ચંદ્ર પર પ્રવાસ કરવા જનાર પહેલો માણસ કોણ છે?

સ્પેસ

ઇમેજ સ્રોત, Spacex

એલન મસ્કની કંપની સ્પેસએક્સે તેના પ્રથમ ખાનગી મુસાફરની જાહેરાત કરી છે, જેને તેઓએ ચંદ્રની ફરતે ઉડાન માટે મોકલવાનું આયોજન કર્યું છે.

જાપાનના 42 વર્ષીય બિલિયોનેર અને ઓનલાઇન ફૅશન ઉદ્યોગના માંધાતા યુસાકુ મૈઝાવાએ જાહેરાત કરી: "હું ચંદ્ર પર જવાનું પસંદ કરું છું."

2016માં મસ્ક દ્વારા રજૂ કરવામાં આવેલી લૉન્ચ સિસ્ટમ, બીગ ફાલ્કન રૉકેટ (બીએફઆર) ઉપર તેમને મોકલવામાં આવશે તેમ અપેક્ષિત છે.

હાલ, આ મિશન વર્ષ 2023 માટેનું આયોજન છે, જે 1972માં નાસાના એપોલો 17 ચંદ્ર ઉપર ઊતર્યા. એ પછીની મનુષ્યો દ્વારા ચંદ્રની પ્રથમ મુલાકાત હશે.

તમે આ વાંચ્યું કે નહીં?

કેલિફોર્નિયામાં આવેલાં હૉથોર્નમાં, સ્પેસએક્સના મુખ્ય મથક ખાતે મંગળવારે આ જાહેરાત કરવામાં આવી હતી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કંપનીએ જણાવ્યું કે આ ઉડાન જે લોકો અવકાશ યાત્રા કરવાનું સપનું જોવે છે તેવા સામાન્યજનોને માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાને રસ્તે ખૂબ મહત્ત્વનું પગલું છે.

અગાઉ ટ્વીટર ઉપર મસ્કે ઇશારો આપ્યો હતો કે તેમના યાત્રી જાપાનથી હશે.

મૈઝાવા, ગત વર્ષે ન્યૂ યૉર્ક ખાતે આયોજિત એક હરાજીમાં સ્વર્ગસ્થ જીન માઇકલ બસ્ક્વૈટ નામના કલાકારના પેઇન્ટીંગ માટે 110.5(85.4 મિલિયન પાઉન્ડ) મિલિયન ડૉલર ચૂકવીને સમાચારમાં આવ્યા હતા.

સોમવારે આ કલાના ચાહકે કહ્યું હતું કે જ્યારે 2023માં, સ્પેસએક્સના રૉકેટને અવકાશમાં છોડવામાં આવશે ત્યારે તેઓ દુનિયાભરમાંથી છથી આઠ કલાકારોને તેમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપશે.

તેમણે પત્રકારોને જણાવ્યું, "તેઓ પૃથ્વી ઉપર પરત ફરશે ત્યારબાદ, તે કલાકારોને કંઈક રચના કરવા માટે કહેવામાં આવશે."

"તેમના દ્વારા રચિત બેનમન કળા આપણા સૌની અંદરનાં સ્વપ્નદ્રષ્ટાને પ્રોત્સાહિત કરશે,"

જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

અત્યાર સુધી ફક્ત 24 માનવોએ ચંદ્રની મુલાકાત લીધી છે- તે તમામ અમેરિકન છે.

કેટલાક એપોલો મિશનો ચંદ્ર ઉપર ઉતર્યા વગર તેનું ચક્કર લગાવીને પાછા આવ્યા હતા, તેમ આ પણ પરત ફરશે.

જોકે, આ લૉન્ચ રૉકેટ પર આધાર રાખે છે, જેની રચના હજુ સુધી કરવામાં આવી નથી,

મસ્કે કહ્યું છે, "અમે તેને ઉડાનમાં લાવી શકીશું એ અંગે તેઓ હજુ ૧૦૦ ટકા ચોક્કસ નથી."

2017માં મસ્કે જાહેરાત કરી હતી કે તેઓ ચંદ્રની ફરતે ઉડાન માટે પૈસા ચૂકવે તેવા બે યાત્રીઓને મોકલશે- જેનું વહેલામાં વહેલું, આ વર્ષની શરૂઆતમાં જ લૉન્ચિંગ થવાનું હતું.

તે સમયે, સ્પેસએક્સ તેના હેવી-લિફ્ટ ફાલ્કન હેવી રોકેટ અને હાલના ડ્રેગન અવકાશયાનના ક્રૂડ વર્ઝનનો ઉપયોગ કરવાનું હતું.

આ વર્ષે ફેબ્રુઆરીમાં મસ્કે જણાવ્યું હતું કે સ્પેસએક્સ તેનાં ભાવિ અવકાશી જૂથના મિશન માટે બીએફઆર પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બીએફઆરની ઉડાન ક્યારેય થઈ નથી પરંતુ મસ્કે તેના વિશેની કેટલીક તકનીકી વિગતો રજૂ કરી છે.

રૉકેટની અપેક્ષિત ઊંચાઈ 118 મીટરની છે અને તેનો વ્યાસ 9 મીટર છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તુલનાત્મક રીતે, ફાલ્કન હેવી 70 મીટર ઊંચું છે અને તેમાં 3.66 મીટરનો વ્યાસ ધરાવતાં બે બુસ્ટરથી ઘેરાયેલી મધ્ય રૉકેટ કોરનો સમાવેશ થાય છે.

સોમવારે મસ્કે અવકાશ યાત્રીઓને ચંદ્રની ફરતે ઉડાન ઉપર લઈ જનારા, બીએફઆર અને સ્પેસશીપના મૉડલ જાહેર કર્યા હતાં.

સ્પેસશીપની ડીઝાઇનમાં ચોક્કસપણે થોડા ફેરફારો જણાતા હતાં જેમાં પાછલા ભાગની નજીક ત્રણ મોટી પાંખો અને વધુ ગરમીથી રક્ષણ મેળવવા નીચેની બાજુ એક કાળું ક્વોટીંગ નજરે પડતું હતું.

છેવટે, બીએફઆર પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં 150 ટન જેટલું વજન ઉપાડવા સક્ષમ હોવું જોઈએ જેનો વિસ્તાર એક યુએસ સેટર્ન વી રૉકેટ કરતાં વધુ છે જે અપોલો ઍરક્રાફ્ટ જેટલો છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

સ્પેસએક્સનાં સ્થાપક છેલ્લે થોડી અસુવિધાજનક હેડલાઇનમાં ચર્ચાયા હતા.

તેઓએ તાજેતરમાં જ યુએસ કોમેડિયન સાથેના એક વેબકાસ્ટ દરમિયાન મેરીજુઆનાનું સેવન કર્યું હતું.

ગયા મહિને એક ટ્વીટમાં આ ઉદ્યોગ સાહસિકે જણાવ્યું હતું કે ટેસ્લાના શેરોમાં મુશ્કેલી ઊભી થઈ છે અને તે કાર ઉત્પાદકને ખાનગી ધોરણે લેવા માંગતા હતા. તેમણે આશરે બે અઠવાડિયા પછી આ વિચાર પડતો મૂક્યો હતો.

અગાઉ સોમવારે એવું બહાર આવ્યું હતું કે મસ્ક દ્વારા, એક બ્રિટીશ કેવ ડાઇવર બાળકો સાથે દુર્વ્યવહાર કરનાર છે, તેવો વારંવાર દાવો કરવા બદલ, તેમના ઉપર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો.

મસ્ક વિરુદ્ધ, જુલાઈ મહિનામાં, પુર ગ્રસ્ત ગુફામાંથી 12 થાઈ કિશોરોને બચાવવામાં જેમણે મદદ કરી હતી.

એ વર્નન અનસ્વોર્થે, 75,000 ડૉલર (57,000 પાઉન્ડ)નું વળતર અને વધુ આરોપો કરવાથી રોકવા કેસ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો