You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍડિલેડ ટેસ્ટ : ઑસ્ટ્રેલિયાએ બીજા દિવસે સાત વિકેટના નુકસાને 191 રન નોંધાવ્યા
ઍડિલેડમાં રમાઈ રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ સાત વિકેટના નુકસાન પર 191 રન નોંધાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાએ રમતની શરૂઆત ધીમી કરી હતી અને તેમના ઓપનર ખેલાડી ફિંચ એક પણ રન નોંધાવ્યા વગર આઉટ થઈ ગયા હતા.
ઑસ્ટ્રેલિયા વતી સૌથી વધુ રન ટ્રૅવિસ હૅડે નોંધાવ્યા હતા. તેઓ દિવસના અંતે 61 રને અણનમ રહ્યા હતા.
ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિનની 3 અને જશપ્રીત બુમરાહ તથા ઇશાંત શર્માની 2-2 વિકેટની મદદથી ઑસ્ટ્રેલિયાની સાત વિકેટ પડી હતી.
આ પહેલાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લેતા પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 250 રન નોંધાવ્યા હતા.
ભારત વતી ચેતેશ્વર પુજારાએ 123 રન નોંધાવ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
પ્રથમ દિવસ
ઍડિલેડમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના છ ખેલાડીઓ જલદી આઉટ થઈ ચુક્યા હતા. 86 રનના સ્કૉર પર ભારતની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.
જોકે, બૅટ્સમૅન ચેતેશ્વર પૂજારા પીચ પર ટકી રહ્યા હતા. એક છેડો સાચવતા પુજારાએ 16મી સદી ફટકારી હતી.
ઑસ્ટ્રેલિયાની ધરતી પર પુજારા આ પ્રથમ સદી ફટકારી હતી જ્યારે ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધમાં આ તેમની ત્રીજી સદી છે.
મૅચની 84મી ઑવરમાં પુજારાએ 95 રનના સ્કૉરે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પાંચ હજાર રન પુરા કર્યા હતા.
ચેતેશ્વર પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ વતી 5,000 રન કરનારા 12માં ખેલાડી બન્યા છે.
પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યાં સુધીમાં પુજારા 123 રને આઉટ થયા હતા.
ટૉસ જીતીને ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે, ભારતની શરૂઆત સારી ના રહી અને ઑપનર લોકેશ રાહુલ માત્ર બે રન બનાવીને જ આઉટ થઈ ગયા.
ભારતે પ્રથમ મૅચની ટીમમાં અનુભવી બૅટ્સમૅન રોહિત શર્માને જગ્યા આપી છે.
ભારતે પ્રથમ બેટિંગ કરતા 250 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
25 ટૅસ્ટ રમી ચૂકેલા રોહિતે આ પહેલાં દક્ષિણ આફ્રિકામાં પહેલી જાન્યુઆરીએ છેલ્લી ટૅસ્ટ રમી હતી.
ભારતીય ટીમે અત્યાર સુધી ઑસ્ટ્રેલિયામાં ક્યારેય પણ ટેસ્ટ નથી જીતી, પણ આ વખતે વિરાટ કોહલીની ટીમને જીતની દાવેદાર માનવામાં આવી રહી છે.
'ભારત માટે તક'
કૅપ્ટન કોહલી પણ આ સિરીઝને એક તકના રૂપે જોઈ રહ્યા છે.
ટૉસ જીત્યા બાદ તેમણે કહ્યું, ''દરેક પ્રવાસ એક અવસર હોય છે. અહીં આવવું એક અલગ જ પડકાર છે. અમે કોઈ પણ વસ્તુને હળવાશથી નથી લઈ રહ્યા.''
ભારતે પોતાની ટીમના ત્રણ ફાસ્ટ બૉલર્સ ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામીને જગ્યા આપી છે. ટીમમાં એક માત્ર સ્પિનર આર.અશ્વિનનો સમાવેશ કરાયો છે.
ભારતની ટીમ : લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કૅપ્ટન), આજિંક્ય રહાણે, રોહિત શર્મા, ઋષભ પંત, આર. અશ્વિન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
ઑસ્ટ્રેલિયાની ટીમ : ઍરન ફિંચ, માર્ક્સ હૅરિસ, ઉસ્માન ખ્વાજા, શૉન માર્શ, પીટર હૅન્ડ્સકૉમ્બ, ટ્રૅવિસ હૅડ, ટિમ પૅન(કૅપ્ટન અને વિકેટકિપર), મિશૅલ સ્ટાર્ક, પૅટ કમિન્સ, નૉર્થન લાયન અને જૉશ હૅઝલવુડ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો