You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે Ind Vs Pak મૅચ પછી વીણા મલિક તથા સાનિયા મિર્ઝા ટ્વિટર ઉપર સામ-સામે થયાં?
પાકિસ્તાની ઍક્ટ્રેસ વીણા મલિક તથા ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા વચ્ચે ટ્વિટર યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
વીણા મલિકે ટેનિસસ્ટારના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિકની કટિબદ્ધતા અંગે સવાલ ઉઠાવ્યા હતા અને સાનિયાને બાળઉછેર અંગે સલાહ આપી હતી.
સાનિયાએ પણ ટ્વિટર પર વીણાને લગતી ટિપ્પણી કરી હતી જેને બાદમાં ડિલીટ કરી નાખી હતી.
બીજી બાજુ, પાકિસ્તાની ક્રિકેટર્સે આ મુદ્દે ગંભીર વલણ અપનાવવાની સલાહ આપી હતી.
વીણા વિરુદ્ધ સાનિયા
વીણા મલિકે લખ્યું, 'સાનિયા, તમે તમારાં બાળકને તમાકુનો ધુમાડો થતો હોય તેવી જગ્યાએ લઈ ગયાં? તે જોખમી છે. આર્ચીમાં જંકફૂડ મળે છે, જે ખેલાડીઓ માટે લાભકારક નથી. તું ખુદ માતા અને રમતવીર છે, આ બાબત સમજતી નથી. '
જેના જવાબમાં સાનિયાએ લખ્યું, "વીણા, હું મારા દીકરાને શીશા પ્લેસ (જ્યાં હુક્કો પીવાતો હોય) લઈ નથી ગઈ. દુનિયામાં કોઈએ મારા દીકરા વિશે ચિંતા કરવાની જરૂર નથી, તેની પરવા કરવા માટે હું છું. બીજું કે હું પાકિસ્તાનની ટીમની મા, પ્રિન્સિપલ કે ટીચર નથી."
"જે તેમના ઊંઘવા, ઊઠવા તથા ભોજન માટે ચિંતા કરે. છતાં ચિંતા પ્રગટ કરવા માટે આભાર."
વીણાએ 'ગલી ગલી મે ચોર હૈ', 'તેરે નાલ લવ હો ગયા', 'દાલ મે કુછ કાલા હૈ' તથા 'જિંદગી 50-50' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાનિયાનું ડિલીટ થયેલું ટ્વીટ?
વીણા મલિકે બાદમાં એક ટ્વીટનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, જે કથિત રીતે સાનિયા મિર્ઝાએ વીણાના ટ્વીટના જવાબમાં કર્યું હતું, જેમાં એક મૅગેઝિનના કવરપેજ ઉપરની તસવીર અંગે સાનિયાએ સવાલ ઉઠાવ્યા હતા.
તેના જવાબમાં વીણાએ લખ્યું કે, 'જો હિંમત હોય તો ટ્વીટ કર્યાં પછી ડિલીટ ન કરવું. ટૅકનૉલૉજીને કારણે વ્યક્તિ પોતાનાં કૃત્ય છૂપાવી શકાતું નથી.'
'જે કવરપેજની તમે વાત કરી તે મૉર્ફ કરેલું હતું. હું પણ તમારાં અનેક વિવાદને ચર્ચામાં લાવી શકું એમ છું, પરંતુ હું ચર્ચાને આડે રસ્તે ફંટાવા દેવા નથી માગતી.'
શોએબ મલિકે કર્યું ટ્વીટ
સાનિયા મિર્ઝાના પતિ તથા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ટ્વીટ કરીને વિનંતી કરી હતી કે, 'રમતવીરોના પરિવારજનોને ચર્ચામાં ના ઢસડવા જોઈએ. 20 કરતાં વધુ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છું. એ વીડિયો 15મી જૂન નહીં, 13મી જૂનનો છે.
મોહમ્મદ આમિરે ટ્વીટ કરીને કહ્યું હતું કે તમે ખેલાડીઓનાં પર્ફૉર્મન્સની ભલે ચર્ચા કરો, પરંતુ તેમને ગાળો ન ભાંડો. અમે ફરી ફૉર્મમાં આવીશું, અમને તમારા સમર્થનની જરૂર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો