You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આપે પ્રિન્સ વિલિયમ-કેટનાં પુત્રની CUTE ક્લોઝ-અપ તસવીર જોઈ?
બ્રિટનના શાહી પરિવારમાં ફરીથી ખુશીનો માહોલ સર્જાયો છે. રાજકુમાર વિલિયમ અને પત્ની કેટ મિડલ્ટનાં ઘરે પુત્રનો જન્મ થયો છે. આ તેમનું ત્રીજું સંતાન છે.
મોડી સાંજે કેટને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ દંપતિએ બાળક સાથે ફોટોગ્રાફર્સ સમક્ષ આવ્યા હતા.
ટૂંક સમયમાં બાળકના નામની જાહેરાત કરવામાં આવશે.
વિલિયમ અને કેટનાં પ્રથમ પુત્રનું નામ જ્યોર્જ અને બે વર્ષીય પુત્રીનું નામ શાર્લટ છે.
બંને પરિવારના લોકો બાળકના જન્મની ખબરથી ખૂબ જ ખુશ છે.
બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેએ ટ્વિટર પર રોયલ કપલને શુભેચ્છા પાઠવી હતી.
તાજની યાદીમાં પાંચમા
રોયલ કપલનું આ ત્રીજું બાળક તાજની યાદીમાં પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ જોર્જ અને પ્રિન્સેસ શાર્લટ બાદ પાંચમા ક્રમે છે.
પહેલા પુરુષ વારસદારને મહિલા વારસદાર કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું, પરંતુ માર્ચ 2015માં આ નિયમને હટાવી દેવાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બમિંગહામપેલેસની બહાર આધિકારિક રીતે જાહેરાત
રોયલ કપલનાં ઘરે બાળકનાં જન્મની સત્તાવાર જાહેરાત બમિંગહામ પેલેસની કરવામાં આવી હતી.
આ જાહેરાત ત્યાં લગભગ 24 કલાક સુધી રાખવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો