એ ભારતીય મહિલા જે રસોઈના કારણે ન્યૂ યૉર્કમાં ફેમસ થઈ ગયાં

- લેેખક, બર્નાડેટ યંગ, જિયાંગ્શિન જિન
- પદ, બીબીસી કૅપિટલ
66 વર્ષનાં યામિની જોશી ન્યૂ યૉર્ક સિટીના ક્વીન્સમાં પોતાના ઘરના રસોડામાં રસોઈ બનાવી રહ્યાં છે.
તેમની આસપાસ ઘણા લોકો ઊભા છે જે તેમને ઝીણવટપૂર્વક કામ કરતા જોઈ રહ્યા છે.
ઘણી જાતની તપેલીઓમાં શાકભાજી બનાવી રહેલાં યામિની કહે છે, "એવું લાગે છે કે હું દુનિયાની બહાર છું. હું અન્ય કોઈ ચીજ વિશે વિચારતી નથી."
"હું જેવા સ્વાદ માટે પ્રયત્ન કરું છું, 100 ટકા એ જ સ્વાદ આવે છે."
યામિની અમેરિકામાં ભારતીય મૂળનાં પ્રવાસી છે. તેઓ મુંબઈના છે અને ન્યૂ યૉર્ક સિટીમાં રહે છે.
તેઓ કુકિંગ ઇન્સ્ટ્રકટર છે જે રસોઈ બનાવવાનું શીખવા માગતા યુવાઓને પોતાના રસોડામાં તાલીમ આપે છે.
યામિની ન્યૂ યૉર્કના મુખ્ય બિઝનેસ સેન્ટર મેનહટ્ટનમાં એક જ્વેલરી શોપમાં કામ કરે છે.
સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ દરમિયાન તેઓ પોતાના વિદ્યાર્થીઓના એક જૂથને રસોઈ કરતા શીખવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તાલીમ આપવાથી તેમને કમાણી પણ થાય છે, જેનાથી તેમને ન્યૂ યૉર્ક સિટીમાં પોતાનો નિર્વાહ ખર્ચ ચલાવવામાં મદદ મળે છે.
તેઓ કહે છે, "હું એક જ્વેલરી કંપનીમાં કામ કરું છું. ત્યાંથી હું જે કમાઉ છું, તે મારા માટે પૂરતું નથી."
"રસોઈ બનાવવી એ મારો શોખ છે. આનાથી મારી આવકમાં સારો એવો ટેકો મળી જાય છે."
યામિનીના કુકિંગ ક્લાસીસમાં કેટલાક પરિવાર પણ સામેલ થાય છે, પરંતુ તેમના વિદ્યાર્થીઓમાં મોટાભાગે મિલેનિયલ્સ છે જેઓ ઘરમાં રસોઈ બનાવવાનું નથી શીખ્યા.
હવે અસલ સ્વાદની ચાહત તેમને રસોડા સુધી ખેંચી લાવી છે.

અસલી ભારતીય સ્વાદ

તેઓ પોતાના વિદ્યાર્થીઓને શુદ્ધ ભારતીય વ્યંજનો બનાવવાનું શીખવે છે, જે તેઓ પોતાના પરિવારમાંથી શીખ્યાં હતાં.
યામિની લીગ ઑફ કિચન્સ સાથે જોડાયેલાં પ્રશિક્ષક છે. આ સંગઠને ન્યૂ યૉર્ક સિટી અને લોસ એન્જેલસમાં રહેતા પ્રવાસીઓને કામ ઉપર રાખ્યા છે.
વિશ્વસનીય સ્વાદ રાંધવાનું શીખવવું એ તેમનું કાર્ય છે.
આ પ્રશિક્ષક પરંપરાગત પારિવારિક ભોજન દ્વારા પોતાની સાસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. રસોઈ બનાવવાની તાલીમ તેઓ પોતાના નિવાસસ્થાને આપે છે.
યામિની જોશીની જેમ મોટાભાગના ઇન્સ્ટ્રક્ટર પ્રવાસીઓની કૉલોની અથવા પૉકેટમાં રહે છે, જ્યાં બહારના લોકોની અવર-જવર રહેતી હોય છે.
યામિની કહે છે, "લોકો ભારતીય ભોજન પસંદ કરે છે. તમે ગમે ત્યાં જાઓ. ન્યૂ યૉર્ક સિટીમાં પણ એ બહુ જ લોકપ્રિય છે."
તેમના કુકિંગ ક્લાસીસમાં આવનારા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગનાને ભારતીય ભોજન વિશે જાણકારી હોય છે. પરંતુ તેમને એ ખબર નથી હોતી કે એમાં એ સ્વાદ ક્યાંથી આવે છે.
યામિની કહે છે, "હું તેમને મારી સાથે કામ કરાવું છું જેથી તેઓ આ બધું શીખી શકે."
ઘણા યુવા રસોઈ બનાવવાનું બિલકુલ નથી જાણતા. તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે એ શીખી પણ નથી શકતા.
યામિનીના રસોડામાં તેઓ નોટ્સ લખે છે. ઘણા લોકો રસોઈ બનાવવાની રીતોની વીડિયો અને તસવીરો પણ લે છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ઘરનું ભોજન

21મી સદીમાં જવાન થયેલી મિલેનિયલ્સની પેઢી નવા નવા અનુભવ લેવામાં રસ ધરાવે છે.
તેમના ખર્ચા પણ એ મુજબના જ હોય છે. તેમના ઘરનાં ઓવન રસોઈ કરવા કરતાં ભોજન મૂકવાના કામમાં આવે છે.
મિલેનિયલ્સની આ ટેવ પાછળ મજબૂત અર્થવ્યવસ્થા છે.
2016ના છેલ્લા ત્રિમાસિકમાં જ્યારે બ્રિટનમાં કન્ઝ્યુમરનો આત્મવિશ્વાસ ઊંચો હતો ત્યારે ખાણી-પીણી ઉપર થતો ખર્ચો પણ વધી ગયો હતો.
હાલમાં જ્યારે બ્રિટનમાં આર્થિક અસ્થિરતા આવી છે ત્યારે બહાર ખાનારા બ્રિટીશ ઉપભોક્તાઓની સંખ્યા ઘટી છે. એક દશકા પહેલા વૈશ્વિક આર્થિક મંદીની શરૂઆતમાં પણ આવી જ સ્થિતિ હતી.
હાર્વર્ડ બિઝનેસ રીવ્યૂ મુજબ અમેરિકામાં ફક્ત 10 ટકા ઉપભોક્તા ઘરમાં રસોઈ કરવાનું પસંદ કરે છે.
યૂએસ બ્યૂરો ઑફ લેબર સ્ટેટેસ્ટિકસ મુજબ 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો બહાર ખાવા-પીવામાં પોતાની આવકનો સાત ટકા જેટલો હિસ્સો ખર્ચે છે. જે અમેરિકાની કોઈ પણ અન્ય પેઢીથી વધુ છે.
રસોઈ બનાવવી અને બહારના ભોજન અથવા સીલબંધ ભોજન ઉપર નિર્ભરતા ઓછી કરવી એ પસંદગીથી વધુ પર્સ સાથે જોડાયેલો સવાલ છે.
કેટલાક વિશ્લેષકોનું અનુમાન છે કે નવી પેઢી રસોઈ બનાવવાનું ઓછું કરી દેશે.
ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક યૂબીએસ(UBS)એ જૂન 2018માં 'શું રસોઈ સમાપ્ત થઈ રહી છે' નામનો અહેવાલ તૈયાર કર્યો હતો.
યૂબીએસ(UBS)ના વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું છે કે ગ્લોબલ ઑન-લાઇન ફૂડ ઇન્ડસ્ટ્રી હાલના 35 અબજ ડૉલરથી વધીને 2030 સુધીમાં 365 અબજ ડૉલરની થઈ જશે.
જો ડિલીવરી ઍપ્સ રસોઈને સમાપ્ત કરવાના રસ્તે છે તો યામિની જોશી જેવાં દાદી અને નાની આને ખાતરીપૂર્વક મૃતપ્રાય બનતા બચાવવામાં જોતરાયેલાં છે.



પરિવારની સાથે ભોજન

તેઓ રસોઈ બનાવવાથી માંડીને ભોજન પીરસવા અને ટેબલ ઉપરની સજાવટ સુધીનું બધું જ શીખવે છે.
તેઓ પોતાના વિદ્યાર્થીઓને પણ તેમ કરવાનું કહે છે અને ભૂલ થાય તો ઠપકો પણ છે. પરંતુ તેમની એ રીત એકદમ મૈત્રીપૂર્ણ હોય છે.
તેમના વિદ્યાર્થી રસોઈ બનાવતી વખતે હસી-મજાક પણ કરે છે, જેનો તેમને ભાર નથી લાગતો. તેમના વિદ્યાર્થીઓમાં કેટલાક પુરુષ પણ સામેલ થાય છે.
યામિની પાસે રસોઈ બનાવવાની વિવિધ રીતો શીખવા માટે આવેલી કાઈ યિમ કહે છે, "બાળપણથી મેં કિચનમાં નૈનીને અમારા માટે રસોઈ બનાવતા જોવામાં ઘણો સમય વિતાવ્યો છે."
"મેં ખરેખર આજના ક્લાસમાં ખૂબ મજા કરી. અમે બહુ ઝડપથી પરસ્પર હળીમળી ગયાં."
યામિની પોતાના વિદ્યાર્થીઓને કહે છે, "તમારે પોતાના પરિવાર સાથે કોઈ એક રસોઈ બનાવવાની ચોક્કસ શીખવી જોઈએ."
"જેથી તમે જ્યાં પણ જાઓ પોતપોતાનું ભોજન રાંધી શકો અને પોતાની પસંદગીનો સ્વાદ માણી શકો."
તાલીમ પૂરી થયા બાદ પણ સહુ એક સાથે ભોજન લે છે. ટેબલ ઉપર એ જ ભોજન પીરસવામાં આવે છે, જે યામિની અને તેમના વિદ્યાર્થીઓએ મળીને બનાવ્યું હોય.
ભોજન પહેલા યામિની તેમને કહે છે કે આ ભોજન અમે સહુએ એક પરિવારની માફક તૈયાર કર્યું છે. આની મજા સાથે જમવામાં જ છે!
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












