એ દેશ જ્યાં 13 સમલૈંગિક યુગલોએ સરકાર સામે કેસ કર્યો

13 સમલૈંગિક યુગલોએ લગ્ન કરવાના અધિકારની માગણી સાથે જાપાન સરકાર પર કેસ દાખલ કર્યો છે.

તેઓ જાપાન સરકાર સામે પ્રતીકાત્મક નુકસાનનો માટે દાવો માંડી રહ્યાં છે, તેમની દલીલ છે કે સમલૈંગિક યુગલોનાં લગ્ન પર પ્રતિબંધના લીધે તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

આ દાવા સામે જો અદાલતો સંમત થાશે તો એનો અર્થ એ થશે કે ભવિષ્યમાં સમલૈંગિક લગ્નોને જાપાનીઝ સરકારે માન્યતા આપવી પડશે.

જાપાન એ એક માત્ર G7 દેશ છે જે ગે લગ્નોને પરવાનગી નથી આપતો, પરંતુ સર્વે સૂચવે છે કે આ કેસને મજબૂત સમર્થન છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'એક અત્યંત રૂઢિચુસ્ત સમાજ'

આ 13 યુગલોએ વૅલેન્ટાઇન્સ ડેના રોજ જાપાનના અલગઅલગ શહેરોમાં કેસ ફાઈલ કર્યા છે.

જાપાનના 40 વર્ષીય એઈ નાકાજીમા અને 31 વર્ષીય જર્મન ટીના બૌમન્ન તેમાંના એક છે.

આ બંને 2011માં જ્યારે બર્લિનમાં મળ્યા ત્યારથી સાથે છે.

જર્મનીમાં થોડાં વર્ષ રહ્યા બાદ, તેઓ જાપાનમાં સ્થાયી થયા.

પરંતુ બંને દેશોમાં સમલૈંગિક યુગલ તરીકે જીવવું સાવ જુદું હતું.

નાકાજીમાએ બીબીસીને જણાવ્યું, "જાપાનનો સમાજ સ્વભાવે ખૂબ રૂઢિચુસ્ત છે."

તેમના ઘણા મિત્રો તેમની જાતને સમલૈંગિક તરીકે જાહેર કરવાની હિંમત નથી કરતા અને તેમના સાથીને પરિવારથી અને મિત્રો સુદ્ધાંથી છુપાવે છે.

આપને આ પણ વાંચવું ગમશે

જાપાન ઘણો સાંસ્કૃતિક દેશ હોવા છતાં, સર્વે સૂચવે છે કે યુવા જાપાનીઓની બહોળી બહુમતિ સમલૈંગિક લગ્નોને સપોર્ટ કરે છે.

2015થી, કેટલાંક શહેરોએ સમલૈંગિક યુગલોને પ્રમાણપત્રો આપ્યાં છે, પરંતુ તેઓ કાયદેસર બંધાતા નથી અને ફક્ત કહેવાતી સમાન વર્તણુકની વાત કરે છે.

નાકાજીમા કહે છે, "એટલે જ્યાં યુવા લોકોમાં એક તરફ ગે લગ્નોની બાબતે બહોળો પ્રતિસાદ છે, રાજકીય નેતાઓ જુનવાણી રહેવાનું પસંદ કરે છે અને તેઓ વસ્તુઓમાં બદલાવની વાત આવે ત્યારે ઘણાં ખચકાય છે."

13 યુગલો જાણે છે કે તેમના કોર્ટ કેસો તેમના સંઘર્ષ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે, અને તેમને ખરેખર આશા છે-એ તેઓ સફળ થાય.

નાકાજીમા કહે છે, "અમે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવા તૈયાર છીએ."

"જો અમારે એ રસ્તો લેવો પડશે તો, તેમાં પાંચ વર્ષથી વધુ સમય લાગી શકે તેમ છે.

જર્મન લગ્નનો અસ્વીકાર

નાકાજીમા અને બૌમન્ન જર્મનીમાં લગ્નથી જોડાયા હતાં, અને એ પછી તરત જ તેઓએ અત્યારે જ્યાં રહે છે ત્યાં યોકોહોમામાં તેમના લગ્નને માન્યતા આપવા માટે અરજી કરી હતી.

ધારણા મુજબ જ જર્મન લગ્નને માન્યતા પ્રાપ્ત ના થઈ.

તેઓ બંને માટે, આને લીધે સમસ્યાઓ સર્જાય છે- બૌમન્ન હાલ અભ્યાસ કરે છે, પરંતુ એક વાર જ્યારે તે સ્નાતક થઈ જશે પછી તેણે દેશમાં રહેવાની પરવાનગી માટે નવા વિઝાની જરૂર પડશે.

વિજાતીય પરિણીત યુગલોના કેસમાં માટે આવા વિઝા બહુ આસાનીથી તેમના સાથીને આપી દેવાય છે- પરંતુ તેવું જ સમલૈંગિક યુગલો માટે નથી.

આપને આ પણ વાંચવું ગમશે

અને આ સમસ્યા આટલે જ અટકી નથી જતી, બંને મહિલાઓ સમજાવે છે.

"જર્મનીમાં એ સહેલું નથી કે તમને જે રીતે જીવવાનું પસંદ પડે એ મુજબ તમે જાહેર કરો અને જીવી શકો," બૌમન્ન કહે છે.

"જાપાનમાં આમ તો, જેન્ડરની ભૂમિકાઓ ખુબ પરંપરાગત છે અને મહિલાઓ માટે લગ્ન કરીને બાળકો પેદા કરવા અપેક્ષિત છે. ઘણાં કિસ્સાઓમાં, એ તો હજુ અપેક્ષા રખાય છે કે મહિલાઓ માતા બની જાય પછી કામ કરવાનું બંધ કરી દે."

બીક

તેમનાં ઘણાં મિત્રો નાત બહાર થઈ જવાના ડરથી, તેમના પરિવાર સાથે ખુલીને વાત કરવાની હિંમત નથી કરતા.

"આ લગભગ એના જેવું છે કે તમે પ્રતિબંધિત છો," નાકાજીમા કહે છે. "અને આને લીધે તમારા જીવનના ઘણાં પાસાઓ ઉપર અસર પડે છે. દાખલા તરીકે જો તમે સમલૈંગિક યુગલ તરીકે ઘર ભાડે લેવા જાઓ, તો તમારો એ કારણસર અસ્વીકાર થઈ શકે છે. અથવા તમે એક યુગલ તરીકે સાથે મિલકત ખરીદવા લોન લેવા ઇચ્છો તો ના લઈ શકો."

"ખરેખર તમામ પરિસ્થિતિમાં અમારે આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે," તેણી કહે છે.

"અમને પબ્લિક તરફથી એવી ઘણી ટીકાઓ મળી છે કે અમારે અહીં જાપાનમાં સમસ્યાઓ ઉભી કરવાને બદલે પાછા જર્મની જતા રહેવું જોઈએ."

છતાં અંતે, તેઓએ નક્કી કર્યું કે પોતે જે માને છે તે માટે અવાજ ઉઠાવવો એ વધુ અગત્યનું છે.

મજલ લાંબી છે પરંતુ આશા છે

જાપાનનું બંધારણ કહે છે કે, "લગ્ન ફક્ત બંને લૈંગિક વ્યક્તિઓની પરસ્પર સહમતી હોય તો જ થશે" અને સત્તાધીશોએ હંમેશા એનો અર્થ એવો કાઢ્યો છે કે સમલૈંગિક યુગલોને લગ્નની પરવાનગી નથી.

પરંતુ 13 યુગલો માટેના વકીલોની દલીલ છે કે બંધારણમાં આ વ્યાખ્યા જબરદસ્તીથી કરવામાં આવતા લગ્નોને અટકાવવા માટે કરવામાં આવી છે, અને એનો અર્થ ગે લગ્નોને પ્રતિબંધિત કરવાનો નથી.

મંગળવારની કાયદાકીય કાર્યવાહી ફક્ત આ લાંબી પ્રક્રિયાની શરૂઆતનું પ્રથમ પગલું હશે, પરંતુ કર્મશીલોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ જાપાનમાં સમલૈંગિક યુગલોના લગ્નના અધિકાર માટે લાંબા સમય સુધી લડવા માટે તૈયાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો