BBC Top News : મોઝામ્બિકમાં વાવાઝોડાં-વરસાદથી 1000થી વધુ મૃત્યુની આશંકા

મોઝામ્બિકમાં પૂરની તસવીર

ઇમેજ સ્રોત, AFP

મોઝામ્બિકમાં આવેલા વાવાઝોડાને કારણે એક હજાર લોકોનો મૃત્યુ થયાં હોવાની આશંકા છે.

આ વાતની આશંકા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસીએ વ્યક્ત કરી હતી.

ગત ગુરૂવારે 177 કિમી પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું અને ભારે વરસાદ પડ્યો હતો.

પરંતુ રાહત અને બચાવકર્મીઓ આ સપ્તાહે જ સૌથી વધુ અસરગ્રસ્ત બેરિયા શહેર સુધી પહોંચી શક્યા હતા.

પાડોશી રાષ્ટ્ર ઝિમ્બાબવેમાં 98 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 217 લોકો લાપત્તાં બન્યાં છે. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં વાવાઝોડાને કારણે કમ સે કમ 180 લોકોનાં મૃત્યુ થયાં છે.

line

'પૈસાવાળાના ચોકીદાર'

પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગંગા નદીમાં બોટયાત્રા શરૂ કરીને ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'ગઈકાલે મને એક ખેડૂત મળ્યા, તેમણે કહ્યું કે પૈસાવાળાઓ પાસે ચોકીદાર છે. ખેડૂતોએ ખેડૂતોના ચોકીદાર બનવું પડશે.'

ત્રણ દિવસની આ બોટયાત્રામાં પ્રિયંકા પ્રયાગરાજથી વારાણસીની સફર ખેડશે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના પ્રચાર અભિયાન 'ચોકીદાર ચોર હૈ'ની સામે ભાજપે 'મેં ભી ચોકીદાર'નું ચૂંટણી અભિયાન હાથ ધર્યું છે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન

અનિલ અંબાણીએ મોટાભાઈનો આભાર માન્યો

મુકેશ અને અનિલ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

સમયસર મદદ કરવા બદલ અનિલ અંબાણીએ તેમના મોટાભાઈ મુકેશ તથા ભાભી નીતાનો આભાર માન્યો છે.

અનિલ અંબાણીએ લખ્યું કે 'હું અને મારો પરિવાર તેમનો આભારી છે. ભૂતકાળને ભૂલીને આગળ વધ્યા છે તે બદલ હું અમે આભારી છીએ.'

અંગ્રેજી અખબાર ફાયનાન્સિયલ એકસ્પ્રેસ સાથે વાત કરતા ઍરિકસન કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે રૂ. 460 કરોડનો છેલ્લો હપ્તો મળી ગયો છે.

જો આજે (તા. 19 માર્ચ) સુધીમાં અનિલ અંબાણીએ ઍરિકસન કંપનીની બાકી નીકળતી રૂ. 550 કરોડની રકમ ચૂકવી ન હોત તો સુપ્રીમ કોર્ટના આદેશને પગલે તેમને ત્રણ માસની જેલ થઈ હોત.

line

અમેરિકામાં પૂર

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ભારે પૂરને કારણે અમેરિકાના પાંચ રાજ્યોમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે, અત્યારસુધીમાં ત્રણ લોકોનાં મૃત્યુ અને બે લોકોનાં ગુમ થવાના અહેવાલ છે.

વિખ્યામ મિસોરી નદી અનેકસ્થળોએ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

વિસકોનસિનના ગવર્નરના કહેવા પ્રમાણે, "ભારે ગરમી તથા છેલ્લા કેટલાક દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે તથા ગરમીને કારણે મોટા પ્રમાણમાં બરફ ઓગળવાને કારણે નદીઓનું જળસ્તર વધ્યું છે.

કેટલાક સ્થળોએ બરફને કારણે જળપ્રવાહમાં અવરોધ ઊભા થયા છે."

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો