ભારતના માલદીવ સાથે બગડી રહેલા સંબંધોથી કેટલું નુક્સાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાત
જૂનના પહેલા મંગળવારે માલદીવના સત્તાધારી પક્ષના સાંસદ અહમદ નિહાનને ચેન્નઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી પાછા મોકલી દેવામાં આવ્યા.
માલદીવનું અખબાર 'માલદીવ ઇન્ડિપેન્ડન્ટ' દાવો કરે છે કે નિહાન ઇલાજ કરાવવા માટે ભારત ગયા હતા, પણ ચેન્નઈ ઍરપૉર્ટ પર ડિપ્લોમેટ પાસપોર્ટ અંગેની પૂછતાછ માટે સુરક્ષા દળોએ તેમને રોકી લીધા અને તેઓને ઍરપૉર્ટથી જ પાછા રવાના કરી દેવાયા હતા.
'માલદીવ ઇન્ડિપેન્ડન્ટ' પ્રમાણે નિહાને આ અંગે કહ્યું હતું કે જો ભારત તેમના પાડોશી દેશો પ્રત્યે જો આ પ્રકારનું વલણ ધરાવતું હોય તો તેનાથી કંઈ જ ફાયદો થવાનો નથી.
નિહાને તેમના દેશના મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "મને એવું પૂછવામાં આવ્યું કે ડિપ્લોમેટ પાસપોર્ટ ક્યાંથી મળ્યો? મેં કહ્યું કે હું સાંસદ છું, તો મને મારી પાર્ટીનું નામ પૂછ્યું. તો મેં કહ્યું કે પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ. ત્યારબાદ તેમણે વધારે પૂછતાછ શરૂ કરી."

ઇમેજ સ્રોત, @AHMED_NIHAN
ભારતમાં માલદીવના રાજદૂત અહમદ મહંમદે મિહારૂ અખબારને આ મામલે કહ્યું કે, તેમણે આ અંગે વિદેશ મંત્રાલયને રિપોર્ટ સુપરત કર્યો છે. જોકે આ અંગે હજુ સુધી ભારત તરફથી કોઈ નિવેદન મળ્યું નથી.
ભારત અને માલદીવના બગડી રહેલાં સંબંધોનું આ તાજું ઉદાહરણ છે.

કેમ સતત સંબંધો બગડી રહ્યા છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ અગાઉ માલદીવે ભેટ સ્વરૂપે મળેલા બે હેલિકૉપ્ટર પાછા લઈ જવા માટે ભારતને કહ્યું હતું.
ભારતે આ હેલિકૉપ્ટર માલદીવને બચાવ કામગીરી માટે આપ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માલદીવને બન્ને હેલિકૉપ્ટરનું નવીનીકરણ નહોતું કરવું અને જૂન સુધીમાં આ હેલિકૉપ્ટર પાછા લઈ જવા માટે ભારતને સમય આપ્યો છે.
આ ઘટનાક્રમો આધારે અંદાજ લગાવી શકાય છે કે બન્ને દેશોના સંબંધો કેટલી હદે વણસી ગયા છે.
માલદીવ ઇન્ડિપેન્ડન્ટમાં બન્ને દેશોના બગડી રહેલા સંબંધો પર’ શીર્ષક સાથે એક લેખ પ્રકાશિત થયો છે.
શું તમે આ વાંચ્યું?
આ રિપોર્ટમાં લખ્યું છે કે, "ભારતીય ફિલ્મ, ફૅશન, ફૂડની માલદીવમાં લોકપ્રિય છે. ભારતીય શહેર તિરુવનંતપુરમ માલેથી નજીક છે.”
“હજારો માલદીવના નાગરિકો દર વર્ષે ભારત જાય છે. ખાસ કરીને ઇલાજ કરાવવા માટે પણ લોકો ભારત જવાનું જ પસંદ કરે છે.”
“આ નાનકડા દ્વીપસમૂહની રક્ષામાં ભારતની વિશેષ ભૂમિકા રહી છે. 1988માં રાજીવ ગાંધીએ સેના મોકલીને મૌમૂન અબ્દુલ ગયૂમની સરકારને બચાવી હતી.”
“તાજેતરમાં જ્યારે લોકો પીવાના પાણીની સમસ્યાથી પીડાતા હતા, ત્યારે વડાપ્રધાન મોદીએ પાણી મોકલ્યું હતું."

તો સંબંધો કેમ વણસી ગયા?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આ અખબારનું કહેવું છે કે રાજકીય મોરચે માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીનને ચીન સાથે વધારે માફક આવી રહ્યું છે. માલદીવ ટાઇમ્સ સાથેની વાતચીત પ્રમાણે તેની શરૂઆત રાષ્ટ્રપતિ મહંમદ વહીદના કાર્યકાળમાં થઈ ગઈ હતી.
વહીદે ભારતીય કંપની જીએમઆર સાથેની 511 અબજ ડૉલરની લૉનથી વિકસિત થનાર આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની ડીલ રદ કરી હતી.
તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે ભારત માલદીવના આંતરિક મામલાઓમાં દખલ કરે છે. એવું ત્યારથી છે જ્યારે મનમોહન સિંઘની સરકારે મહંમદ વહીદની સરકારને માન્યતા આપી હતી.
ભારત માટે સૌથી વધારે ચિંતાની બાબત એ છે કે, પાકિસ્તાની સેના તરફથી ઘોણષા કરાઈ છે કે પાકિસ્તાની યુદ્ધ જહાજ માલદીવના એક્સક્લૂસિવ ઇકૉનોૉમિક ઝોનની દેખરેખ રાખશે.
ઘણાં આંતરરાષ્ટ્રીય બાબતોનો નિરિક્ષકો માને છે કે માલદીવમાં પાકિસ્તાનનો પ્રવેશ ચીનના હિત સાધવા માટે કરાવાયો છે.
જેએનયૂના દક્ષિણ એશિયા અધ્યયન કેન્દ્રના પ્રોફેસર સવિતા પાંડેને લાગે છે કે માલદીવ સાથેના સંબંધો બગડી રહ્યા છે, પણ સંપૂર્ણરીતે સંબંધો બગડી જાય એવું નહીં થાય.
તેમનું માનવું છે કે માલદીવ ઘણી બાબતો માટે ભારત-નિર્ભર છે.
જોકે સવિતા પાંડે એવું પણ માને છે કે, શ્રીલંકા પછી હવે માલદીવ પણ ચીનના દેવામાં ગરકાવ થઈ રહ્યું છે.
પ્રો. પાંડે માને છે કે માલદીવનું જેટલું દેવું છે તેમાંથી 70 ટકા દેવુ ચીનનું છે, એટલે માલદીવનું ચીન તરફી વલણ સહજ છે.

સંબંધો બગડવાની શરૂઆત

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારત અને માલદીવના સંબંધો આ વર્ષે વધારે બગડ્યાં છે. જેની શરૂઆત માલદીવ સુપ્રીમ કોર્ટના ફેબ્રુઆરીમાં આવેલા નિર્ણયથી જ થઈ ગઈ હતી.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને વિપક્ષના નેતાઓને કેદ કરાવીને બંધારણ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
કોર્ટે એવો આદેશ પણ કર્યો હતો કે સરકાર પૂર્વ રાષ્ટ્રપતિ મહંમદ નાશીદ સહિત તમામ વિપક્ષી નેતાઓને મુક્ત કરે.
સુપ્રીમ કોર્ટના આ આદેશને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને અમાન્ય રાખ્યો હતો.
એ સાથે જ યામીને દેશમાં કટોકટીની જાહેરાત કરી હતી. આ કટોકટી 45 દિવસો સુધી ચાલી હતી.
ભારતે આ કટોકટીનો વિરોધ કર્યો હતો. ભારતે કહ્યું હતું કે તમામ બંધારણીય સંસ્થાઓની પુનઃસ્થાપના કરીને કટોકટી ખતમ કરવી જોઈએ.

ચીનનો પ્રવેશ

ઇમેજ સ્રોત, Getty Images
માલદીવમાં નાટકીય રાજકીય સંકટના કારણે ભારત અને ચીન બન્ને પરેશાન હતા. આ સંકટ વચ્ચે યામીને ચીન, પાકિસ્તાન અને સાઉદી અરબમાં પોતાના દૂત મોકલ્યા હતા.
ત્યારબાદ ચીને ચેતાવણી આપી કે માલદીવના આંતરિક મામલાઓમાં કોઈ પણ દેશે હસ્તક્ષેપ ન કરવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય સમુદાય તેમાં રચનાત્મક ભૂમિકા નિભાવે.
ચીને કહ્યું કે કોઈ પણ સંજોગોમાં માલદીવના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ન થવું જોઈએ. બીજી તરફ માલદીવના વિપક્ષી નેતા નાશીદ ભારત પાસેથી મદદની અપેક્ષા રાખતા હતા.
તેઓ ભારત પાસેથી સૈન્ય હસ્તક્ષેપની અપેક્ષા પણ રાખતા હતાં કે જેનાથી જજોને કેદમાંથી મુક્ત કરાવી શકાય. નાશીદે અમેરિકા પાસે પણ મદદ માગી હતી.
આ ઘટનાક્રમ વચ્ચે સામાચાર એજન્સી રૉયટર્સે એક ચીની ન્યૂઝ વેબસાઇટના હવાલાથી લખ્યું છે કે ચીનના યુદ્ધ જહાજ માલદીવ તરફ આગળ વધી રહ્યા છે અને ભારતીય નેવીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.
જોકે ચીનના યુદ્ધ જહાજ હિન્દ મહાસાગરમાં ગોઠવવા કોઈ નવી વાત નથી. ચીનનું ઝિબુતીમાં પહેલાંથી જ એક આર્મી બેઝ છે.

માલદીવમાં ચીનનું પહોંચવું એટલે ભારતની નજીક આવવું

ઇમેજ સ્રોત, Getty Images
ચીન માટે માલદીવ મહત્ત્વપૂર્ણ જગ્યા છે. જે સમુદ્રી ઊંચાઈ પર માલદીવ આવેલું છે તે વ્યૂહરચનાની દૃષ્ટીએ મહત્ત્વનું સ્થાન છે.
ચીનની માલદીવમાં ઉપસ્થિતિ એ હિન્દ મહાસાગર અંગેની તેની વ્યૂહરચનાનો હિસ્સો હોઈ શકે છે. 2016માં માલદીવે ચીની કંપનીને એક દ્વીપ 50 વર્ષની લીઝ પર ફક્ત 40 લાખ ડૉલરમાં આપ્યો હતો.
બીજી તરફ ભારત માટે માલદીવનું મહત્ત્વનું ઓછું નથી. માલદીવ ભારતથી ઘણું નજીક છે અને જો ત્યાં ચીન પોતાનો પગ જમાવે છે તો તે ભારત માટે ચિંતાનો વિષય છે.
ભારતના લક્ષદ્વીપથી માલદીવ 700 કિલોમીટર અને ભરાતના મુખ્ય ભૂમિ ભાગથી 1200 કિલોમીટર જેટલું દૂર છે.
વિપરીત પરિસ્થિતિઓમાં પણ ચીન માટે દિલ્હી પહોંચી જવું સરળ થઈ જશે. માલદીવે ચીન સાથે ફ્રી ટ્રેડ કરાર કર્યો છે.
આ પગલું પણ ભારત માટે ચિંતાજનક બાબત છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે માલદીવ ભારતથી કેટલું દૂર થયું છે અને ચીનની નજીક ગયું છે.
ચીન અને પાકિસ્તાનની મહત્ત્વાકાંક્ષી યોજના વન બેલ્ટ વન રોડને પણ જાહેરમાં સમર્થન આપે છે.
જો માલદીવ સાથે સંબંધો સુધારવામાં ભારત નિષ્ફળ થયું તો દક્ષિણ એશિયાના અન્ય નાના દેશોમાં પણ ચીનનું પ્રભુત્વ વધી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















