You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2014 બાદ ઇઝરાયલનો હમાસ પર સૌથી મોટો હુમલો
ઇઝરાયલે 2014 બાદ હમાસના ઉગ્રવાદીઓ વિરુદ્ધ સૌથી મોટો હુમલો કર્યો છે. ઉત્તર ગાઝામાં હમાસના ડઝનબંધ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં છે.
ઇઝરાયલે કહ્યું છે કે આ હુમલો તેમના પર છોડવામાં આવેલાં 90 જેટલાં રૉકેટ્સના જવાબમાં કરવામાં આવ્યો છે.
પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ગાઝા શહેર પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને 12 લોકો ઘાયલ થયાં છે.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે બટાલિયનના મુખ્ય કાર્યાલય અને હમાસ દ્વારા ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી જગ્યાઓને નિશાન બનાવી છે.
અનેક સ્થળો પર હવાઈ હુમલાઓ
વર્ષ 2014માં હમાસ સાથે થયેલી લડાઈ બાદ અત્યારસુધીમાં ઇઝરાયલનું આ સૌથી મોટું અભિયાન છે. જેમાં અનેક સ્થળો પર હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા છે.
ઇઝરાયલના સુરક્ષાદળો(આઈડીએફ)નું કહેવું છે કે ગાઝામાં હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતી જગ્યાઓ, બેટ લાહિયામાં બટાલિયનનું એક મુખ્યાલય, ઉત્તર ગાઝામાં એક બહુમાળી ઇમારતમાં બનેલા ટ્રેનિંગ કૅમ્પ, હથિયારના ભંડારો અને રૉકેટ લૉન્ચર્સને નિશાન બનાવવામાં આવ્યાં છે.
આઇડીએફે એક ટ્વીટ દ્વારા જાણકારી આપી, "છેલ્લા એક કલાકમાં આઈડીએફના લડાકુ વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસના ચાર સૈન્ય પરિસરોમાં અનેક ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે."
"આ હવાઈ હુમલાનું કેન્દ્ર બેટ લાહિયામાં હમાસ બટાલિયનનું મુખ્ય કાર્યાલય હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
એક અન્ય ટ્વીટમાં લખ્યું, "થોડા સમય પહેલાં જ આઈડીએફના લડાકુ વિમાનોએ ઉત્તર ગાઝામાં અલ-શર્ટી શરણાર્થી કૅમ્પમાં એક બહુમાળી ઇમારત પર હુમલો કર્યો હતો."
"આ ઇમારતની નીચે એક સુરંગ બનાવવામાં આવી હતી. જેને ટ્રેનિંગ આપવા માટે ઉપયોગમાં લેવાતી હતી. આ સુરંગ હમાસના આતંકી સુરંગ નેટવર્કનો હિસ્સો હતી."
ચાલુ રહી શકે છે હુમલાઓ
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઑપરેશન હજી પણ ચાલુ રહી શકે છે.
તેમણે કહ્યું, "જો જરૂરત પડશે તો હમાસના આતંકી હુમલાની પ્રતિક્રિયાનો વિસ્તાર વધી શકે છે. જો હમાસને આજ અમારો સંદેશ નથી મળ્યો તો કાલે મળી જશે."
પ્રત્યક્ષદર્શિઓએ સમાચાર એજન્સી રૉયટર્સ ને જણાવ્યું કે ગાઝા શહેરમાં એક ખાલી ઇમારત ઇઝરાયલી હુમલાનું નિશાન બની છે. તેની પાસેથી જઈ રહેલા લોકો આ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા.
હમાસે કહ્યું છે કે શુક્રવારે સરહદ પર થઈ રહેલાં પ્રદર્શન દરમિયાન ઇઝરાયલી સૈનિકોની ગોળી લાગવાથી એક પેલેસ્ટાઇનીનું મોત થયું છે.
ડઝનબંધ રૉકેટ્સ છોડવામાં આવ્યાં
આઈડીએફનું કહેવું છે કે ગાઝા તરફથી ઇઝરાયલ પર અનેક રૉકેટ્સ છોડવામાં આવ્યાં છે.
ઇઝરાયલમાં 90થી વધારે રૉકેટ્સ પડ્યાં હોવાના ઇઝરાયલે દાવો કર્યો છે. એક રૉકેટ સ્દેરૉત ગામના એક ઘર પર પડ્યું હતું. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
આ હુમલાઓ એ સમય થયા છે જ્યારે છેલ્લા કેટલા મહિનાઓમાં આ વિસ્તારમાં હિંસા વધી છે.
સીમા પર મોટા પ્રમાણમાં પ્રદર્શન થઈ રહ્યાં છે અને પેલેસ્ટાઇના લોકો માગ કરી રહ્યા છે કે ઇઝરાયલ વર્તમાનમાં તેમના વડાવાઓના ઘરોમાં તેમને પરત ફરવાનો અધિકાર આપે.
પેલેસ્ટાઇન ગાઝા પર ઇઝરાયલ અને ઇજિપ્ત દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને પણ હટાવી લેવાની માંગ કરે છે.
ઇઝરાયલ અને ઇજિપ્તનું કહેવું છે કે લડાકુથી સુરક્ષાના હિસાબે આ નાકાબંધી જરૂરી છે.
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે પ્રદર્શનો દરમિયાન ઇઝરાયલની સેનાના હાથે 130થી વધુ પેલેસ્ટાઇનીઓનાં મોત થઈ ચૂક્યાં છે. 15000થી વધારે લોકો ઘાયલ થયાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો