે કે ગત ઑગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં દરરોજ 74 લોકો માર્યા ગયા હતા. જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
અમેરિકા યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં 18 વર્ષોથી હાજર પોતાના સૈનિકોને હવે પરત બોલાવવા માગે છે અને આ વિશે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે અફઘાનિસ્તાનના દરેક ખૂણામાં હિંસા વધી રહી છે.
હિંસાથી થનાર માનવીય ક્ષતિનો અંદાજો લગાવવા માટે બીબીસીએ ઑગસ્ટના મહિનામાં થનાર હિંસાની દરેક ઘટનાના દસ્તાવેજ તૈયાર કર્યા છે.
બીબીસી આ વાતની ખરાઈ કરે છે કે એક મહિનાની અંદર સુરક્ષામાં ચૂકના કુલ 611 બનાવ બન્યા હતા, જેમાં આશરે 2,307 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ વિશે કુલ 1,948 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
જોકે, આ માત્ર આંકડાઓ છે પરંતુ જે ડેટા એકઠો કરવામાં આવ્યો તેનાથી જાણી શકાયું કે હાલના સમયમાં હિંસામાં મૃતકોમાં સામાન્ય નાગરિકો અને તાલિબાનના સભ્યોની સંખ્યા વધારે છે.
તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકારે બીબીસી દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પર સવાલો કર્યા છે.
અફઘાનિસ્તાનથી પોતાની સેના પાછી બોલાવવી એ અમેરિકાની વિદેશ નીતિનો મુખ્ય મુદ્દો છે.
એક અઠવાડિયા પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન અને અમેરિકા વચ્ચે અફઘાનિસ્તાન શાંતિ વાર્તાને રદબાતલ કરી હતી. જોકે, હજુ આગળ વાતચીતની શક્યતા ખતમ નથી થઈ.
પરંતુ આ દરમિયાન ઔપચારિક રીતે કોઈ પ્રકારનો યુદ્ધવિરામ ન હોવાને કારણે અફધાનિસ્તાનમાં દર અઠવાડિયે સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.
આ મહિનાના અંતમાં અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને તે પહેલાં અહીં હિંસા વધવાની શક્યતા છે.
ઈદ-ઉલ-અઝહાના તહેવાર દરમિયાન અફઘાન સરકાર અને તાલિબાને ત્રણ દિવસના અનૌપચારિક યુદ્ધવિરામનું પાલન કર્યું હતું.
પરંતુ બીબીસીના આંકડા એ વાતની પુષ્ટિ કરે છે કે તહેવારના દિવસોમાં પણ એટલે કે 10 ઑગસ્ટેની સાંજથી લઈને 13 ઑગસ્ટની સાંજ સુધી 90 લોકોનો ભોગ લેવાયો હતો.
27 ઑગસ્ટ, જ્યારે એક દિવસમાં સૌથી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં, એક ઍરસ્ટ્રાઇકમાં 162 લોકોનો ભોગ લેવાયો અને 47 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આમાંથી મોટા ભાગના લોકો તાલિબાનના સભ્યો હતા.
સામાન્ય લોકો પર સૌથી ઘાતક હુમલો 18 ઑગસ્ટના દિવસે થયો હતો જેમાં 112 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આમાંથી કાબુલમાં એક લગ્ન સમારંભ પર થયેલા આત્મઘાતી હુમલામાં 92 લોકોનાં મૃત્યુ થયાં હતાં, આ હુમલામાં 142 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વર્ષ 2001 પછી તાલિબાન ક્યારેય વધારે મજૂબત નથી રહ્યા પણ બીબીસીના આંકડા પ્રમાણે ઑગસ્ટમાં જેટલાં મૃત્યુ થયાં તેમાંથી 50 ટકા માટે તાલિબાન જવાબદાર હતું. આ એક મોટો આંકડો છે અને આશ્ચર્યજનક પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો