ઇન્ડોનેશિયા : ભૂકંપ-સુનામીના કારણે અત્યારસુધી 844 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Reuters
ઇન્ડોનેશિયાના સુલાવેશી દ્વીપમાં શુક્રવારે આવેલા ભૂકંપ અને સુનામીના કારણે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા 800ને પાર કરી ગઈ છે.
અધિકારીઓ અનુસાર મૃત્યુઆંક હજારો સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અત્યાર સુધી એકદંરે 844 લોકોનાં મૃત્યુ અને 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.
સુલાવેશી દ્વીપ પર ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે જેથી લોકોમાં દહેશત છે.

ઇમેજ સ્રોત, AFP
અસરગ્રસ્તો સુધી રાહત પહોંચાડવા માટે ઇન્ડોનેશિયાની સેના કામગીરી કરી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે, હજુ પણ લોકો લાપતાં છે અને કેટલાંક લોકો કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે.

ઇમેજ સ્રોત, AFP
સુલાવેશી દ્વીપનું મુખ્ય શહેર પાલુ અને ભૂકંપનું કેન્દ્રના નજીકનું ડોંગાલા શહેર સૌથી અસરગ્રસ્ત પ્રદેશ છે.
સરકારની ઇમર્જન્સી સેવા સંબંધિત એજન્સીના પ્રવક્તા સુતોપો પૂર્વો નૂગોરોનું કહેવું છે કે, પાલુ અને ડોંગાલામાં મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા વધી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે કહ્યું,"અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું અને મૃત્યુ પામેલાં લોકોની ઓળખની કામગીરી હજુ પણ ચાલુ જ છે.''
''અમને રિપોર્ટ મળ્યા છે કે કેટલીક જગ્યાએ સુનામીના છ મીટર ઊંચા મોજાં નોંધાયા જેથી લોકોએ જીવ બચાવવા ઊંચા વૃક્ષો પર ચઢી ગયાં હતાં."

તમામ સ્થળે બચાવકર્મીઓ પહોંચી ન શક્યા

ઇમેજ સ્રોત, GRANT DOTULONG
ઇન્ડોનેશિયાના ઉપ-રાષ્ટ્રપતિ યુસુફ કાલાનું કહેવું છે કે, હજુ સુધી ભૂકંપના કેન્દ્રબિંદુ પાસેના શહેર સ્થિત ડોંગાલામાં થયેલા નુકસાનની સંપૂર્ણ વિગતો મળી નથી.
અહીં મૃત્યુ પામનારાં લોકોની સંખ્યા વધી શકે છે. ડોંગાલામાં લગભગ ત્રણ લાખ લોકો રહે છે.
સુલાવેશી દ્વીપના મુખ્ય શહેર પાલુમાં હજારો લોકો આશ્રયકૅમ્પોમાં રહી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, EPA
ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડક્રોસના જેન ગૅફલેંડે બીબીસીને જણાવ્યું કે, બચાવકર્મીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવાની કોશિશ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું,"બચાવકર્મીઓ હજુ સુધી પાલુ શહેર સુધી પહોંચી શક્યા નથી. ડોંગાલાના કેટલાક દુર્ગમ વિસ્તારો સુધી પહોંચવામાં હજુ સુધી સફળતા મળી નથી. અમને લાગે છે કે ત્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે."
અસરગ્રસ્ત શહેરોના રસ્તાઓ પર મૃતદેહો પડેલા છે અને હૉસ્પિટલ પણ ધરાશાયી થવાથી ઘોયલોની સારવાર આશ્રયકૅમ્પોમાં થઈ રહી છે.
ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવતા રહે છે. તાજેતરમાં અહીં ઘણી વખત ભૂકંપ આવ્યા છે અને તેને કારણે મોટી તબાહી પણ થઈ ચૂકી છે.

ભૂકંપ કેમ આવે છે?

ઇમેજ સ્રોત, EPA
વિશ્વમાં પૃથ્વીની સપાટી પર સક્રિય જ્વાળામુખીમાંના મોટાભાગના જ્વાળામુખી આ જ વિસ્તારમાં આવેલા છે.
આથી આ વિસ્તારને 'રિંગ ઑફ ફાયર' અથવા 'આગના ગોળા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગત મહિને અહીં લોમ્બોક દ્વીપ પર આવેલા શક્તિશાળી ભૂકંપમાં 460 લોકોનાં મોત થયાં હતાં.
વર્ષ 2004માં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે સર્જાયેલી સુનામીએ હિંદ મહાસાગરના તટ વિસ્તારોમાં મોટી તબાહી મચાવી હતી.
આ કારણે સવા બે લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં. જેમાં સવા લાખ મોત ઇન્ડોનેશિયામાં થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












