સૌથી મોટા ઇસ્લામિક દેશ ઇન્ડોનેશિયામાં સમૃદ્ધ હિન્દુ સંસ્કૃતિ

ઇમેજ સ્રોત, Twitter/@NarendraModi
- લેેખક, પુષ્પેશ પંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
આસિયાન દેશોની પાંચ દિવસની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં ઇન્ડોનેશિયા પહોંચ્યા છે, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી. એવી અપેક્ષા છે કે આ મુલાકાત બન્ને દેશોનાં સંબંધોને વધુ મજબૂત બનાવશે.
જનસંખ્યાની દૃષ્ટિએ ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો ઇસ્લામિક દેશ છે, પરંતુ અહીંયા હિન્દુ સંસ્કૃતિની અસર વ્યાપક છે.
ઇન્ડોનેશિયા પોતાની સંસ્કૃતિ માટે સમગ્ર દુનિયામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર હિન્દુ સમુદાયની બહુમતી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ભારત અને ઇન્ડોનેશિયાનાં સંબંધો હજારો વર્ષ જૂનાં છે. ઈશુ ખ્રિસ્તના જન્મ થયા પહેલાં, ભારતનાં સોદાગર વેપારીઓ અને નાવિક ત્યાં જતાં આવતાં.
જેના કારણે ભારત અને ઇન્ડોનેશિયામાં ઘણી બધી સાંસ્કૃતિક સમાનતા જોવા મળે છે.
પ્રાચીનકાળથી ભારતીય સોદાગર વેપારીઓ અને નાવિકો દ્વારા મુસાફરી કરવાના કારણે ઇન્ડોનેશિયામાં માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ બૌદ્ધ ધર્મનો મહત્ત્વપૂર્ણ પ્રભાવ જોવા મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડોનેશિયાની ભાષા, દેશની શિલ્પકળા, દેશનો રાજવી પરિવાર અને દંતકથાઓ હિન્દુ ધર્મથી પ્રભાવિત છે.
દાખલા તરીકે, ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાજાઓનાં નામ શ્રીવિજયા અને ગજાહ મધા વગેરે સામેલ છે.
ભાષાની બાબતે પણ કેટલીક સમાનતા જોવા મળે છે. ત્યાંના લોકો 'બહાસા ઇન્ડોનેશિયા' ભાષામાં વાતચીત કરે છે. તેમની ભાષા પર સંસ્કૃતનો પ્રભાવ જોવા મળે છે, જેમ કે મેઘાવતી સુકાર્ણોપુત્રી, જેઓ ઇન્ડોનેશિયાના પાંચમા રાષ્ટ્રપતિ હતા.

મજબૂત સાંસ્કૃતિક સમાનતાઓ

ઇમેજ સ્રોત, Twitter/@NarendraModi
જો ઇન્ડોનેશિયામાં તમે મહાભારત અને રામાયણની વાત કરો, તો તેઓ કહેશે કે તે બધાં તેમનાં દેશનાં ગ્રંથો છે.
ત્યાં થતી ઉજવણી અને ઝાંખીમાં આ ગ્રંથોનાં પાત્રો કાષ્ઠની પૂતળીના રૂપે જોવા મળે છે. દાખલા તરીકે, ચામડામાંથી બનેલી કઠપૂતળીનાં શોમાં આવા કેટલાક પૌરાણિક પાત્રો જોવા મળે છે.
કેટલીક જગ્યાએ કૌરવોમાંથી વિચિત્ર નાયક નીકળી આવે છે તો અન્ય જગ્યાએ હનુમાન જોવા મળે છે.
ઇન્ડોનેશિયાના પ્રાચીન રાજાઓ જેમ કે શ્રીવિજયા અને ગજાહ મધામાં ભારતીય સંસ્કૃતિની ગાઢ છાપ છે, પરંતુ નોંધનીય મુદ્દો એ છે કે આ છાપ માત્ર હિન્દુ ધર્મની નહીં ,પરંતુ બૌદ્ધ ધર્મની પણ છે.

ઇસ્લામે પણ ભારતનો રસ્તો અપનાવ્યો

ઇમેજ સ્રોત, Twitter/@NarendraModi
ઇન્ડોનેશિયામાં ઇસ્લામિક ધર્મ ભારતના પૂર્વ દરિયાકિનારેથી પસાર થઈને ત્યાં પહોંચ્યો છે, જેનાં કારણે ઇન્ડોનેશિયા અને દક્ષિણ એશિયા, ખાસ કરીને ભારતના ઇસ્લામ બાબતે કેટલાક સમય પહેલાં સુધી કેટલીક સમાનતાઓ રહી છે.
બન્ને દેશોમાં ઇસ્લામિક ધર્મ સૂફીવાદથી પ્રભાવિત થઈને ઉદાર અને મનુષ્ય સંબંધી પરંપરાઓ અનુસરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયામાં કટ્ટરપંથ સંબંધિત ઘટનાઓ વધી ગઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વરિષ્ઠ ફ્રાંસના વિદ્વાન અને ઇતિહાસકાર પૉલ સીડીસે કેટલાક વર્ષો પહેલાં એક પુસ્તક લખ્યું હતું- 'ધ હિન્દૂઆઇઝ્ડ સ્ટેટ્સ ઑફ સાઉથઇસ્ટ એશિયા' (The Hinduized States of Southeast Asia).
આ કિતાબમાં તેમણે શ્રીવિજયા અને જાવા ટાપુનો ઉલ્લેખ કર્યો હતો, જે આજના ઇન્ડોનેશિયામાં આવેલા છે.
અડધી શતાબ્દી પહેલાં, ઇન્ડોનેશિયાનો આખો વિસ્તાર 'ગ્રેટર ઇન્ડિયા' તરીકે જાણીતો હતો.
આઝાદી માટે સંઘર્ષ બાદ, જ્યારે આવા દેશોને સ્વાધીનતા મળી, એટલે આ દેશોની પ્રતિષ્ઠા જોઈને ભારતે પોતાના સાંસ્કૃતિક પ્રભાવક્ષેત્રમાં કહેવાનું બંધ કરી દીધું.
હવે, આ વિસ્તારને દક્ષિણપૂર્વ એશિયા તરીકે ઓળખવામાં આવે છે.

ઇન્ડોનેશિયામાં શા માટે છે હિન્દૂ- બૌદ્ધ સંસ્કૃતિનો પ્રભાવ?

ઇમેજ સ્રોત, Getty Images
- 7મી શતાબ્દીમાં વ્યાપારના કારણે ઇન્ડોનેશિયામાં શક્તિશાળી શ્રીવિજયા સામ્રાજ્યનો જન્મ થયો હતો.
- આ સામ્રાજ્ય પર હિન્દુ અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ હતો, જે વ્યાપારીઓના કારણે થયો હતો.
- 8મી અને 10મી શતાબ્દીમાં જાવામાં ખેડૂત બૌદ્ધ સૈલેન્દ્ર અને હિન્દુ મતારમ વંશનો વિકાસ થયો હતો.
- આ સમયગાળા દરમિયાન જાવામાં હિન્દુ-બૌદ્ધ કળા અને શિલ્પકળાની પુનઃસ્થાપના થઈ હતી.
- આ સમયગાળા દરમિયાન બનેલાં સ્મરણચિહ્નો આજની તારીખમાં ઇન્ડોનેશિયામાં જોવા મળે છે.
- 13મી શતાબ્દીના અંતે પૂર્વ જાવામાં હિન્દુ મજાપહિત સામ્રાજ્યની સ્થાપના થઈ હતી.
- ગજાહ મધા હેઠળ હિન્દૂ-બૌદ્ધ સંસ્કૃતિથી પ્રભાવિત એ વિસ્તારઆજે ઇન્ડોનેશિયા બન્યો છે.

બન્ને દેશોમાં સમાનતા અને ભિન્નતાનું મિશ્રણ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક શતાબ્દીઓ પહેલાં માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ બૌદ્ધ ધર્મ પણ એકસાથે અથવા તેની પહેલાં પહોંચ્યો હતો.
આ જ કારણ છે કે જાવા ટાપુ પર પ્રાંબાનન વિસ્તારમાં હિન્દુ મંદિર જોવા મળે છે અને બોરોબોદૂર વિસ્તારમાં દુનિયાનો સૌથી મોટો સ્તૂપ પણ જોવા મળે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બાલી ટાપુ પર હિન્દુઓની બહુમતી છે, પરંતુ અહીંનો હિન્દુ ધર્મ ભારતીય હિન્દુ ધર્મની સરખામણીએ અલગ છે.
બાલીના હિન્દુ ધર્મને આજના હિન્દુત્વવાદી ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. જાણીતા ઇતિહાસકાર લોકેશ ચંદ્રનું કહેવું છે કે એશિયામાં રામાયણના અસંખ્ય અનુવાદ મળે છે. એ જ રીતે તે પણ અલગ છે.

ઇમેજ સ્રોત, Getty Images
હિન્દુ ધર્મની છાપ માત્ર ઇન્ડોનેશિયામાં જ નહીં, કમ્બોડિયા અને થાઇલૅન્ડમાં પણ જોવા મળે છે.
લાઓસમાં લોકો નમસ્કાર કરે છે, પરંતુ એવું ના કહી શકાય કે ત્યાં રહેતાં હિન્દુ ભારતનાં હિન્દુ જેવાં છે.
ઇન્ડોનેશિયા એક સમયે વિવિધતા ધરાવતો અને સમાવેશક દેશ હતો, જે ભારત કદી પોતાને કહી શકતું હતું.
ભારતની જેમ, ઇન્ડોનેશિયાનો નારો પણ 'વિવિધતામાં એકતા' છે, પરંતુ હાલના વર્ષોમાં જૂનાં સાંસ્કૃતિક સંબંધોમાં ફેરફાર આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














