દુનિયાનાં સૌથી આનંદિત દેશનું રહસ્ય આ છે

ફિનલૅન્ડમાં હસતાં લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોર્ડિક દેશો દુનિયાના સૌથી ખુશ દેશોમાં હંમેશાં ટોપ 5માં સ્થાન પ્રાપ્ત કરે છે

ફિનલૅન્ડ.. એક એવો દેશ કે સતત બીજા વર્ષે 156 દેશોમાંથી દુનિયાનો સૌથી ખુશ દેશ બન્યો છે. યુનાઇટેડ નૅશન્સે દુનિયાના સૌથી ખુશ દેશોની યાદી જાહેર કરી છે તેમાં ફિનલૅન્ડનું નામ સૌથી ઉપર છે.

આ યાદી જીવન, સામાજિક મદદ, ભ્રષ્ટાચાર, આવક, સ્વતંત્રતા અને ભરોસો તેમજ સ્વસ્થતાના આધારે બનાવવામાં આવે છે.

આ રિપોર્ટ જણાવે છે કે જુદા જુદા દેશો કેવી રીતે ખુશ રહે છે અને તેમને યાદીમાં કેવી રીતે સ્થાન મળે છે.

જોવા જઈએ તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ દુનિયાના સૌથી ખુશ 10 દેશોમાં નૉર્ડિક દેશોનો જ સમાવેશ થયો છે- ફિનલૅન્ડ, ડેનમાર્ક, નોર્વે, આઇસલૅન્ડ અને સ્વિડન.

ખુશ દેશોની યાદી જાહેર થઈ, તે તો જૂની વાત છે. પણ હવે જાણવા જેવી બાબત એ છે કે આ દેશો ખુશ રહે છે કેવી રીતે, અને તેનાથી પણ મોટો સવાલ કે શું આ દેશો ખરેખર ખુશ છે?

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

યાદીમાં ટોચનું સ્થાન

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લાં ઘણાં સમયથી નૉર્ડિક દેશો આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે.

અને તેનું કારણ છે ત્યાં લેવામાં આવતો ટૅક્સ. આ દેશોમાં ટૅક્સ વધારે છે એટલે આ દેશોમાં રહેતાં લોકોનાં જીવનની ગુણવત્તા ખૂબ સારી છે.

ઉદાહરણ તરીકે એક વ્યક્તિ અહીં તેમની આવકનો 51.5% ભાગ ટૅક્સમાં આપે છે.

આ પૈસા પછી સોસાયટીને સારી બનાવવામાં ખર્ચાય છે. આ સિવાય તે જ ટૅક્સમાંથી તેમને ફ્રી યુનિવર્સિટી શિક્ષણ, ફ્રી સ્વાસ્થ્ય સુવિધાઓ, પેરેન્ટલ લીવ (બાળકના જન્મ સમયે માતાપિતાને મળતી રજા) અને બેરોજગારી સમયે મળતાં ફાયદા જેવી સુવિધાઓ મળે છે.

આ દેશોમાં બાળકોનાં માતાપિતા માટે ખૂબ સારી જોગવાઈઓ છે, જેમાં મફત ડૅ કેરનો સમાવેશ થાય છે.

આ દેશો મહિલાઓની થતી પ્રગતિ મામલે પણ ગર્વ અનુભવે છે.

બાળકો સાથે વાસણ ધોતા પિતા

ઇમેજ સ્રોત, Getty Images

ફિનલૅન્ડ દુનિયાનો બીજો એવો દેશ હતો કે જેણે મહિલાને મત આપવાનો અધિકાર આપ્યો હતો અને પહેલો એવો દેશ પણ હતો કે જેણે મહિલાને રાજકીય અધિકારો આપ્યા હતા.

ફિનલૅન્ડમાં 41.5% સાંસદ મહિલા છે.

લાઇન
લાઇન

'હિગ્ગી'

હવે તમે કહેશો કે આ 'હિગ્ગી' શું છે. તો આ એક ડેનિશ શબ્દ છે જેનો મતલબ છે ગપશપ.

આ કૉન્સેપ્ટ સંબંધોનાં મહત્ત્વ અંગે છે. જેમાં કોઈ વસ્તુઓનો સમાવેશ થતો નથી.

ઉદાહરણ તરીકે શિયાળાની ઠંડી રાતમાં ગરમ સ્વેટર પહેરીને આગ પાસે બેસીને ચાની ચુસ્કી લગાવવી અને કોઈ સાથે વાતો કરવી. આ હિગ્ગીનો પરફેક્ટ આઇડીયા છે.

સોફા પર પુસ્તક વાંચતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

સ્વીડન, નોર્વે, અને ફિનલૅન્ડ પાસે અલગ અલગ પ્રકારની હિગ્ગીના આઇડિયા છે.

ફિનલૅન્ડમાં 'સૌનાસ' નામની પ્રથા છે, જેમાં લોકો એકબીજા સાથે મળીને વાતો કરે છે. જો કે તેમા કેટલાંક કડક નિયમ અને કાયદા પણ છે.

આ તરફ સ્વીડનમાં લોકો 'ફીકા' નામની પ્રથાનું અનુસરણ કરે છે. ફીકાનો મતલબ છે કૉફી. અને આ પ્રથાનું અનુસરણ કરવાનો મતલબ છે ફરજિયાતપણે એક કલાક સામાજિક પ્રવૃત્તિઓમાં વિતાવવો. જેમાં લોકો એકબીજા સાથે વાતચીત કરી શકે.

લાઇન
લાઇન

ખુશી વ્યક્ત કરવી

ખુશ મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાંક ફિનલૅન્ડનાં લોકો કહે છે કે જે વસ્તુઓથી દેશ ખુશ હોવાનું નક્કી થાય છે, તે ખરેખર વાસ્તવિક ખુશીમાં દેખાતા નથી. તે જીવનની ગુણવત્તામાં જોવા મળે છે.

તેમની દલીલ છે કે આ પરિબળો ખરેખર ખુશીની ભાવનાની નોંધ લેતા નથી, જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે.

નોર્થર્ન લાઇટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ગત વર્ષે નૉર્ડિક કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ અને કોપેનહેગનના હૅપ્પીનેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું હતું કે નૉર્ડિક દેશોની ખુશીઓના ટાપુ તરીકે જે ઓળખ છે તેના કારણે કેટલાક લોકો માટે મુશ્કેલી પણ ઊભી થઈ રહી છે, ખાસ કરીને યુવાનો માટે.

સંશોધકોએ 2012-2016ના આંકડા પર પણ નજર કરી કે જેનાથી ખુશીઓના સુપરપાવર ગણાતા દેશની વધુ સારી રીતે તસવીર ઊભી કરી શકાય.

તેમાં જાણવા મળ્યું કે 12.3% નૉર્ડિક વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે, કે જેમાં 13.5% લોકો યુવાનો હતા.

line

માનસિક સ્વાસ્થ્ય પણ એક પરિબળ

દુખી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

સંશોધકોનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્ય સારું જીવન મેળવવાના રસ્તામાં સૌથી મહત્ત્વપૂર્ણ અને મોટો અવરોધ છે.

રિપોર્ટના એક સંશોધક માઇકલ બિર્કજાએરનું કહેવું છે, "વધારે અને વધારે યુવાનો એકલતાનો સામનો કરી રહ્યાં છે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે."

"અમે લોકો જોઈ રહ્યાં છીએ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા અને એકલતા નૉર્ડિક દેશોમાં પહોંચી રહી છે."

"ડેનમાર્કમાં 18.3% લોકો કે જેમની ઉંમર 16થી 24 વર્ષની છે, તેઓ ખરાબ માનસિક સ્વાસ્થ્યથી પીડાઈ રહ્યાં છે. તેમાં મહિલાઓની સંખ્યા 23.8% છે."

રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે ફિનલૅન્ડ, જે ગત વર્ષની સાથે સાથે આ વર્ષે પણ દુનિયાનો સૌથી ખુશ દેશ બન્યો છે, ત્યાં 16થી 24 વર્ષની વય વચ્ચેના લોકોમાં આત્મહત્યા પણ લોકોનાં મૃત્યુ પાછળ ત્રીજુ સૌથી મોટું કારણ છે.

લાઇન
લાઇન

શું આ તેમનાં માટે ખૂબ ખરાબ છે?

આ આંકડા ચોંકાવે છે, પણ જ્યારે બીજા દેશો જેમ કે રશિયા અને ફ્રાન્સ જેવા દેશો સાથે તેમની સરખામણી કરવામાં આવે તો આ આંકડો ખૂબ નાનો છે.

ફિનલૅન્ડમાં જ્યાં 3.9% લોકોને પીડિત લોકોની યાદીમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે રશિયામાં આ આંકડો 26.9% છે અને ફ્રાન્સમાં આ આંકડો 17% છે.

એટલે આખી તસવીર જોઈએ તો ડેનમાર્ક, ફિનલૅન્ડ, આઇસલૅન્ડ, નોર્વે અને સ્વીડન સૌથી સુંદર દેશો જ છે કે જ્યાં ખુશખુશાલ લોકોનો વસવાટ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો