તમારા હાથની પહેલી- ત્રીજી આંગળી જણાવશે કે તમે સજાતીય છો કે નહીં?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

એક નવા સંશોધન અનુસાર તમારા હાથની આંગળીની લંબાઈ તમારી સેક્સ્યુઆલિટી(જાતીયતા) જણાવી શકે છે.

આ સંશોધન અનુસાર મહિલાના ડાબા હાથની પહેલી અને ત્રીજી આંગળીની લંબાઈ જો અલગ અલગ હોય તો તે લેસ્બિયન હોવાની શક્યતા વધુ હોય છે.

વૈજ્ઞાનિકોએ 18 ટ્વિન્સની આંગળીઓની લંબાઈ માપી. જેમાં મહિલા-પુરુષનો સમાવેશ થાય છે. જેમાં એક વ્યક્તિ ગે જ્યારે બીજી વ્યક્તિ સામાન્ય હતી.

તેમાં જોવા મળ્યું કે સરેરાશપણે લેસ્બિયનની પહેલી અને ત્રીજી આંગળીની લંબાઈ સરખી નહોતી.

પણ ખાસ કરીને આ લંબાઈનો તફાવત ડાબા હાથની આંગળીઓમાં જ જોવા મળ્યો.

આંગળીઓ

ઇમેજ સ્રોત, Getty Images

આવું કદાચ ગર્ભાશયમાં વધારે પડતા ટૅસ્ટોસ્ટેરોનના કારણે થતું હોવું જોઈએ એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. યુનિવર્સિટી ઑફ એસેક્સના સંશોધકો દ્વારા આ સંશોધન કરાયું હતું.

બન્ને પુરુષ અને મહિલા પૌરુષત્વના હૉર્મોનના સંપર્કમાં આવે છે. જેને ટૅસ્ટોસ્ટેરોન કહેવામાં આવે છે. પરંતુ કેટલાંકમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેઓ તેના સંપર્કમાં વધુ આવે છે.

યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. ટ્યુઝડે વૉટ્સ કહે છે,"એક જ માતાની કૂખમાંથી જન્મેલાં બે જોડિયાં અથવા એક જેવી વ્યક્તિમાં 100 ટકા સમાન જનીન હોય છે.''

''તેમ છતાં તેમની જાતીયતા અલગઅલગ હોઈ શકે છે. આથી તેમાં એક અન્ય પરિબળ પણ નિર્ણાયક હોવું જોઈએ."

તમે આ વાંચ્યું કે નહીં?

line

હૉર્મોનની શું ભૂમિકા છે?

"અભ્યાસ દર્શાવે છે કે આપણી સેક્સ્યુઆલિટી(જાતીયતા) ગર્ભાશય દ્વારા નક્કી થાય છે અને તે પુરષના હૉર્મોન અથવા આપણું શરીર તેની સાથે કઈ રીતે વર્તે છે તેના પર આધારિત છે.''

''આથી જેમનામાં પુરષ હૉર્મોનનું પ્રમાણ વધુ જોવા મળે તેઓ બાયસેક્સ્યુઅલ અથવા હૉમોસેક્સ્યુઅલ હોઈ શકે."

"હૉર્મનના સ્તર અને આંગળીઓની લંબાઈ વચ્ચેના સંબંધની વાત કરીએ તો કોઈ વ્યક્તિના હાથની આંગળીઓની લંબાઈ પરથી તેની સેક્સ્યુઆલિટી જાણી શકાય છે."

આ સંશોધન 'આક્રાઇવ્ઝ ઑફ સેક્સ્યુઅલ બિહેવિયર'માં પ્રકાશિત થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો