You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂતોના પાકને હવે જીવાતથી બચાવશે આ 'સેક્સી છોડ'
ઘણી વખત તમારી સાથે એવું બનતું હશે કે તમે કોઈ પાકની ખેતી કરી હોય, તે પાકને જીવાતથી નુકસાન થાય છે.
હવે જરાક વિચારો, કે કોઈ છોડ હાનિકારક જીવાતમાં જાતીય આકર્ષણ ઉત્પન્ન કરે અને તેને પોતાની તરફ ખેંચે પછી તે જીવાતને મારી નાખે.
સાંભળવામાં તો આ વાત થોડી વિચિત્ર લાગે છે પણ સ્પેનના વૈજ્ઞાનિકોએ આ વાતને સાબિત કરી દીધી છે.
સ્પેનિશ વૈજ્ઞાનિકોએ સાબિતી આપી છે કે છોડમાં આનુવંશિક ફેરફાર કરી તેનાથી ફેરોમોન્સ નામનું રસાયણ ઉત્પન્ન કરી શકાય છે.
ફેરોમોન્સ એ જ રાસાયણિક પદાર્થ છે જેને માદા જીવાત નર જીવાતને આકર્ષિત કરવા માટે કાઢે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ નવા આવિષ્કારનો ઉદ્દેશ એ છોડને જીવાતથી બચાવવાનો છે જેમની બજારમાં વધારે કિંમત હોય છે.
આ ટેકનિકની મદદથી 'સેક્સી છોડ'ને વિકસિત કરી શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, છોડને બચાવવા માટે ફેરોમોન્સનો ઉપયોગ પહેલેથી થઈ રહ્યો છે પરંતુ તેને મોટી માત્રામાં પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવે છે.
શું છે છોડને બચાવનારો પ્રોજેક્ટ?
હવે એક પ્રોજેક્ટ અંતર્ગત છોડને એ રીતે વિકસાવવામાં આવશે કે તેઓ ફેરોમોન્સ બનાવવા સક્ષમ થઈ શકે.
આ પ્રોજેક્ટનું નામ 'સસફાયર' રાખવામાં આવ્યું છે.
આ યોજનાના એક સભ્ય અને વેલેંસિયામાં પૉલિટેકનિક યુનિવર્સિટીમાં સંશોધન કરનારા વિસેંટ નવારોએ બીબીસીને જણાવ્યું, "વિચારો કે કોઈ છોડ તેમાં સક્ષમ થઈ જાય કે તે જીવાતને પોતાની તરફ આકર્ષિત કરે."
"જ્યારે જીવાત તેના પર બેસે તો તે મરી જાય.પાકને બચાવવા માટે આ રીત ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે."
જ્યારે મોટી માત્રામાં ફેરોમોન્સ ઉત્પન્ન થાય છે તો તેનાથી નર જીવાત પરેશાન થઈ જાય છે અને તે માદા જીવાતને શોધી શકતા નથી.
આ જ કારણે જીવાતના પ્રજનનમાં પણ ખામી આવી છે.
નવારો જણાવે છે કે આ ટેકનિકનો તો પહેલેથી જ ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ તેમાં વધારે ખર્ચ આવે છે.
તેઓ જણાવે છે, "તેની કિંમત ઘણી વખત 23 હજાર ડૉલરથી 35 હજાર ડૉલર અને ક્યારેક ક્યારેક તો 117 હજાર ડૉલર પ્રતિકિલો સુધી પહોંચી જાય છે."
"તેનો મતલબ એ છે કે પાકને જીવાતથી બચાવવા માટે ખર્ચ ખૂબ વધારે છે."
પાકથી દૂર લઈ જઈને મારશે જીવાતને
સસફાયર પ્રોજેક્ટમાં સ્પેન, જર્મની, સ્લોવેનિયા અને બ્રિટનના વૈજ્ઞાનિક સાથે કામ કરી રહ્યા છે.
જ્યારે જીવાત છોડ તરફ આકર્ષિત થાય છે અને તેના પર બેસે છે તો કીટનાશકોની મદદથી તેમના પર નિયંત્રણ મેળવવામાં આવે છે.
સસફાયર પ્રોજેક્ટના માધ્યમથી જીવાતને પાકથી દૂર લઈ જવામાં આવશે અને પછી બહાર જ તેમનો નાશ કરી દેવામાં આવશે.
આ રીતે કોઈ પાકમાં કીટનાશકનો ઉપયોગ થશે નહીં. તેની જગ્યાએ જે સ્થળે પાક ઉગાડવામાં આવ્યો છે.
તેની બહાર એવા છોડ લગાવવામાં આવશે કે જે જીવાતને પોતાની તરફ આકર્ષિત કરે અને તેના પર બેસીને મરી જાય.
આ વિશે નવારો જણાવે છે, "અમે 'નિકોટિઆના બેંથામિઆના' પ્રકારના છોડની મદદથી ફેરોમોન્સ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે."
"હવે અમારી સામે સવાલ છે કે અમે તેને બીજા કેટલાક સામાન્ય પ્રકારના છોડમાં બનાવવામાં પણ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ કે નહીં."
હાલ સસફાયર પ્રોજેક્ટની સમયસીમા ત્રણ વર્ષ નક્કી કરવામાં આવી છે.
ત્યારબાદ તેનું આકલન કરવામાં આવશે કે અલગ અલગ કંપનીઓ આ પ્રોજેક્ટમાં કેટલો રસ ધરાવે છે.
નવારોના જણાવ્યા મુજબ ઘણી કંપનીઓએ આ પ્રોજેક્ટમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. પરંતુ હાલ આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં પાંચ વર્ષ તો લાગી જ જશે.
તેઓ માને છે કે આ 'સેક્સી છોડ' કીટનાશકોની દુનિયામાં એક મોટો ફેરબદલ લઈને આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો