You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં હુમલો : પ્રિયંકા ગાંધીના પુલવામા હુમલા મામલે હસતાં વીડિયોનું સત્ય
- લેેખક, ફૅક્ટ-ચૅક ટીમ
- પદ, નવી દિલ્હી
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક સ્લો-મોશન વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે જેમાં લખ્યું છે 'પુલવામા હુમલા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં હસી રહેલાં પ્રિયંકા વાડ્રા.'
આ વીડિયોને શેર કરી રહેલા લોકોએ એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આવા મુદ્દાઓને લઈને પ્રિયંકા ગાંધી ગંભીર અને સંવેદનશીલ નથી.
અમને જાણવા મળ્યું કે ગુરુવારે સાંજે ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત કૉંગ્રેસ કાર્યાલય ખાતે થયેલી પ્રેસ કૉન્ફરન્સના આ વીડિયોને ધીમો કરી તેને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
પ્રિયંકા ગાંધીની પ્રેસ કૉન્ફરન્સનો ઑરિજનલ વીડિયો જોઈને એ સાબિત થઈ જશે કે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલો આ દાવો ખોટો છે.
ટ્વિટર પર @iAnkurSingh નામના એક યૂઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે.
તેમના આ ટ્વીટને વૉટ્સઍપ પર શેર કરવામાં આવી રહ્યું છે. તેમનો આ વીડિયો લગભગ 50 હજાર વખત જોવાઈ ચૂક્યો છે.
વાસ્તવિકતા શું છે?
ગુરુવારના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા ઉગ્રવાદી હુમલાના સમાચાર આવ્યાના લગભગ ચાર કલાક બાદ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું:
"જેવી તમને જાણ છે કે આ કૉન્ફરન્સ રાજકીય ચર્ચા માટે રાખવામાં આવી હતી. પરંતુ પુલવામામાં જે આતંકી હુમલો થયો છે, તેમાં આપણા સૈનિકો શહીદ થયા છે. એટલા માટે આ સમયે રાજકીય ચર્ચા કરવી યોગ્ય નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયંકા ગાંધીએ ઉમેર્યું, "અમને બધાને ખૂબ જ દુખ થયું છે. શહીદોના પરિવારજનો હિંમત જાળવી રાખે, અમે તેમની સાથે ખભેથી ખભા મળાવીને ઊભા છીએ."
ત્યારબાદ કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ બબ્બર સાથે પ્રિયંકા ગાંધીએ થોડીવાર મૌન રાખ્યું અને ચાર મિનિટમાં જ તેઓ પ્રેસ કૉન્ફરન્સમાંથી નીકળી ગયાં.
ઘણાં મીડિયા હાઉસે લખ્યું કે પ્રિયંકા ગાંધીએ પુલવામા હુમલા બાદ પોતાની પ્રેસ કૉન્ફરન્સ રદ કરી નાખી.
પરંતુ પુલવામા હુમલાને લઈને જ્યારે સમગ્ર દેશ શોકમાં ડૂબેલો છે ત્યાર અમુક સોશિયલ મીડિયા યૂઝર તેમાં રાજનીતિ શોધી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો