ઈરાન બાદ અમેરિકાએ રશિયા પર મૂક્યા પ્રતિબંધો

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે અમેરિકા રશિયા પર કેટલાક પ્રતિબંધો મૂકવા જઈ રહ્યું છે.
થોડા દિવસ પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી.
જોકે, એના થોડા દિવસો બાદ જ અમેરિકા રશિયા પર પ્રતિબંધ મૂકવા માટે જઈ રહ્યું છે.
રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેમનાં પુત્રી યૂલિયા પર બ્રિટનમાં નર્વ એજન્ટ દ્વારા થયેલા હુમલા મામલે અમેરિકા આ પ્રતિબંધો મૂકી રહ્યું છે.

શું છે પ્રતિબંધો?

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાનું કહેવું છે કે તેમને જાણકારી મળી છે કે પ્રતિબંધિત રસાયણ દ્વારા આ હુમલો રશિયાએ જ કરાવ્યો હતો.
જેના કારણે તે રશિયા પર નવા પ્રતિબંધોનું એલાન કરશે. જેની જાહેરાત બુધવારે અમેરિકાના વિદેશ વિભાગે કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
અમેરિકાના વિદેશ વિભાગનાં પ્રવક્તા હૈદર નૉટે કહ્યું, "સંયુક્ત રાજ્ય અમેરિકાને 1991ના કેમિકલ એન્ડ બાયૉલૉજિકલ વેપન્સ કંટ્રોલ એન્ડ વૉરફેર એલિમિનેશન એક્ટ અંતર્ગત જાણવા મળ્યું છે કે રશિયાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતા રાસાયણિક અથવા જૈવિક હથિયારોનો ઉપયોગ કર્યો છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૈદર નૉટે કહ્યું કે આ પ્રતિબંધો 22 ઑગસ્ટના રોજ લાગૂ થશે.
આ પ્રતિબંધોમાં રશિયામાં નિકાસ કરવામાં આવતાં સેન્સિટિવ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય ટેક્નૉલૉજી પર લગામ લાગશે.

પશ્ચિમના દેશો અને રશિયા વચ્ચે વણસતા સંબંધો

ઇમેજ સ્રોત, Rex Features
આ વર્ષે 4 માર્ચના રોજ 66 વર્ષના સ્ક્રિપલ અને તેમની 33 વર્ષની પુત્રી ઇંગ્લૅન્ડમાં સેલિસ્બરી સિટી સેન્ટરમાં એક બૅંચ પર બેભાન હાલતમાં મળી આવ્યાં હતાં.
તેમની હાલત ખૂબ જ ખરાબ હતી પરંતુ અનેક દિવસોની હૉસ્પિટલમાં સારવાર બાદ તેઓ ઠીક થઈ ગયા હતા.
આ ઘટનાને કારણે બ્રિટન અને રશિયા વચ્ચેના સંબંધો બગડ્યા હતા.
આ હુમલાનો આરોપ રશિયા પર લગાવતા બ્રિટને અને તેમના સર્મથનમાં 20થી વધુ દેશોએ પોતાને ત્યાંથી રશિયાના રાજદૂતોને કાઢી મૂક્યા હતા.
અમેરિકાએ પણ પોતાને ત્યાંથી 60 જેટલા રશિયાના રાજદૂતોને દેશ છોડવા માટે કહ્યું હતું અને સિએટલનો રશિયાનો દૂતાવાસ બંધ કરી દીધો હતો.
જોકે, રશિયાએ આ મામલામાં કોઈ પણ પ્રકારની તેની ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો.
બ્રિટનની સરકારે કહ્યું હતું કે આ હુમલામાં રશિયામાં નિર્મિત નર્વ એજન્ટ નોવિચોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ હુમલાના ત્રણ મહિના બાદ બે વધુ લોકો - ડૉન સ્ટ્રગસ અને તેમના પતિ ચાર્લી રોલી પણ વિલ્ટશર સ્થિત પોતાના ઘરમાં આ રીતે જ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
તપાસ બાદ અમેરિકાની સૈન્ય રિસર્ચ લૅબના વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે આ હુમલામાં પણ નોવિચોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














