You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેરિસ હિંસક પ્રદર્શનો બાદ ફ્રાંસમાં આંતરિક કટોકટીની આશંકા
ફ્રાન્સમાં સરકાર વિરોધી પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રૉંએ આંતરિક સુરક્ષાની સમીક્ષા કરતી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કટોકટી લાદવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી.
જી-20થી પરત ફરીને મૈક્રૉં સીધા જ બેઠકમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ નિવાસ ધસી ગયા હતા, જેમાં વડા પ્રધાન, ગૃહપ્રધાન તથા સુરક્ષાદળોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ફ્રાન્સની રાજધાની પૅરિસમાં પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં 110 લોકો ઘાયલ થયા છે, જેમાં 23 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
તાજેતરની હિંસામાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનાને પગલે 400થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
ફ્રાંસમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યાં છે.
આગચંપી કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે અશ્રુવાયુ, સ્ટન ગ્રૅનેડ અને વૉટર કૅનનનો મારો ચલાવ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
ફ્રાન્સમાં ડીઝલના ભાવ છેલ્લા 12 મહિનામાં 23 ટકા વધી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈશ્વિક સ્તરે ઑઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ રહ્યો છે, પરંતુ ફ્રાન્સના મામલે કિંમતો વધ્યા બાદ ઘટી નથી.
આવું થવાનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ ઇમૅનુએલ મૈક્રૉંની સરકારે હાઇડ્રોકાર્બન ટૅક્સ વધારી દીધો છે.
ફ્રાન્સમાં આ પૂર્વે પણ આવું વિરોધ પ્રદર્શનો થઈ ચૂક્યાં છે. 17 નવેમ્બરના રોજ થયેલાં દેશવ્યાપી પ્રદર્શનો દરમિયાન લગભગ ત્રણ લાખ લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા.
ત્યાર બાદ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ મૈક્રૉંની આર્થિક નીતિઓની ટીકા વધવા લાગી અને વિરોધ પ્રદર્શન વધુ વકરવાં લાગ્યાં.
અગાઉ રાષ્ટ્રપતિ મૈક્રૉંએ હિંસા કરનારાઓ માટે કહ્યું હતું, હિંસક દેખાવકારોને 'શરમ' આવવી જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો