You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેક ન્યૂઝ વિરુદ્ધ બીબીસીએ શરૂ કરી આંતરરાષ્ટ્રીય પહેલ
બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન દ્વારા 12 નવેમ્બરના રોજ #BeyondFakeNews પ્રોજેક્ટનું આયોજન કરવામા આવ્યું છે. જે અંતર્ગત લોકો શા માટે ફેક ન્યૂઝ ફેલાવે છે અને શેર કરે છે તે વિષય પરનું મૌલિક સંશોધન થશે.
સાથે જ ટીવી, રેડિયો અને ઑનલાઇનના વિશ્વભરમાં ફેલાયેલા BBCના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર ગ્લૉબલ ડૉક્યુમેન્ટરીઝ, વિશેષ અહેવાલો અને લેખોની રજૂઆત કરાશે.
મીડિયા અંગે જાગૃત્તિ ફેલાવવા માટેના કાર્યક્રમો, હેકાથોન તથા ભારત અને કેનિયામાં પરિસંવાદોનો પ્રારંભ કરાશે.
બીબીસી 12 નવેમ્બરથી બિયૉન્ડ ફેક ન્યૂઝ (Beyond Fake News) પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે, જેમાં કઈ રીતે અને શા માટે ખોટી માહિતી ફેલાવાય છે તેના પર BBC દ્વારા થયેલું મૌલિક સંશોધન રજૂ થશે.
(બીબીસીનું સમગ્ર રિસર્ચ વાંચવા માટે અહીં ક્લિક કરો.)
દુનિયાભરમાં ખોટી માહિતીના ફેલાવાના કારણે સામાજિક અને રાજકીય નુકસાન થઈ રહ્યું છે અને લોકોનો સમાચારોમાં વિશ્વાસ ઊઠવા લાગ્યો છે.
કેટલાક કિસ્સામાં લોકો હિંસાનો ભોગ બન્યા છે અને તેમના જીવ પણ ગયા છે.
બીબીસીના બિયૉન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટનો હેતુ ખોટી માહિતીના દૂષણ સામે લડત આપવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માટે વૈશ્વિક ધોરણે મીડિયા વિશે જાગૃતિ ફેલાવાના કાર્ય પર ધ્યાન કેન્દ્રીત થઈ રહ્યું છે.
ભારત અને કેનિયામાં પરિસંવાદોનું આયોજન કરાયું છે તથા હેકાથોનના આયોજન દ્વારા ટેક્નિકલ ઉકેલ શોધી કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ ઉપરાંત BBCના આફ્રિકા, ભારત, એશિયા પેસિફિક, યુરોપ, અમેરિકા તથા મધ્ય અમેરિકામાં ફેલાયેલા નેટવર્ક પર વિશેષ કાર્યક્રમોની શ્રેણી ચલાવવામાં આવશે.
ભારત, કેનિયા અને નાઇજિરિયામાં યૂઝર્સે તેમના એન્ક્રીપ્ટેડ મૅસેજ BBCના સંશોધન માટે તપાસવા દીધા તે અભૂતપૂર્વ હતું અને તેના આધારે તૈયાર થયેલું સંશોધન 12 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
બિયૉન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટ હેઠળ મીડિયા વિશેની જાગૃત્તિના વર્કશોપ્સ ભારત અને કેનિયામાં શરૂ પણ થઈ ગયા છે.
માધ્યમો અંગે જાગૃતિ ફેલાવવા માટે BBCએ યૂકેમાં હાલનાં વર્ષોમાં સફળતાપૂર્વક યોજેલા પ્રોજેક્ટ્સના આધારે આ વર્કશોપ્સ તૈયાર કર્યા છે. યૂકેની શાળાઓમાં આવા વર્કશોપ્સ યોજાઈ ચૂક્યા છે.
બીબીસી વર્લ્ડ સર્વિસ ગ્રૂપના ડિરેક્ટર જેમી ઍન્ગસ કહે છે:
"2018માં મેં નિશ્ચય કર્યો હતો કે જગતમાં 'ફેક ન્યૂઝ'ના કારણે ઊભા થયેલા ખતરાની માત્ર વાતો કરવાના બદલે વિશેષ કશુંક બીબીસી વર્લ્ડ સર્વિસ ગ્રૂપ કરી બતાવશે અને તેનો સામનો કરવાના નક્કર પ્રયાસો હાથ ધરશે.
તમે આ વાંચ્યું કે નહીં?
"જગતમાં મીડિયા વિશેની જાગૃત્તિનું નબળું ધોરણ અને હાનિકારક માહિતીનો બહુ સહેલાઈથી ડિજિટલ પ્લેટફોર્મ પર થઈ શકતો ફેલાવો એ બંને બાબતો જોઈને એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આવી સ્થિતિનો સામનો કરવા માટે પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર સમાચાર સંસ્થાઓએ અગમચેતીનાં પગલાં લેવાં જરૂરી બન્યાં છે."
"અમે માત્ર વાતો નથી કરી પણ સક્રિય પ્રયાસો કર્યા છે અને ભારત તથા આફ્રિકામાં પાયાનું કાર્ય કર્યું છે."
"ઑનલાઇનમાં માહિતી શેર કરવાની વૃત્તિનું ઊંડું સંશોધન થાય તે માટે ફંડ ફાળવ્યું તથા વિશ્વભરમાં મીડિયા વિશે જાગૃત્તિ ફેલાવવાના વર્કશોપ્સનું આયોજન કર્યું છે."
"સાથે જ દુનિયામાં જ્યાં પણ અગત્યની ચૂંટણીઓ યોજાઈ રહી હોય ત્યાં બીબીસી રિયાલિટી ચેક કાર્યક્રમો યોજવાનો નિશ્ચય પણ કર્યો છે."
"આ વર્ષે હવે અમે નવી દિશા કંડારી રહ્યા છીએ અને આ સમસ્યાનું મૂળ શોધીને, તેને નાબૂદ કરવાના ઉપાયો અમલમાં મૂકી રહ્યા છીએ."
બિયૉન્ડ ફેક ન્યૂઝ શ્રેણી
અસલી કે નકલી, સાચું કે ખોટું, પારદર્શી કે ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરનારી - આવા ભેદ તમે કઈ રીતે પારખી શકો?
તેની વિરુદ્ધ પગલાં લઈને વિશ્વાસ ઊભો કરવા માટે તમે શું કરી શકો?
આ જ સવાલોના જવાબ આપવાની કોશિશ બીબીસી દ્વારા Beyond Fake News શ્રેણી દરમિયાન કરાશે.
આ શ્રેણીમાં વૉટ્સઍપને કારણે ભારતનું એક ગામડું કઈ રીતે હિંસક ટોળામાં પરિવર્તિત થઈ ગયું તેની ઊંડી સમજ આપતો અહેવાલ રજૂ થશે.
દુનિયાભરમાં ફેલાયેલા બીબીસી ટીવી, રેડિયો અને ઑનલાઇન નેટવર્કના પત્રકારોના અનુભવો અને કુશળતાને આધારે તૈયાર થયેલા અહેવાલો પણ શ્રેણીમાં આવરી લેવાશે.
કાર્યક્રમો અને ડૉક્યુમેન્ટરીઝ
ગ્લૉબલ: દિલ્હીથી, 12થી 15 નવેમ્બર
બીબીસી વર્લ્ડ ન્યૂઝનો વૈશ્વિક કાર્યક્રમ ભારતના માર્ગો પરથી રજૂ કરશે મેથ્યૂ અમરોલીવાલા, જેઓ સ્થળ પરની તપાસ કરશે કે ફેક ન્યૂઝ વાઇરલ થાય ત્યાર પછી ખરેખર શું થતું હોય છે અને કઈ રીતે સત્યનો ભોગ લેવાઈ જતો હોય છે.
તેઓ વિશ્વની ટેકનૉલૉજી કંપનીના પ્રતિનિધિઓ, નેતાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને બોલીવૂડના સ્ટાર સાથે પણ વાતચીત કરશે.
બીબીસી વર્લ્ડ ન્યૂઝ
બિયોન્ડ ફેક ન્યૂઝ- ટેક જાયન્ટ્સ 12, 17 અને 18 નવેમ્બર
ફેસબૂક, ટ્વીટર, અને ગૂગલ જેવી વૈશ્વિક ટેક્ કંપનીઓ સાથે ફેક ન્યૂઝની સમસ્યાની ચર્ચા કરવામાં આવશે.
આ સમસ્યામાં તેમના પ્લેટફોર્મ કેવી રીતે ભાગ ભજવે છે, અને તેના ઉપાયો શું હોઈ શકે તેની ચર્ચા થશે. કાર્યક્રમની રજૂઆત કરશે મેથ્યૂ અમરોલીવાલા.
The She Word: Fake Me, 10 નવેમ્બર
આફ્રિકાની નવી પેઢી મોંઘાદાટ ઉપકરણો વચ્ચે ઇન્સ્ટાગ્રામ જેવાં માધ્યમો પર આકર્ષક તસવીરો દર્શાવીને 'લાઇક્સ' મેળવવા પાછળ ઘેલી થઈ છે.
સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યા પછી ધ્યાન ખેંચનારી તસવીરો પડાવવા માટે હદ પાર કરી જવાય તેવા બનાવો પણ બનવા લાગ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર પોતાનું સ્વરૂપ, તેના પર મૂકાતી સામગ્રી, એકઠા થયેલા ફોલોઅર્સ અને આધુનિક ટેકનો ઉપયોગ કરીને પોતાની ઑનલાઇન પ્રોફાઇલ કઈ હદે બદલી શકાય છે તેની ચેલેન્જ અમે આપીશું કેનિયાની 21 વર્ષની એક વિદ્યાર્થિનીને.
હજી સુધી સોશિયલ મીડિયામાં ના પ્રવેશેલી આ કન્યાએ પાંચ જ દિવસમાં પોતાનું ખાનગીપણું દૂર કરીને જાહેરમાં છવાઈ જવાનું છે - તેના દ્વારા એ જોવાનું છે કે કઈ રીતે તે પોતાની એક નકલી આભા ઊભી કરી શકે છે.
બીબીસી વર્લ્ડ સર્વિસ રેડિયો, બીબીસી વર્લ્ડ ન્યૂઝ, બીબીસી વર્લ્ડ સર્વિસ ટીવી, બીબીસી.કોમ
વિશેષ અહેવાલો
ભારત
ભારતમાં ખોટી અફવાઓને કારણે થયેલી હિંસાની વિગતોને એકઠી કરીને તૈયાર થયેલો ઇન્ટરેક્ટિવ ડેટા પ્રોજેક્ટ
દિલ્હી ખાતેની BBC India ટીમે હજારો અખબારી અહેવાલોની ચકાસણી કરીને ભારતમાં સોશ્યલ મીડિયા અને મેસેજ માટેના એપ્સને કારણે ફેલાયેલી હિંસાની વિગતો એકઠી કરી છે.
બીબીસી.કોમ
શું થયું જ્યારે વોટ્સઅપને કારણે ભારતનું એક ગામ હિંસક ટોળું બની ગયું, 12 નવેમ્બર
નિલોત્પલ અને અભિષેકની કહાની. વોટ્સઅપની અફવાને કારણે બે યુવાનોને બાળકો ચોરતી ટોળકીના ગણીને કેવી રીતે તેમની હત્યા થઈ તેના વિશેની મિનિ-ડૉક્યુમેન્ટરી.
બીબીસી વર્લ્ડ ન્યૂઝ, બીબીસી.કોમ
ભારતમાં ફેક ન્યૂઝ ફેલાવનારા છે કોણ, 12 નવેમ્બર
BBCના પત્રકાર વિનીત ખરેએ કેટલાક એવા લોકોની મુલાકાત લીધી, જેઓ ફેસબૂક પેજ અને વેબસાઇટના માધ્યમથી ભારતભરમાં સતત ફેક ન્યૂઝ ફેલાવતા હોવાનું કહેવાય છે.
બીબીસી વર્લ્ડ ન્યૂઝ, બીબીસી વર્લ્ડ સર્વિસ ટીવી અને સોશિયલ મીડિયા પર અમને ફોલો કરવા માટે #BeyondFakeNews, BBC Beyond Fake News પ્રોજેક્ટ તથા તેના કાર્યક્રમો અંગે, તથા 12 નવેમ્બરે જાહેર થઈ રહેલા સંશોધનની વિગતો માટે વધુ માહિતી મેળવવા [email protected] અથવા [email protected] પર ઇ-મેઇલ મોકલી શકો છો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો