You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં ડરનો માહોલ : 200 ભાગલાવાદીઓની અટકાયત, 20 હજારો જવાનોનું લૅન્ડિંગ
- લેેખક, રિયાઝ મઝરૂર
- પદ, બીબીસી ન્યૂઝ, શ્રીનગર
શનિવારે ભારત પ્રાશાસિત કાશ્મીરમાં પોલીસે 200 જેટલા ભાગલાવાદીઓ અને કર્મશીલોની અટકાયત કરી છે, જેના કારણે ડરનો માહોલ છે.
જમાત-એ-ઇસ્લામીના ચીફ હામીદ ફયાઝ અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના ચૅરમૅન યાસીન મલિકની પણ અટકાયત કરાઈ છે.
20 હજાર જેટલા અર્ધ લશ્કરી જવાનોના ઇમર્જન્સી લૅન્ડિંગ બાદ આ અટકાયતનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો હતો.
પુલવામા ઘટના બાદ થઈ રહેલી તપાસ વચ્ચે આ પગલાં લેવામાં આવ્યાં છે અને એ પિટિશનની પણ સુનાવણી થવાની છે જેમાં આર્ટિકલ 35એને ચૅલેન્જ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર અફવાઓ ચર્ચામાં છે કે બંધારણીય જોગવાઈ ખતમ કરાઈ રહી છે, જેના કારણે હિમાલયની ખીણમાં ચિંતાનો માહોલ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, પોલીસે આ અફવાઓને ખાળી કાઢતાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી ચૂંટણીને અનુલક્ષીને કરાઈ રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું, "ઉગ્રવાદીઓએ ચૂંટણી-વિરોધી પ્રચાર કરવાનું એલાન કર્યું હતું, જે અમે ચલાવી ન શકીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મોટાભાગનાં મતદાન મથકો સંવેદનશીલ ગણવામાં આવે છે અને દુર્ઘટના વગર ચૂંટણી સંપન્ન થાય એ માટે અમારે વધારે સૈન્યની જરૂર હતી."
"અમરનાત યાત્રા અને પંચાયતની ચૂંટણી પછી જે ટુકડીઓને પરત બોલાવી લેવાઈ હતી, તેને ફરીથી તહેનાત કરાઈ રહી છે."
"અફવા ફેલાવનાર સામે કડકાઈ દાખવવામાં આવશે."
પૂર્વ મુખ્ય મંત્રી મેહબુબા મુફ્તિ અને ભાજપના અલી સજાદ લોને ઉગ્રવાદીઓ પરનાં પગલાં અંગે પ્રશ્નો ઉઠવ્યા છે, આ પગલાંને તેઓ 'નિષ્ફળ મૉડલ' ગણાવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમર્થિત કેટલાક લોકોએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 અને 35-એને પડકાર્યા હતા.
બંધારણના આ આર્ટિકલના કારણે જમ્મુ-કાશ્મીર રાજ્યને 'વિશેષ રાજ્ય'નો દરજ્જો મળે છે. જે અંતર્ગત તેઓ પોતાના કાયદા બનાવી શકે છે અને જરૂર પડ્યે કેન્દ્ર સરકારની નીતિઓને નકારી પણ શકે છે.
ઉગ્રવાદી અને ભારત તરફી રાજકીય જૂથોને ભય છે કે જો આ ભલામણોનો ભંગ થશે તો 'દારુણ પરિણામો' આવશે.
મહેબુબા મુફ્તી કહી ચૂક્યા છે કે જો રાજ્યનો બંધારણીય દરજ્જો જતો રહેશે તો ત્રિરંગો પકડનાર અહીં કોઈ નહીં રહે.
કેન્દ્ર સરકારમાં શાસિત પક્ષ ભાજપે લોકસભાની 2014ની ચૂંટણીમાં મતદારોને વાયદો કર્યો હતો કે જો તેઓ ચૂંટણી જીતશે તો અયોધ્યામાં રામ મંદિર બનાવશે એટલું જ નહીં, આર્ટિકલ 35-એ અને 370 હટાવીને કાશ્મીરને સંપૂર્ણપણે ભારતમાં ભેળવી દેવામા આવશે.
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનનું કાર્યાલય સંભાળ્યું ત્યારબાદ આ બન્ને આર્ટિકલને ચૅલેન્જ કરતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે આ મુદ્દે સુનાવણી થશે અને ઉગ્રવાદીઓએ આ પગલાનો વિરોધ કરવા માટે હડતાળનું એલાન પણ આપ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો