જ્યારે શાર્ક અને મરજીવા આવી ગયા એકબીજાની નજીક

તમે આ તસવીર જોઈ તે કોઈ વૉલપેપર નથી પરંતુ તે વાસ્તવિક તસવીર છે.

અમેરિકાના હવાઈ દ્વીપ પર ગ્રેટ વ્હાઇટ શાર્ક જોઈ ત્યારે મરજીવા હેરાન રહી ગયા હતા.

મરજીવાઓ એ આ ત્યારબાદ દરિયાની અંદર આ શાર્કની તસવીરો લીધી હતી.

ત્યાંથી પાછા ફર્યા બાદ એમણે આ ઘટના અને તસવીરો દુનિયા સમક્ષ રજૂ કરી.

અમુક મરજીવા તો શાર્કની ખૂબ નજીક જતા ગયા હતા અને એમણે શાર્કને સ્પર્શ પણ કર્યો હતો.

સૌથી મોટી શાર્ક જેને માનવામાં આવે છે તે આ ગ્રેટ વ્હાઇટ શાર્ક લગભગ 20 ફૂટ (6 મીટર) લાંબી અને તેનુ વજન અંદાજીત 2.5 ટન હતું.

માનવામાં આવી રહ્યુ છે કે તપાસકર્તાઓએ વીસ વર્ષ પહેલાં ડીપ બ્લૂ તરીકે ઓળખાનારી આ શાર્કને ટૅગ કરી હતી.

મતલબ તેના શરીર પર એક એવું ડિવાઇસ લગાવી દિધું હતું કે જેનાથી આ શાર્ક વિશેની બધી જ માહિતી ભેગી કરી શકાય.

જોકે, ઓહઆહૂના દક્ષિણ કિનારે એક સ્પર્મ વ્હેલ મરેલી પડી હતી, જેને ખાવા માટે જ આ ગ્રેટ વ્હાઇટ શાર્ક ત્યાં આવી હતી.

એક મરજીવા ઓશિયન રેમઝીએ કહ્યું કે એ લોકો ટાઇગર શાર્કનો વીડિયો બનાવી રહ્યા હતા.

આ ટાઇગર શાર્ક મૃત વ્હેલને ખાઈ રહી હતી. રેમઝી પ્રમાણે એ જ સમયે ત્યાં ગ્રેટ વ્હાઇટ શાર્ક આવી હતી.

એમણે કહ્યુ, 'ત્યાં થોડી ટાઇગર શાર્ક હતી, એ જ સમયે ગ્રેટ વ્હાઇટ શાર્ક આવી ગઈ."

"પછી બીજી શાર્ક ત્યાંથી જતી રહી. ગ્રેટ વ્હાઇટ શાર્ક અમારી હોડીમાં પોતાની પીઠ ખંજવાળવા લાગી."

"એ ખૂબ જ સુંદર અને કોમળ, વિશાળ શાર્ક હતી. એ અમારી બોટથી પોતાની પીઠ ખંજવાળી રહી હતી."

"સાંજ થતાં અમે બહાર નીકળ્યાં. ત્યારબાદ એ આખો દિવસ અમારી સાથે રહી."

રેમઝીએ જણાવ્યું કે એ શાર્કનું શરીર અતિશય મોટું જણાતું હતું અને કદાચ અ ગર્ભવતી હતી.

માનવામાં આવી રહ્યું છે કે ડીપ બ્લૂ શાર્કની ઊંમર 50 વર્ષ હતી અને તેનું ટ્વીટર એકાઉન્ટ પળ છે.

ગ્રેટ વ્હાઇટ શાર્ક ઠંડા પાણીમાં રહેવાનું પસંદ કરે છે, એટલા માટે ઓહઆહૂમાં એ ઓછી દેખાય છે.

રેમઝીનુ કહેવું છે કે ઉંમરમાં મોટી અને ગર્ભવતી વ્હાઇટ શાર્કની નજીક જવું એટલું ખતરનાક નથી, પરંતુ એ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ જ્યાં એ કશુંક ખાઈ રહી હોય.

સ્થાનિક હોનોલુલુ સ્ટાર એડવર્ટાઇઝરની ખબર અનુસાર રેમઝીએ કહ્યું કે શાર્ક માણસો પર ત્યારે જ હુમલો કરે છે જ્યારે માણસો એને અજીબ લાગે અથવા ભૂલથી એમને તે પોતાનો ખોરાક સમજી લે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો