ચીનમાં ગે સેક્સ પર નવલકથા લખનારને દસ વર્ષની જેલ

ઇમેજ સ્રોત, iStock
ગે સેક્સ પર આધારીત નવલકથા લખવા અને વેંચવા બદલ ચીનની એક લેખિકાને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
લિઉ નામની એક મહિલાને અન્હુઈ પ્રાંતની એક કોર્ટે ગયા મહિને અશ્લીલ સાહિત્ય લખવા અને વેંચવા બદલ જેલની સજા કરી.
'ઑક્યુપેશન' નામની આ નવલકથા પુરુષોના સમલૈંગિક સંબંધો પર આધારિત છે, જેમાં તેમને સહન કરવી પડતી પજવણી સહિત સેક્શ્યુઅલ એક્ટ્સ વિશે લખ્યું છે.
તેની સજાની મર્યાદા વધુ હોવાથી ચીનના સોશિયલ મીડિયામાં તેનો વિરોધ થઈ રહ્યો છે.
બેઇજિંગ ન્યૂઝ અનુસાર, ઇન્ટરનેટ પર તિયાં યીથી જાણીતી લિઉએ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે.
ચીનમાં પોર્નૉગ્રાફી ગેરકાયદેસર છે.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy

સજાની સોશિયલ મીડિયા પર ટીકા

સ્થાનિક સમાચારની વેબસાઇટ, વુહૂ ન્યૂઝ અનુસાર લિઉને વુહૂની પીપલ્સ કોર્ટ દ્વારા 31 તારીખે પોતાના ફાયદા માટે અશ્લીલ સામગ્રીના ઉપયોગ બદલ આ સજા કરવામાં આવી છે.
જોકે, તેની સુનાવણીની વિગતો આ અઠવાડિયે જ મીડિયા સામે આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લિઉની નવલકથા જ્યારે ઑનલાઇન માધ્યમોમાં લોકપ્રિય થવા લાગી ત્યારે તેના અંગે પોલીસને જાણ કરવામાં આવી.
સરકારી ન્યૂઝ એજન્સી 'ગ્લોબલ ટાઇમ્સ'ના અહેવાલો અનુસાર, લિઉની નવલકથા 'ઑક્યુપેશન' અને અન્ય કામુક નવલકથાઓની લગભગ 7000થી વધુ નકલો વેંચાઈ, જેમાં તેને દોઢ લાખ યુઆન એટલે કે લગભગ લગભગ 15 લાખ 46 હજાર રૂપિયાનો ફાયદો થયો હતો.

ઇમેજ સ્રોત, Alamy
આપને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, Alamy
જોકે, ઘણા સોશિયલ મીડિયાના યૂઝર્સ માને છે કે, તેના માટે લિઉને જે સજા થઈ એ બહુ વધારે છે.
સોશિયલ મીડિયા સાઇટ વીબો પર એક યૂઝરે લખ્યું હતું , 'એક નવલકથા માટે દસ વર્ષ? આ બહુ વધારે થઈ ગયું.'
એક યૂઝરે 2013ની એક ઘટનાનું ઉદાહરણ આપ્યુ, જેમાં એક પૂર્વ અધિકારીને ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના ગુના બદલ આઠ વર્ષની સજા કરવામાં આવેલી.
વીબો પર એક અન્ય યૂઝરે લખ્યું કે, 'જેમણે બળાત્કાર જેવો ગુનો કર્યો છે, તેમને દસ વર્ષથી ઓછી સજા મળે છે. આ લેખિકાને દસ વર્ષની સજા મળી છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












