પ્રૅગનન્સીથી બચવાના નવા પૉપ્યુલર ઉપાયો

અનિચ્છિત ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધક ગોળીઓ, અને કૉન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, હવે મહિલાઓ ગર્ભનિરોધના આ જૂના ઉપાયો છોડીને નવા ઉપાયો તરફ આગળ વધી રહી છે.

ઇંગ્લૅન્ડની નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર મોટાભાગની મહિલાઓ ગર્ભનિરોધના નવા વિકલ્પો અજમાવી રહી છે.

વર્ષ 2007માં આ પ્રકારની મહિલાઓની સંખ્યા 21 ટકા હતી જે વર્ષ 2017માં વધીને 39 ટકા થઈ ગઈ છે.

ગર્ભનિરોધના નવા ઉપાયો

લાંબા સમય સુધી ટકી રહે તેવા ગર્ભનિરોધક વિકલ્પોને 'લૉન્ગ એક્ટિંગ રિવર્સિબલ કૉન્ટ્રાસેપ્શન' કહેવામાં આવે છે.

જેને ગોળીઓની જેમ રોજ લેવાની જરૂર નથી. એક વાર તેને લગાડી દેવાથી તેની અસર લાંબા સમય સુધી રહે છે.

કેટલાક ઉપાયો

  • કૉપર કોઇલ અથવા ઇન્ટ્રાયૂટરિન ડિવાઇસ (આઇયૂડી) જે પ્લાસ્ટિક અને તાંબાનું ઉપકરણ હોય છે તેને મહિલાઓના ગર્ભાશયમાં મૂકી દેવાય છે.
  • હોર્મોનલ કોઇલ અથવા ઇન્ટ્રાયૂટરિન સિસ્ટમ (આઇયૂએસ) - T આકારનું નાનકડું ઉપકરણ છે, જે એક પ્રકારના હોર્મોન છોડે છે. તેને પણ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.
  • ઇમ્પ્લાન્ટ- આ પણ એક પ્રકારનું મેડિકલ ઉપકરણ છે જેને મહિલાઓના હાથમાં ફીટ કરવામાં આવે છે.
  • ઇન્જેક્ષન

જોકે, 44 ટકા મહિલાઓ હજુ પણ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે. પરંતુ આ આંકડો પાછલાં દસ વર્ષમાં ઘટ્યો છે.

હવે ગર્ભનિરોધના અનેક વિકલ્પો ઉપ્લબ્ધ છે અને મહિલાઓ લાંબા સમય સુધી ટકી શકે તેવા અને હોર્મોન રહિત વિકલ્પ અજમાવા ઇચ્છે છે.

શું તમે આ વાંચ્યું?

ડૉક્ટર કહે છે, "મહિલાઓને એક બીજા મારફતે વિકલ્પોની જાણકારી મળે છે.”

“મહિલાઓને જે વિકલ્પનો સારો અનુભવ થયો હોય, તેના વિશે તેઓ પોતાની બહેનપણીને પણ જણાવે છે."

રોઝ 25 વર્ષનાં છે અને સ્પેનમાં રહે છે. તેઓ ગોળીના સ્થાને કોઇલનો ઉપયોગ કરવા લાગ્યા છે.

તેઓ કહે છે "ગોળીના નાટક વધારે છે. ક્યારેક ગોળી લેવાનું ભૂલાઈ ગયું તો ગર્ભ રહી જવાનો ખતરો રહે છે."

ગર્ભનિરોધકના આ ઉપાયો લોકપ્રિય થતા જાય છે. ડૉક્ટર એને વધુ અસરદાર પણ માને છે.

જોકે, યૌન સંક્રમણથી બચવાનો એક માત્ર વિકલ્પ કૉન્ડોમ છે.

નવા ઉપાયો કેટલા અસરકારક ?

પર્લ ઇન્ડેક્સનએ ગર્ભનિરોધના જુદા જુદા ઉપાયોની અસર શોધી છે.

જો કોઈ ખોટી રીતે તેનો ઉપયોગ કરે તો ગર્ભ રહી જવાની શક્યતા વધી જાય છે. પર્લ ઇન્ડેક્સ મુજબ-

  • ઇમ્પ્લાન્ટ 2000માંથી એકમાં ગર્ભ રહી જવાની શક્યતા
  • આઇયૂએસ 500માંથી એક
  • આઇયૂડી 100માંથી એક
  • જ્યારે ગોળીઓ લેનારી 10 મહિલાઓમાંથી એકમાં ગર્ભવતી થવાની શક્યતા રહેલી છે.

ગોળીઓથી ડિપ્રેશનનો ડર

ગોળીઓ અંગે સારાને બીજી પણ ચિંતા હતી. તેમને લાગતું હતું કે સતત ગોળીઓ લેવાના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

"મને લાગ્યુ કે ગોળીઓના કારણે આવું થઈ રહ્યું છે. મેં ડૉક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું કે એવું થઈ શકે નહીં.

વર્ષ 2016માં એક અધ્યયન થયું હતું. આ અધ્યયનમાં ગોળીઓ લેનાર મહિલાઓ અને ન લેનાર મહિલાઓએ ભાગ લીધો હતો.

ગોળીઓ લેતી મહિલાઓમાં મોટા ભાગે વિષાદની સમસ્યા જોવા મળી. જોકે, રિસર્ચરના મતે આના કોઈ પણ પુરાવાઓ મળતા નથી.

ડૉક્ટર મેનનના મુજબ કેટલીક મહિલાઓ આઇયૂડી અપનાવી રહ્યા છે. તેઓ પોતાના માનસિક સ્વાસ્થ્યને લઇને ચિંતિત છે અને હોર્મોન ફ્રી વિકલ્પ ઇચ્છે છે.

જોકે, ફૅમિલી પ્લાનિંગ ઍસોસિયેશનના મુખ્ય કાર્યકારી અધિકારી નટિકા હલિલ કહે છે કે ગર્ભનિરોધકો અંગે ઘણી ગેરમાન્યતાઓ છે.

તેઓ કહે છે, "પાછલા 20-30 વર્ષોમાં ગર્ભનિરોધકના પ્રકારોમાં સુધારો આવ્યો છે જેથી તેને લઈને ડરવાની જરૂર નથી. ”

ડૉક્ટર હલિલ કહે છે, "ગોળીઓ મહિલાઓ માટે ફાયદાકારક થઈ શકે છે. તેમની સ્કિન અને મૂડ પર કોઈ ખરાબ અસર નથી પડતી.”

“લાંબા ગાળાની અસર વાળી કૉન્ટ્રાસેપ્શન દરેક વ્યક્તિ માટે વિકલ્પ નથી.”

26 વર્ષીનાં અલિસિયા લાંબા સમયથી ગોળીઓ લઈ રહી છે. તેમનો ગોળીઓનો અનુભવ સારો છે, પરંતુ 10 વર્ષ બાદ તેમણે ઓછા હોર્મોન વાળા વિકલ્પ તપાસવાના શરૂ કરી દીધા.

જોકે, હોર્મોનલ કોઇલ તેમનાં ગર્ભાશયમાં યોગ્ય રીતે બેસી નહીં. હવે તેઓ આ કોઇલ કાઢવા માંગે છે.

ડૉક્ટરોના મુજબ ગોળીઓ માટે સલાહ લેવા આવેલી મહિલાઓ વિકલ્પ જાણ્યા બાદ નવા ઉપાયો પસંદ કરે છે.

20 વર્ષ પહેલાં મહિલાઓ ડૉક્ટરો પાસેથી ફક્ત ગોળીઓની માંગ કરતા હતા.

હવે તેઓ લાંબા સમય સુધી ટકી શકે તેવા નવા વિકલ્પો પસંદ કરી રહ્યાં છે. આ એક મોટો બદલાવ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો