You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેરિસનું ઐતિહાસિક નૉટ્ર ડામ કૅથેડ્રલ સરકાર ફરી બનાવશે
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોંને કહ્યું કે એમની સંવેદના ફ્રાંસના લોકો સાથે છે અને સરકાર ફરીથી નોટ્ર ડામ કૅથેડ્રલનું નિર્માણ કરશે.
અગાઉ પેરિસના 850 વર્ષ જૂના અને વિશ્વવિખ્યાત નોટ્ર-ડ્રામ કૅથેડ્રલમાં આગ લાગી હતી અને જોતજોતામાં સમગ્ર ઇમારત ઝપેટમાં આવી ગઈ હતી.
આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી પણ દેવળમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું.
અધિકારીઓનું માનવું છે કે બની શકે કે આગ આ જ કારણસર લાગી હોય.
આગ પર નવ કલાક પછી કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ મુખ્ય દેવળનું શિખર અને છત ધસી પડ્યાં છે.
જોકે, ચર્ચની મુખ્ય ઇમારત અને બે મિનારાઓને બચાવી લેવામાં આવ્યા છે.
ગત વર્ષે જ આ કૅથલિક દેવળને બચાવવા માટે આર્થિક સહયોગની અપીલ કરાઈ હતી.
અત્યંત જૂની હોવાને કારણે ઇમારત જીર્ણ અવસ્થામાં હતી અને તેનું નવિનીકરણ ચાલી રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાંસના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોંને કહ્યું છે કે તેમની સંવેદના કૅથલિક સમુદાય અને ફ્રાંસના લોકો સાથે છે, જેમને આ દુર્ઘટનાને કારણે આઘાત લાગ્યો છે.
એમણે કહ્યું મારા દેશવાસીઓની સાથે હું પણ ખૂબ જ વ્યથિત છું. આપણો એક હિસ્સો સળગી રહ્યો છે એ જોઈને હું તકલીફ અનુભવી રહ્યો છું.
રાષ્ટ્રપતિભવનના અધિકારીઓએ કહ્યું કે આગ લાગવાની ખબર પછી રાષ્ટ્રપતિએ દેશના લોકોને સંબોધન કરવાનો પૂર્વાયોજિત કાર્યક્રમ રદ કરી દીધો છે.
દેવળ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું કે આગ ચર્ચના પૂરા ભાગમાં લાગી હતી.
ઘટના સ્થળ પર હાજર પેરિસના મેયર એન હિડાલ્ગોએ કહ્યું કે આગ ખૂબ જ ભયાનક હતી. તેમણે લોકોને અપીલ કરી કે અગ્નિશમન ટુકડી દ્વારા બનાવવામાં આવેલા ઘેરાને પાર ન કરે અને નિયમોનું પાલન કરે.
અમેરિકન પ્રમુખે પણ આ અંગે ટ્ટીટ કરી ચર્ચને બચાવી લેવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે હૅલિકૉપ્ટર્સ થકી પાણી છાંટી આગને રોકવાની કોશિશ કરવામાં આવે.
તમે આ વાંચ્યું કે નહીં?
બે વિશ્વયુદ્ધોનું સાક્ષી ઐતિહાસિક ચર્ચ
આ ઇમારત દુનિયાના સૌથી પ્રાચીન કૅથેડ્રલ પૈકી એક છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે.
બીબીસી સંવાદદાતા હેનરી ઍસ્ટિર કહે છે કે આ ઇમારત ફ્રાંસની ઓળખ છે. ફ્રાંસની કોઈ પણ ઇમારત ફ્રાંસને એ રીતે રજૂ નથી કરતી જે રીતે નોટ્ર ડામ કૅથેડ્રલ કરે છે. જો પેરિસના એફિલ ટાવરને કોઈ ઇમારત ટક્કર આપતી હોય તો આ ચર્ચ છે. વિક્ટર હ્યૂગો રચિત દેશની મહાન સાહિત્યિક કૃતિનું નામ પણ એના પરથી ધ હંચબૈક ઑફ નૉટ્ર ડામને નૉટ ડ્રામ ધ પેરિસ તરીકે ઓળખવામાં આવે છે.
ફ્રાંસની ક્રાંતિ વખતે આ ઇમારતને ખૂબ નુકસાન થયું હતું. આ ઇમારત ક્રાંતિ અને બે વિશ્વયુદ્ધો જોઈ ચૂકી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો