રૉયલ વેડિંગ: કોણ છે પ્રિન્સ હેરીને પરણનારાં મેઘન માર્કેલ

મહિનાઓની અટકળો બાદ, આખરે પ્રિન્સ હેરી અને તેમની ઍક્ટ્રેસ ગર્લફ્રેન્ડ મેઘન માર્કેલ લગ્નનાં બંધને બંધાઈ રહ્યાં છે.

અમેરિકન ટીવી ડ્રામામાં રાશેલ ઝેનની ભૂમિકા ભજવનારાં મેઘનનો જન્મ 4 ઓગસ્ટ 1981માં લોસ ઍન્જેલસમાં થયો હતો. હાલ તેઓ ટૉરંટોમાં રહે છે.

મેઘન જ્યાં મોટા થયાં છે એ વિસ્તારને"બ્લેક બેવર્લી હિલ્સ" તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવેલા તેમના ઘરની કિંમત 7,71,000 ડોલર હોવાનું મનાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

માર્કેલે પ્રાથમિક શિક્ષણ બાદ રોમન કૅથોલિક કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ નૉર્થવેસ્ટર્ન યૂનિવર્સિટી સ્કૂલ ઑફ કમ્યૂનિકેશનમાંથી સ્નાતકની ડીગ્રી હાંસલ કરી હતી. એ બાદ તરત જ તેમની એક્ટિંગની કારકિર્દી શરૂ થઈ ગઈ હતી.

ઑડિશન દરમિયાન તેમણે સ્કૂલમાં હસ્તલેખન વર્ગોમાં વિકસાવેલી કૌશલ્યક્ષમતાનો ઉપયોગ કરી લગ્ન નિમંત્રણોમાં કેલિગ્રાફી દ્વારા કઈ રીતે નાણાં કમાવા એ અંગે જણાવ્યું હતું.

મેઘનના પિતા 80ના દાયકામાં મેરિડ નામના શૉના જાણીતા સિનેમેટોગ્રાફર હતા.

સીએસઆઈમાં કામ મેળવતાં પહેલાં 2002માં જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલ ડ્રામામાં ભજવેલી ભૂમિકા અમેરિકાના ટેલિવિઝન માટેની મેઘનની પ્રથમ કામગીરી હતી.

મેઘને હોલીવુડની ફિલ્મો જેવી કે 'ગેટ હિમ ટુ ધ ગ્રિક,' 'રિમેમ્બર મી' અને 'હોરિબલ બૉસ' માં ભૂમિકા ભજવેલી છે.

મેઘન માર્કેલે SCI-FI શ્રેણી ફ્રિંજમાં FBI એજન્ટ આર્મી જીસપની ભૂમિકા ભજવી હતી.

યુકેમાં DAVE ચેનલ અને નેટફ્લિક્સ પર આવેલાં યુએસ લીગલ ડ્રામામાં રાશેલ જેનની ભજવેલી ભૂમિકા કદાચ એમની સૌથી વધુ વખણાયેલી ભૂમિકા હતી.

મેઘન 2011થી શરૂ થયેલા શોમાં હતાં અને અટકળો એવી હતી કે આઠમી શ્રેણીમાં તેઓ આમાં જોવા નહીં મળે અને રૉયલ એંગેજમેન્ટના સમાચાર સાથે આ વાત કદાચ સાચી પણ લાગી રહી છે.

સપ્ટેમ્બર 2017માં, VANITY FAIR મેગેઝિનને મેઘને હેરી સાથેના પ્રેમની વાત જણાવી હતી.

આ માર્કલનાં પ્રથમ લગ્ન નથી. અગાઉ તેમણે 2011માં ફિલ્મ પ્રોડ્યૂસર ટ્રેવર એન્જલસન સાથે લગ્ન કર્યાં હતાં જે માત્ર બે વર્ષ જ ટક્યાં હતાં.

તેમના ભૂતપૂર્વ પતિ અત્યારે એક નવી શ્રેણીનું નિર્માણ કરી રહ્યા છે.

જેમાં એક એવી વ્યક્તિની વાત છે કે જે બ્રિટનના રાજવી પરિવારની વહુ બનનારી પોતાની પૂર્વ પત્ની સાથે 'કસ્ટડી બૅટલ' લડે છે.

ત્રણ વર્ષ સુધી 'ધ ટિંગ' નામની પોતાની જ લાઇફ સ્ટાઇલ વેબસાઇટમાં એડિટર-ઇન-ચીફ રહ્યા બાદ મેઘને એ પદ છોડી દીધું હતું અને એ સાથે જ રાજવી પરિવાર સાથેના તેમના સંબંધોની ચર્ચાએ વધુ વેગ પકડ્યો હતો.

'ધ ટીગ'માં ભોજન,સુંદરતા, ફેશન અને ટ્રાવેલ સહિત સ્ત્રી સશક્તિકરણના વિવિધ પાસાંને આવરી લેવાતાં હતાં.

મેઘનનું કહેવું હતું કે લાઇફસ્ટાઇલ વેબસાઇટ ઊભી કરવા પાછળનો હેતુ સ્ત્રીઓમાં સૌંદર્યની સાથે સાથે સશક્તિકરણ વિશે જાગૃત કરવાનો અને સ્ત્રીનાં તરવરાટભર્યા પ્રેરણાદાયક વ્યક્તિત્વને પુન: નિખારવાનો હતો.

વેબસાઇટમાં જ એક જગ્યાએ તેમણે જણાવ્યું હતું કે તેઓ માત્ર ઘરકામ કરતી સ્ત્રી જ નહીં પણ કામ કરતી સ્ત્રી બનવા માગતાં હતાં.

તેઓ ઇન્સ્ટાગ્રામ પર 1.9 મિલીયન અને ટ્વિટર પર 3,50,000 ફોલોઅર્સ ધરાવે છે.

મેઘન બાળકોના શિક્ષણ, ખોરાક અને આરોગ્ય માટે વિશ્વભરમાં અભિચાન ચલાવનારા ''વર્લ્ડ વિઝન કેનેડા'ના ગ્લોબલ એમ્બેસેડર પણ બન્યાં હતાં.

એ કામગીરીના ભાગરૂપે તેમણે સ્વચ્છ પાણીના અભિયાન માટે રવાન્ડાની મુસાફરી કરી હતી.

11 વર્ષની ઉંમરે સાબુ નિર્માતા વિરુદ્ધ હિલેરી ક્લિન્ટન અને અન્ય ઉચ્ચ વગ ધરાવતી વ્યક્તિઓને ફરિયાદ કરતાં સાબુની જાહેરખબરમાં સુધારો કરવાની ફરજ પડી હતી. એ જાહેરખબરમાં મહિલાઓને રસોડામાં જ કામ કરવાની ફરજ પડાતી હોવાનું દર્શાવાયું હતું.

લૈંગિક સમાનતા માટે રાષ્ટ્રસંઘ સાથેની કામગીરીમાં મેઘને દર્શાવેલી પ્રતિબદ્ધતાને કારણે 2015માં પ્રવચન બાદ તેમણે રાષ્ટ્ર સંઘના મહાસચિવ બાન કી મૂન અને પ્રેક્ષકોની પ્રશંસા સાંપડી હતી.

એક્ટિંગ અને માનવતાના કાર્યો વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડે છે એનો જવાબ આપતાં મેઘને જણાવ્યું હતું કે,'' જ્યારે મારું જીવન શરણાર્થી શિબિરમાંથી લાલ જાજમ તરફ વળ્યું ત્યારે મેં એ બન્નેનો સ્વીકાર કર્યો. કેમ કે વિશ્વમાં બન્નેનું સહઅસ્તિત્વ છે."

મેઘન માર્કેલે લખ્યું છે કે તેમને તેમના સંયુક્ત વંશીય વારસા માટે ગૌરવ છે.

મેઘનના પિતા શ્વેત અને માતા આફ્રો અમેરિકન હતાં.

આ હેડલાઇનનાં અનુસંધાનમાં રૉયલ કુટુંબે અભૂતપૂર્વ નિવેદન આપ્યું હતું જેમાં તેમને' રેસિસ્ટ'અને 'સેક્સિટ' તરીકે ચિતરવામાં આવ્યાં હતાં.

મેઘને એલ મેગેઝિનનાં એક આર્ટિકલમાં પોતાના વંશીય વારસા અંગે ચર્ચા કરી હતી.

તેઓ લખે છે કે, ''મારા સંયુક્ત વંશીય વારસાએ મારી આસપાસ ગૂંચવણભરી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. મારે એક પગ અહીં અને બીજો ત્યાં રાખવો પડતો અને એ મારા માટે ખૂબ ક્ષોભજનક બની રહેતું.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો