બીજાના વીર્યથી શા માટે માતા બની રહી છે મહિલાઓ?

પૉલી કેર પણ એવાં મહિલા છે કે જે બીજાનાં વીર્યથી માતા બન્યા છે. ઑક્સફર્ડના 39 વર્ષનાં પૉલીએ એક અજાણ્યા વ્યક્તિનાં વીર્ય વડે ગયા વર્ષે ગર્ભધારણ કર્યો હતો અને આ વર્ષની શરૂઆતમાં તેમણે બાળકને જન્મ આપ્યો છે.

આ પક્રિયામાં સ્પર્મને એક પ્રયોગશાળામાં ગર્ભાધાન કરાવવામાં આવે છે. જેઓ મા-બાપ બનવા માટે સક્ષમ નથી, તેવાં કપલ પણ આઈવીએફ (ઇન વિટ્રો ફ્ટિલાઇઝેશન) નો આશરો લેતા હોય છે.

પૉલીએ કહ્યું, ''હું એકદમ તૈયાર હતી અને જાણતી હતી કે જો મારે મા બનવું હશે તો મારે આઈવીએફનો આશરો લેવો પડશે."

"જ્યારે હું 36 કે 37 વર્ષની હતી, તો મેં આ અંગે ગંભીરતાથી વિચારવાનું શરું કર્યું. હું ક્યારેય પણ રિલેશનશિપમાં રહી નથી, એટલે જો હું આઈવીએફનો આશરો ના લીધો હોત, તો હું ક્યારેય પણ મા બની ના શકી હોત.''

પૉલીએ ઉમેર્યું, ''હું અચંબિત હતી કે મારા પરિવારે આ બાબતને સરળતાથી સ્વીકારી લીધી."

બ્રિટનમાં સરકારના આંકડા અનુસાર, સિંગલ મધર બનવાનું ચલણ વધ્યું છે. 2014થી તો બ્રિટનમાં આમાં 35 ટકાનો વધારો થયો છે.

ઑક્સફર્ડ ફર્ટિલિટીના જણાવ્યા અનુસાર, લોકો હવે બાળકને એકલા હાથે જ જન્મ આપવા માગે છે. લોકો કાં તો વીર્ય અથવા અંડાણુ ખરીદી લે છે.

ભારતમાં આ ટ્રૅન્ડ હાલના દિવસોમાં જોવા મળ્યો છે. ગયા વર્ષે ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અભિનેતા તુષાર કપૂરે આમ જ કર્યું હતું.

જોકે, આઈવીએફ મોંઘી પડે છે. બ્રિટનમાં લગભગ સાત લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. આઈવીએફ સફળ રહેશે કે અસફળ એનો આધાર મહિલાઓના અંડાણુ અને સ્પર્મની ગુણવત્તા પર છે.

ઑક્સફર્ડ ફર્ટિલિટીમાં આઈવીએફની સફળતાનો દર 30થી 50 ટકાની વચ્ચે છે.

ઇંડા કેવી રીતે લેવામાં આવે છે?

ભારતમાં પણ અંડકોષ અને સ્પર્મ વેચવાનું ચલણ વધ્યું છે. આની પાછળ ઘણાં કારણોને જવાબદાર માનવામાં આવે છે.

તેમાં એક તો મોટી ઉંમરે લગ્ન. મા-બાપ બનવામાં મુશ્કેલી પેદા થતી હોવાથી આઈવીએફનો આશરો લેવામાં આવે છે.

સ્પર્મની જેમ અંડકોષ ડૉનેટ કરવા સરળ નથી. આ ઘણી જટિલ પક્રિયા છે જેમાં 15 દિવસ લાગે છે.

ભારતમાં નિયમ અનુસાર, મહિલાઓનાં અંડ લેવામાં આવે છે જે મા બની ચૂકી હોય, જેથી એમને ફરીથી મા બનવામાં કોઈ મુશ્કેલી ના હોય.

અંડબીજને ઇંજેક્ષન દ્વારા મહિલાનાં શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. આ અંડબીજની સાથે જે પુરુષને બાળક પેદા કરવાનું હોય તેના સ્પર્મ સાથે મેળવવામાં આવે છે.

અંડબીજ અને સ્પર્મ ભેગા કરીને બેબી(ઍમ્બ્રિયો) બનાવવામાં આવે છે. ઍમ્બ્રિયોને મહિલાઓનાં ગર્ભમાં પ્રવેશ કરાવવા માટે કોઈ સર્જરી કરવાની જરૂર પડતી નથી.

કારણ જાણતા નથી કે આ બાળકોની માતા કોણ છે?

તેને લાઇન બનાવી મહિલાનાં શરીરમાં દાખલ કરાવવામાં આવે છે. 15 દિવસોની અંદર ખબર પડી જાય છે કે ગર્ભ રહ્યો છે કે નહીં.

સરોગેટ અને ડોનર અંગે ગોપનીયતા જાળવવા માટે કરાર કરવામાં આવે છે.

અમુક વર્ષ પહેલાં મોદી સરકારે કોઈ સિંગલ પૅરન્ટ ના બની શકે તે અંગે એક બિલ પસાર કર્યું હતું . હવે સરોગેસી દ્વારા એવાં લોકો જ પૅરન્ટ બની શકે છે કે જેમણે ભારતીય કાયદા મુજબ લગ્ન કર્યાં હોય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો