મહિલાઓએ ‘વેડિંગ રિંગ’ શા માટે ન પહેરવી જોઈએ

મીડિયા રણનીતિકાર માતીલ્ડ સુસેકન વેડિંગ રિંગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મીડિયા રણનીતિકાર માતીલ્ડ સુસેકન

મારાં લગ્ન બે વાર થયાં છે, છતાં મેં ક્યારેય સગાઈની વીંટી પહેરવાની ઇચ્છા રાખી નથી.

મારા મતે સગાઈની વીંટી નારીવાદનો વિરોધાભાષ છે. સગાઈ થયા બાદ વીંટી પહેરાવાની પ્રક્રિયા મહિલાઓની સ્વતંત્રતાની વિરુદ્ધ છે.

આ વીંટીનો અર્થ એ થાય છે કે તે મહિલા કોઈ અન્ય વ્યક્તિની અમાનત છે.

મીડિયા રણનીતિકાર માતીલ્ડ સુસેકને લગ્ન બાદ વીંટી પહેરવાની પ્રથા વિશે બીબીસી 100 વુમન સીરિઝમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

લાઇન
લાઇન

આંગળીમાં પહેરેલી વીંટી પરથી જુદી જુદી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.

મહિલાનો મોભો વીંટીના હીરાના આધારે પડે છે. હીરો જેટલો મોટો તેટલો મોભો વધારે.

હું અમેરિકામાં રહું છું તેથી અહીંના મારા તમામ મિત્રો મારા વિચારોથી સંમત નથી.

મારી મોટાભાગની બહેનપણીઓની આંગળીઓમાં વીંટી છે.

કેટલીક બહેનપણીઓની વીંટી અન્ય કરતાં વધારે મોટી છે. જ્યારે અમે સોશિયલ મીડિયા પર મળીએ છીએ ત્યારે મારી બહેનપણીઓ મને વીંટી બતાવીને મારી મજાક ઉડાવે છે.

ફક્ત મારી પેઢીની મહિલાઓ જ મારાથી અસહમત છે તેવું નથી. મારી દીકરી પણ મારી મજાક ઉડાવે છે.

line

નાટકીય પ્રસ્તાવ

મીડિયા રણનીતિકાર માતીલ્ડ સુસેકન વેડિંગ રિંગ

ઇમેજ સ્રોત, MATILDE SUESCÚN

મારી દીકરીનું સપનું પણ સગાઈની વીંટી પહેરવાનું છે, જેને તે ગર્વથી બીજા સામે દર્શાવી શકે.

હું તેને સમજવાનો પ્રયાસ કરું છું. કારણ કે મને ખબર છે, કે તેની માન્યતા એ પરંપરાનો ભાગ છે જેમાં તેનો જન્મ થયો છે.

જોકે, હું તેના વિચારોથી સંપૂર્ણપણે અસહમત પણ નથી.

હકીકતે મને મને લગ્નનો પ્રસ્તાવ કરવાની પ્રક્રિયા વિચિત્ર લાગે છે.

ગોઠણ પર બેસીને એક વ્યક્તિ એક મહિલાને લગ્નનો પ્રસ્તાવ આપે મને તે યોગ્ય લાગતું નથી.

આ સમગ્ર પ્રક્રિયામાં મહિલાઓની ઔપચારિક ભૂમિકા હોય છે. મહિલાને કૅમેરાની સામે અથવા તો સ્ટેજ પરથી પૂછવામાં આવે છે.

આ પ્રક્રિયા મહિલાને નબળી બનાવે છે. મારા મતે આ મૂર્ખાઈ છે.

લગ્ન એ ફક્ત રૉમાન્સ નથી. લગ્ન બે વ્યક્તિ વચ્ચેનો કરાર છે, જેનું આર્થિક અને કાયદાકીય પરિણામ આવે છે.

જો મારા પૂર્વ પતિએ મને આ પ્રકારનો પ્રસ્તાવ આપ્યો હોત તો હું તેમના પર હસતી.

જોકે, આવી રીતે નાટકીય રીતે લગ્ન કરવાનો પ્રસ્તાવ ન આપવો તેવો નિર્ણય અમે બંનેએ સંમતિથી લીધો હતો.

લાઇન
લાઇન

મહિલાઓ પણ ચોક્સપણે આગળ વધીને લગ્નનો પ્રસ્તાવ મૂકી શકે છે. જોકે, ભાગ્યે જ આવું થાય છે, જ્યાં મહિલાએ સામેથી આ પ્રકારે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હોય.

આપણો સમાજ અને મીડિયા છોકરીઓને નાનપણથી જ પુરૂષોનાં સપનાં દેખાડે છે, જે ચિંતાનો વિષય છે.

બિયૉન્સના શબ્દોમાં "એમને વીંટી પહેરાવી દો." છોકરીઓ મોટી થાય ત્યાં સુધી આ જ સપનાં જુવે છે કે લગ્ન તેમની તમામ સમસ્યાનું સમાધાન છે.

મારા મતે છોકરીઓને લગ્નનાં સપનાં બતાવવાની જગ્યાએ સ્વતંત્ર વિચારો રાખવા, સારું શિક્ષણ મેળવવા અને તેમની ખુશીઓ મેળવવાની પ્રેરણા આપવી જોઈએ.

જ્યારે મેં આ જ વાત મારા વતન કૉલંબિયાના અખબાર અલ ટિમ્પોમાં એક બ્લૉગ સ્વરૂપે લખી હતી ત્યારે મને કટ્ટર નારીવાદી ગણાવવામાં આવી હતી.

મારા પર આક્ષેપ થયો કે હું બે વ્યક્તિના સંબંધોમાં સ્નેહ સમાપ્ત કરવા માંગુ છું.

પરંતુ આ હકીકત નથી હું ખૂબ જ રૉમૅન્ટિક છું. મને એવા 'વીર રાજકુમાર'ની રાહ જોવી પસંદ નથી જે મારા જીવનમાં એક વીંટી લઈને આવે.

મારા માટે રૉમૅન્સ એટલે, હું આ ઉંમરે જો કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરું તો તે સ્પષ્ટપણે સામેવાળી વ્યક્તિ માટે પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક હશે.

line

બીબીસી 100 વુમન શું છે?

મીડિયા રણનીતિકાર માતીલ્ડ સુસેકન વેડિંગ રિંગ

બીબીસી 100 વુમન દર વર્ષે વિશ્વનાં 100 પ્રભાવશાળી અને પ્રેરણાદાયક મહિલાઓ વિશે જાણકારી આપે છે.

અમે તેમનાં જીવનની વિશેષતાઓની પ્રસ્તુતી કરીએ છીએ અને મહિલાઓ પર કેન્દ્રીત કહાણીઓ પર ભાર આપીએ છીએ.

'ફ્રીડમ ટ્રૅશ કૅન' આ વર્ષે અમારી એક યોજના છે.

વર્ષ 1986માં નારીવાદના સમર્થનમાં વિરોધ પ્રદર્શનોએ મહિલાઓને તેમનું શોષણ કરતી સામગ્રીઓ કચરા પેટીમાં ફેંકવા પ્રેરણા આપી હતી.

જેથી અમે અમારા વાંચકોને પૂછીશું કે જે પ્રકારે મહિલાઓને લગભગ ફેંકી દેવામાં આવતા હતાં તેવી રીતે મહિલાઓ આજે શું ફેંકવાનું પસંદ કરશે?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો