You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચિમ્પાન્ઝી પાસેથી નેતાઓએ શિખવા લાયક પાંચ વાતો
'રાજનીતિ' વિશે આપણા મનમાં એવી છબી હોય છે કે, આ એક એવું ક્ષેત્ર છે જેમાં રહેલા લોકો સમય જોઈને મિત્રને દુશ્મન અને દુશ્મનને મિત્રમાં તબદીલ કરી દે છે. એવા લોકો જેઓ સત્તા માટે તમામ પ્રકારની સમજૂતીઓ કરી શકે છે અને વ્યક્તિ તથા ઘટનાઓને પોતાના લાભ અનુસાર ઉપયોગમાં લેવામાં માહેર હોય છે.
એક સંશોધન અનુસાર સત્તા મામલે આવું વલણ ચિમ્પાન્ઝીના સમુદાયમાં પણ જોવા મળે છે.
ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર જેમ્સ ટિલો સંશોધન કરી રહ્યા છે કે ચિમ્પાન્ઝીના સમૂહમાં ચાલતા સત્તા સંઘર્ષમાંથી રાજનીતિ મામલે શું શીખી શકાય છે.
1 - મિત્ર પાસે રાખો પણ દુશ્મનને નિકટ રાખો
ચિમ્પાન્ઝીઓની પ્રજાતિમાં કોઈ પ્રત્યે નિષ્ઠા બદલવાનો સિલસિલો સતત ચાલતો રહે છે.
કોઈ પણ સમૂહમાં પ્રભુત્વ મેળવવા માટે ચિમ્પાન્ઝી હંમેશાં પોતાના મિત્રનો વિરોધ અને દુશ્મન સાથે મિત્રતા કરવા તૈયાર રહેવું પડતું હોય છે.
તેમાં મોટાભાગના સંબંધો મિત્રતાની જગ્યાએ ફાયદા માટેના હોય છે.
આપને આ પણ વાંચવું ગમશે
2 - સંબંધ બનાવવા માટે નબળું હોય તેની પસંદગી
ચિમ્પાન્ઝીઓમાં બરાબરીના સ્તરવાળા સાથે ગઠબંધન જોવા મળે છે. જેનો અર્થ કે બે નબળા ચિમ્પાન્ઝી એક મજબૂત ચિમ્પાન્ઝી સામે સંઘર્ષ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનામાં એવું નથી જોવા મળતું કે કોઈ નબળા ચિમ્પાન્ઝી અને મજબૂત ચિમ્પાન્ઝી સાથે ગઠબંધન કરતા હોય.
આ એક તાર્કિક વાત છે કેમ કે જો આપણે કોઈ નબળી વ્યક્તિ સાથે ગઠબંધન કરીએ, તો આપણા સાથી સાથે મળીને પ્રાપ્ત કરેલી વસ્તુ પર આપણને વધુ અધિકાર મળવાની સંભાવના હોય છે.
વળી, જો બીજી વ્યક્તિ મજબૂત હોય, તો આપણને અધિકાર ઓછો પ્રાપ્ત થવાની સંભાવના હોય છે.
3 - લોકો ડરે તે સારું છે પણ...
ચિમ્પાન્ઝીનો નેતા ડરાવનારો હોય છે અને પોતાની તાકત પર રાજ કરનારો હોય છે. પરંતુ આવા નેતા વધુ લાંબો સમય રાજ નથી કરી શકતા.
એક સફળ નેતા બનવા તમારે તમારા માટે સમર્થન મેળવતું રહેવું પડે છે અને જનતા વચ્ચે પકડ મજબૂત રાખવી પડે છે. આથી નેતાએ સહ્યદય અને દૃઢ રહેવું પડે છે.
4 - સુવિધા આપો અને રાજ કરો
ઇતિહાસ પર નજર કરીએ તો એ નેતા સૌથી લાંબો સમય સુધી શાસન કરે છે, જેમણે લોકોને સંસાધનો વહેંચીને સમર્થન પ્રાપ્ત કરી રાખેલું હોય.
બીબીસી રેડિયોના કાર્યક્રમમાં એક એવા ચિમ્પાન્ઝી વિશે માહિતી આપવામાં આવી જેણે 12 વર્ષ સુધી ઝૂંપડીઓમાંથી માંસ ઉઠાવી લાવીને અન્ય ચિમ્પાન્ઝીઓને વહેંચ્યું અને આવી રીતે રાજ કર્યું.
5 - બાહ્ય જોખમો વધારી શકે છે સમર્થન
ચિમ્પાન્ઝીઓ પર થયેલા અભ્યાસમાં એ વાત પણ પ્રકાશમાં આવી કે, જો સમૂહ પર બાહ્ય ખતરો આવે છે, તો ચિમ્પાન્ઝીઓને સમૂહ આંતરિક કલહ ભૂલીને એકજૂટ થઈને તેનો સામનો કરે છે.
રસપ્રદ વાત એ છે કે મનુષ્યોની દુનિયામાં આ પ્રકારની બાબત અસરકર્તા નથી.
જોકે, 9/11ની ઘટના પછી વિશ્વનું એકજૂટ થવું એક અપવાદ હોઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો