You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાચા પ્રેમને પામવા જેકી ચૅનની દીકરીએ કેનેડિયન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યું
ફિલ્મ સ્ટાર જેકી ચૅનનાં દીકરી એટ્ટા એનજીએ જાહેરાત કરી છે કે તેમણે પોતાનાં 31 વર્ષનાં કેનેડિયન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં છે.
નવ પરણિત કપલે પોતાના લગ્નનું સર્ટિફિકેટ દર્શાવતી તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
ફિલ્મ સ્ટાર જેકી ચૅનનાં 19 વર્ષનાં દીકરી એટ્ટા એનજીએ સોશિયલ મીડિયા પર્સનાલિટી એન્ડી ઑટમ સાથે 8મી નવેમ્બરે લગ્ન કર્યાં હતાં.
મીડિયા અહેવાલો મુજબ, યુગલે તેમના લગ્નની નોંધણી કેનેડામાં કરાવી હતી અને હાલમાં બંને જણા એનજીના વતન હોંગકોંગમાં છે.
ચીનના ઇન્ટરનેટ સહિત ઑનલાઇન માધ્યમોમાં આ લગ્નની ખૂબ ચર્ચાઓ થઈ હતી.
માર્શલ આર્ટ સ્ટાર જેકી ચૅનના બ્યુટી ક્વિન એલેન એનજી યી લી સાથે સંબંધો હતા. એનજી આ બંનેનું એક માત્ર સંતાન છે.
એનજીનો ઉછેર તેમનાં માતા પાસે થયો હતો તેમ છતાં સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ માતાપુત્રીના સંબંધો તણાવભર્યા હતા.
એટ્ટા એનજીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને લખ્યું હતું, "આપણે સૌ દુખી થઈએ છીએ પરંતુ જો તમે પ્રેમનું સ્વપ્ન જોઈ શકો તો સાચા પ્રેમને પામી પણ શકો છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પ્રેમ માયાળુ છે. પ્રેમ પક્ષપાત નથી કરતો. પ્રેમ શક્તિ અને નબળાઈ બંને છે. પ્રેમ પરિવર્તન લાવી શકે છે. પ્રેમનો વિજય!"
અહેવાલો મુજબ, એનજી અને ઑટમના પ્રેમ સંબંધોની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી.
ત્યારબાદ એનજી કેનેડામાં સ્થાયી થઈ ગયાં હતાં.
એપ્રિલમાં બંને યુગલે યૂ ટ્યુબના માધ્યમથી મદદની અપીલ કરી હતી.
તેમનો દાવો હતો કે સમલૈંગિકતાથી ગભરાતાં માતાપિતાના કારણે બંને એક મહિનાથી ઘર વિહોણાં થઈ ગયાં છે.
આ વિવાદ બાદ એનજીના માતાએ એશિયાની એક ન્યૂઝ વેબસાઈટ કોકોનટ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એનજી અને તેના પાર્ટનરે જેકી ચૅનની પ્રસિદ્ધીનો ફાયદો ઉઠાવીને નાણાં મેળવવાના સ્થાને કામ શોધવું જોઈએ.
ગે સ્ટાર ન્યૂઝના અહેવાલ મુજબ, જેકી ચૅને જણાવ્યું હતું કે તેમને દીકરી સમલૈંગિક હોવાની તેમને કોઈ સમસ્યા નથી.
મીડિયાના અહેવાલો મુજબ, જેકી ચૅને સ્પષ્ટતા કરી હતી કે દીકરી સાથે તેમને ક્યારેય સંબંધો નહોતા.
વર્ષ 2015માં જેકી ચૅનના દીકરા જોયેસની ધરપકડ થઈ હતી અને તેમને 6 મહિનાની જેલની સજા થઈ હતી.
એ સમયે બીબીસી સાથેની વાતચીતમાં જેકી ચૅને જણાવ્યું હતું કે આ ઘટના બાદ તેમને શરમ અનુભવાતી હતી અને તેઓ આઘાતમાં પણ હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો