You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂતના પાકને બચાવી રહી છે સની લિયોની!
પોતાના ખેતરોમાં મૉડલ અને બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીનું પોસ્ટર મૂકનાર એક ખેડૂત હાલ ચર્ચામાં છે. જેમનું નામ છે ચેંચૂ રેડ્ડી.
જેઓ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના બંદકિંડપલ્લી ગામમાં રહે છે. તેમનું કહેવું છે કે ખેતરના પાકને ખરાબ નજરથી બચાવવા માટે સની લિયોનીનું પોસ્ટર લગાવ્યું છે.
રેડ્ડી પાસે 10 એકર જમીન છે અને જેમાં તેઓ રીંગણ, કોબી, મરચાં અને ભીંડા જેવી શાકભાજી ઉગાડે છે.
રેડ્ડીના જણાવ્યા પ્રમાણે ખેતરમાં આ વર્ષે પાક સારો છે. જેના કારણે રસ્તેથી પસાર થતાં ગામલોકો કે રાહદારીઓનું ધ્યાન તેના તરફ જાય છે.
એ ધ્યાન ભટકાવવા માટે રેડ્ડીએ સની લિયોનીનું પોસ્ટર ખેતરમાં મૂક્યું છે અને આ પોસ્ટરમાં લખ્યું છે કે મને જોઈને રડશો નહીં.
દક્ષિણ ભારતની માન્યતા
બીબીસી સાથે વાત કરતાં ચેંચૂ રેડ્ડીએ કહ્યું કે તેમની આ ફૉર્મ્યૂલા કામ કરી રહી છે. લોકોની ખરાબ નજરથી બચી જતાં તેમના ખેતરમાં પાક સારો થયો છે.
ઘરની બહાર ડરાવે તેવી મૂર્તિ કે મોહોરૂં મૂકવાથી ખરાબ નજરથી બચી શકાય એવી માન્યતા દક્ષિણ ભારતમાં એ સામાન્ય છે
ઘણા લોકો એવું પણ માને છે કે ખેતરના પાકમાં પણ આ માન્યતા કામ કરે છે. લોકોની ખરાબ નજર લાગવાથી પાક બગડે છે કારણ કે કેટલાક લોકોની ખરાબ નજરને કારણે ખેતર તરફ નકારાત્મક ઉર્જા ખેંચાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક લોકો ચકલીઓ અને પશુઓથી પોતાના પાકને બચાવવા માટે પણ આવા ઉપાય કરે છે.
ચેંચૂ રેડ્ડનું કહેવું છે કે તેમણે આ રીતમાં થોડો ફેરફાર કર્યો છે અને તે કામ કરી રહ્યો છે.
'...તો ખેડૂત પર કેસ થવો જોઈએ'
જોકે, આવી કોશિશની ટીકા કરતાં એક અન્ય ખેડૂત ગોગિનેની બાબુ કહે છે કે આ સંપૂર્ણરીતે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપનારી વાત છે. માણસની નજરથી કોઈને નુકસાન કઈ રીતે થઈ શકે?
તેઓ સવાલ કરે છે કે જો માણસોની નજર લાગવાથી ખરેખર કોઈને નુકસાન થઈ શકતું હોય તો સની લિયોનીને કંઈ થવા પર આ ખેડૂતને જિમ્મેદાર ગણાવી શકાય ખરો?
તેઓ કહે છે કે ખેડૂતના આ તર્ક પ્રમાણે તો સની લિયોનીએ પોતાની સુરક્ષા મામલે આ ખેડૂત પર કેસ કરી દેવો જોઈએ.
ગોગિનેની બાબુ કહે છે કે આ પોસ્ટરને કારણે તે ખેતરમાં કામ કરનારી મહિલા મજૂર પણ અસહજતા અનુભવતી હશે. તેમના વિશે પણ ચેંચૂ રેડ્ડીએ વિચારવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો