You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Top News : કિમ જોંગ-ઉન વિયેતનામ જવા માટે ઉ. કોરિયાથી ટ્રેનમાં રવાના
ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ-ઉન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે ટ્રેનમાં હાનોઈ જવા માટે નીકળી ગયા છે.
તેઓ સ્થાનિક સમય મુજબ શનિવારે નવ વાગ્યે ચીનની બોર્ડર પર આવેલાં ડેનનડોંગ શહેરમા પહોંચ્યા હતા.
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઉત્તર કોરિયા વચ્ચેની બહુ ચર્ચાયેલી શિખર મંત્રણા બુધવાર અને ગુરુવારે વિયેતનામની રાજધાની ખાતે યોજાશે.
ગયા વર્ષે સિંગાપોરમાં થયેલી ઐતિહાસિક મંત્રણા પછીની આ બીજી મુલાકાત હશે, જેમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અટકાવવા પર કોઈ વાત થાય છે કે નહીં તેના પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે.
આ મુલાકાતના ભાગરુપે કિંમ જોંગ વિયેતનામની શુભેચ્છા મુલાકાત પણ લેશે.
શા માટે તેઓ ફરી મળી રહ્યા છે?
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રથમ મુલાકાત વખત કિમની રેલીમાં ટ્રમ્પે કહ્યું હતું:
"અમે એકબીજાના પ્રેમમાં પડી ગયા, તેમણે મને સુંદર પત્રો લખ્યા."
પ્રથમ મુલાકાતના આધાર પર હવે બીજી મુલાકાત થવા જઈ રહી છે, જેમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ટાળવા પર વાત થશે એવું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, શિખર મંત્રણા દરમિયાન ચર્ચા માટેના મુદ્દા હજૂ સુધી સ્પષ્ટ થયા નથી.
આ મુલાકાતોથી કોને શું ફાયદો થઈ રહ્યો છે, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ઉત્તર કોરિયાએ શસ્ત્રોના ઉત્પાદન કે મિસાઇલ બેઝ બંધ કરવાનું કોઈ ચોક્કસ વચન તો નથી આપ્યું છતાં દેશ માટે મહત્ત્વની ગણાતી રૉકેટ સાઇટ બંધ થવી એ એક હકારાત્મક પગલું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ મુલાકાતમાંથી શું અપેક્ષા?
આ વખતની મુલાકાતમાંથી બંને નેતાઓ કોઈ નોંધપાત્ર ગણી શકાય તેવા પગલાં લે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.
જાણકારો નજર રાખશે કે બંને પક્ષે કેટલું સમાધાન થાય છે.
અમેરિકાની માગ હતી કે ઉત્તર કોરિયાએ પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવું જોઈએ.
પરંતુ થોડાં દિવસ પહેલાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ટાળવાના નિર્ણય ઉપર આવવાની તેમને કોઈ જ ઉતાવળ નથી.
આ સાથે જ બીજા પક્ષે કોરિયન યુદ્ધને ઔપચારિક રીતે સમાપ્ત જાહેર કરવાની પણ જાહેરાત થઈ શકે છે. જેના માટે યોંગબ્યોનની ન્યુક્લિયર સાઇટ અને મિસાઇલ બેઝ બંધ કરવા જેવા પગલાં લેવા પડે.
સામે પક્ષે અમેરિકા પણ અમુક રાહતો આપે.
વેનેઝુએલાએ કોલંબિયા સાથે સંબંધ તોડ્યા
વિપક્ષી કાર્યકર્તાઓ દ્વારા સરકારી નાકાબંદી વચ્ચે લોકોને મદદ પહોંચાડવાથી વેનેઝુએલાની બોર્ડર પર આવેલાં ઘણા શહેરોમાં હિંસા શરૂ થઈ છે.
કોલંબિયાની પ્રવાસન એજન્સીનું કહેવું છે કે વેનેઝુએલા નેશનલ ગાર્ડના કેટલાક સૈનિકોએ પોતાની ચોકી છોડી દીધી છે.
જ્યારે બીજી તરફ કોલંબિયામાં કામ શોધવા માટે સીમા પાર કરવાની કોશિશ કરતા લોકો પર ટિયરગેસના સેલ છોડવામાં આવ્યાં હતાં.
શુક્રવારે બ્રાઝિલની સરહદ નજીક વેનેઝુએલા સુરક્ષા દળોના ગોળીબારમાં બે લોકોના મૃત્યુ થયા, જ્યારે શનિવારે લગભગ અન્ય બે લોકોનાં મૃત્યુ થયાનાં અહેવાલ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સ્વઘોષિત રાષ્ટ્રપતિ ખ્વાન ગ્વાઇદોએ શનિવારે કહ્યું હતું કે લાખો સ્વયંસેવકો લોકોની સહાય કરવામાં મદદ કરશે, તેમને ખોરાક અને દવાઓ પહોંચાડવામાં આવશે.
તેમણે ટ્વિટ કર્યુ હતું કે બ્રાઝિલના માર્ગે પહેલો કાફલો વેનેઝુએલા પહોંચશે.
સ્થાનિક માધ્યમોનો મત છે કે લોકો બૅરિકેડ પર ચડીને સીમા પાર કરવાની કોશિશ કરે છે. સામે વિપક્ષે તેમના પર ટિયરગેસ હુમલાની ટીકા કરી છે.
ગ્વાઇદોએ પોતાની ચોકી છોડનારા સૈનિકોનું સ્વાગત કરતા કહ્યું છે કે જે પણ તેમને સાથ આપશે તેમને માફ કરી દેવામાં આવશે.
પાબ્લો એસ્કોબારનું ઘર ધ્વસ્ત
એક સમયે કોલંબિયાના 'કોકેઇન કિંગ' તરીકે વિખ્યાત પાબ્લો એસ્કોબારનું મેન્ડેલિન ખાતેનું ઘર ધ્વસ્ત કરી દેવાયું છે.
આ સ્થળે એસ્કોબારના દમનનો ભોગ બનેલાં લોકોની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવશે.
શહેરની મધ્યમાં આવેલાં આ ઘરને 'નિયંત્રિત વિસ્ફોટ' દ્વારા ઉડાવી દેવાયું હતું.
જ્યારે ડ્રગ લોર્ડના ઘરને જમીનદોસ્ત કરાયું ત્યારે લગભગ 1,600 લોકો ત્યાં હાજર હતા, જેમાં તેના દમનનો ભોગ બનેલા કેટલાક પીડિત પણ હતા.
વર્ષ 1993માં પોલીસ સાથે અથડામણમાં એસ્કોબારનું મૃત્યુ થયું હતું.
શોષણની ફાઇલો નષ્ટ કરાઈ
જર્મનીના કાર્ડિનલ રેનીહાર્ડ માર્ક્સે ચર્ચમાં બાળકોનાં જાતીય શોષણ અંગે બોલતા કહ્યું હતું કે બાળકોનાં શોષણને લગતી ફાઇલોનો નાશ કરી દેવાયો હતો, જેથી શોષણ ચાલુ રહેવા પામ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં ફાઇલો તૈયાર જ નહોતી કરવામાં આવી.
કૅથલિક ચર્ચમાં બાળકોના શોષણ અને તેને ડામવામાં નિષ્ફળતા એ કૅથલિક ખ્રિસ્તીઓમાં લાંબા સમયથી ચર્ચાનો મુદ્દો છે.
ચાર દિવસીય શિખર પરિસંવાદમાં વિશ્વભરના 190 જેટલા બિશપ આ મુદ્દે ચર્ચા કર રહ્યા છે, જેમાં ત્રીજા દિવસે કાર્ડિનલ માર્ક્સે ઉપરોક્ત વાત કહી હતી.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો