You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1,400 કિલોનો એ બળદ જેણે આખી દુનિયામાં ધૂમ મચાવી
જે રીતે આખી દુનિયામાં સામાન્ય કરતાં ઊંચા કદના માણસોને આશ્ચર્ય સાથે જોવામાં આવે છે.
બિલકુલ એ જ રીતે, પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં હજારો પશુઓના ઝુંડમાં ઊભેલા આ બળદને દૂરથી જ જોઈ શકાય છે અને એને જોઈને આશ્ચર્યચકિત થયા વગર પણ ન રહી શકાય.
આ બળદનું નામ નીકર્સ છે. આ એક 'સ્ટીયર' છે. સ્ટીયર્સ નપુંસક બનાવાયેલા નર બળદો હોય છે.
આ બળદનું વજન લગભગ 1400 કિલો છે અને ઊંચાઈ 6.4 ફૂટ છે.
એવું માનવામાં આવે છે કે આ સ્ટીયર ઢોરોનું મોટું પ્રમાણ ધરાવતા ઑસ્ટ્રેલિયાનો સૌથી ઊંચો બળદ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આશ્ચર્યની વાત એ છે કે એની આ જ દેહાકૃતિ એને મોતથી બચાવનારી સાબિત થઈ.
હકીકતમાં જ્યારે આ બળદના માલિક જ્યોફ પિયર્સને ગયા મહિને એની હરાજીનો પ્રયત્ન કર્યો તો કતલખાનાવાળાઓએ કહ્યું કે તેઓ તેને સંભાળી નહીં શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રીતે આ બળદ કતલખાનામાં જતા બચી ગયો.
એ હવે પશ્ચિમ ઑસ્ટ્રેલીયામાં પર્થથી 136 કિલોમીટર દક્ષિણમાં સ્થિત લેક પ્રીસ્ટન ફીડલૉટમાં પોતાનું બાકીનું જીવન વિતાવશે.
નિકર્સ ફિરિજિયન નસલનો છે
પીયર્સન કહે છે, "નિકર્સ (બળદનું નામ)નો જીવ બચી ગયો છે."
જ્યારથી ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટરે આ મોટા બળદના સમાચાર પ્રસારિત કર્યા છે તેમને પત્રકારોના ઘણા ફોન આવી રહ્યા છે.
હૉલ્સટીન ફિરિજિયન નસલનો આ બળદ પોતાની પ્રજાતિના બળદોની સરેરાશ ઊંચાઈથી મોટો છે.
એને કોચ (અન્ય પશુઓની આગળ ચાલનાર) તરીકે ખરીદવામાં આવ્યો હતો. ત્યારે તેની ઉંમર ફક્ત 12 મહિનાની હતી.
પિયર્સન જણાવે છે કે જ્યારે એ તેને ખરીદવા ગયા ત્યારે તે અન્ય સ્ટીયર્સની તુલનામાં થોડો મોટો દેખાતો હતો.
તેમણે એ પણ જણાવ્યું કે એમનામાંથી કેટલાંક સ્ટીયર્સને એ જ ઉંમરમાં કતલખાને મોકલવામાં આવી રહ્યા હતા.
તેમણે કહ્યું, "અમે જોયું કે તે અન્ય સ્ટીયર્સથી મોટો છે અને કોઈને ઈજા નથી પહોંચાડી રહ્યો તો વિચાર્યું કે એને પણ રહેવા દેવામાં આવે."
પરંતુ કેટલાંક દિવસો પછી તેમણે એવું નોંધ્યું કે એનું વધવાનું અટકી નથી રહ્યું, પરંતુ હવે વેચવા માટે પણ એ ઘણો મોટો છે.
લગભગ 20,000 પશુઓના માલિક પિયર્સન કહે છે કે નિકર્સની પાસે હવે જિંદગીનાં થોડાક જ વર્ષ બચ્યાં છે.
તેઓ કહે છે, "અન્ય પશુઓની વચ્ચે નિકર્સ હીટ છે. તેની પાછળ-પાછળ અન્ય પશુઓ સેંકડોની સંખ્યામાં વાડાની આસપાસ ચાલે છે."
"કેટલાંક પશુઓ ભૂરા રંગના વાગ્યૂ (જાપાની) પ્રજાતિના છે. તેમની વચ્ચે કાળા અને સફેદમાં નિકર્સ સાવ અલગ દેખાય છે."
નિકર્સ નામ કેવી રીતે રખાયું?
પિયર્સન કહે છે, "જ્યારે તે નાનો હતો અને અમે એને લઈને આવ્યા ત્યારે તેની દોસ્તી અમારી પાસે રહેતા એક બ્રાહ્મણ સ્ટીયર (ઝેબુ પ્રજાતિના સ્ટીયર) સાથે થઈ હતી."
"એ સ્ટીયર્સનું નામ અમે બ્રા રાખ્યું હતું. એટલે અમે આને નિકર્સ નામ આપી દીધું. અમારી પાસે બ્રા અને નિકર્સ બંને થઈ ગયાં."
તેમણે કહ્યું, "અમે ક્યારેય નહોતું વિચાર્યું કે નિકર્સ એક દિવસ આટલો મોટો થઈ જશે."
રેકોર્ડ બુક અનુસાર દુનિયાનો સૌથી મોટો જીવંત સ્ટીયર ઈટાલીનો બૈલિનો છે. 2010માં આની ઊંચાઈ 2.027 મીટર (6.65 ફૂટ) માપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો