You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂખ લાગે છે ત્યારે લોકોને ગુસ્સો કેમ આવે છે?
- લેેખક, સારા કીટિંગ
- પદ, બીબીસી સંવાદદાતા
તમે એવું ક્યારેય અનુભવ્યું છે ખરું કે જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે વધારે ગુસ્સો આવે છે?
તમે સાવ નાની નાની વાતોમાં ચીડાઈ જાવ છો અને જો એમાં પણ કોઈ કશુ પૂછી લે તો જાણે તેમના માથામાં કંઈક મારવાનું મન થઈ આવે.
આવી પરિસ્થિતિ તમે ક્યારેય અનુભવી છે ખરી? તમારો જવાબ હા કે ના હોય તો પણ જાણી લો કે આવી સ્થિતિ માટે હવે એક નવો શબ્દ આવ્યો છે અને તે છે hangry.
આ શબ્દને ભૂખ અને ગુસ્સાની ભેળસેળ કરીને બનાવવામાં આવ્યો છે.
આને ભૂખ એટલે કે Hunger અને ગુસ્સો એટલે angry બન્ને શબ્દોને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે.
ભૂખ લાગવાનું કારણ શું છે?
કિંગ્સ કોલેજ લંડનના ન્યૂટ્રિશિયન એક્સપર્ટ સોફી મેડલિનના મતાનુસાર લાંબા સમયથી વ્યક્તિને ખબર છે કે ભૂખ લાગે ત્યારે ચીડ અને ગુસ્સો વધી જાય છે.
હવે સોશિયલ મિડીયાએ ભૂખ અને ગુસ્સાના જોડાણ વડે જ્યારે hangry શબ્દ બનાવ્યો છે ત્યારે વિજ્ઞાનનો પણ આમાં રસ વધી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોફી જણાવે છે કે જ્યારે આપણા શરીરમાંથી ખાંડનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે કૉર્ટિસોલ અને એડ્રિનેલીન જેવા હોર્મોન્સની માત્રા વધી જાય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ હોર્મોન્સનો સબંધ આપણી લડવાની ક્ષમતા સાથે છે. જેની આપણા મગજ પર અસર થાય છે.
આનું કારણ એ છે કે આપણા મગજની તંત્રિકાઓ અર્થાત ન્યૂરોનમાંથી નીકળતા કેમિકલ ન્યૂરોપેપ્ટાઇડ્સની માત્રા વડે આપણા મગજનું નિયંત્રણ થાય છે.
જે કેમિકલ આપણને ભૂખનો અનુભવ કરાવે છે એ જ લોકોને ગુસ્સો પણ અપાવે છે.
સોફી મેડલિન જણાવે છે કે આ કારણે જ ભૂખ લાગવાથી આપણને ગુસ્સો પણ આવવા માંડે છે.
આપણે બધાએ અનુભવ્યું હશે કે ભૂખ લાગવાની સાથે જ આંતરડાઓમાં તાણ સાથે ચીડનો અનુભવ થાય છે.
શું આ પરિસ્થિતિ મહિલાઓમાં વધારે જોવા મળે છે?
મેડલિન કહે છે કે આ વાતમાં બિલકુલ પણ તથ્ય નથી. વાસ્તવમાં આપણા સમાજમાં સ્ત્રીઓ અંગેની જે ધારણા છે એના કારણે આ વાત કહેવામાં આવી છે.
વિન્ટર ઓલિમ્પિક દરમિયાન અમેરીકન ખેલાડી ક્લોય ટીમે ટવીટ કરીને પોતાની ભૂખ વિશે જણાવ્યું હતું.
કિમે ટ્વિટર પર લખ્યું હતું કે જો પોતાનો બ્રેકફાસ્ટ ખાઈને આવી હોત તો સારું હોત.
જીદને કારણે એણે બ્રેકફાસ્ટ ના કર્યો અને હવે એ hangryનો અનુભવ કરી રહી છે.
ભૂખ લાગે ત્યારે પુરુષોને વધારે ગુસ્સોઆવે છે
વાસ્તવિકતા તો એ છે કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને ભૂખ લાગે ત્યારે ગુસ્સો વધારે આવે છે.
સોફી મેડલીન જણાવે છે કે વ્યકતિઓનાં મગજમાં ન્યૂરોપેપ્ટાઇડની અસર અનુભવવા માટે વધુ રિસેપ્ટર હોય છે.
આના પર ઓસ્ટ્રેજન જેવા હાર્મોન્સની પણ અસર થાય છે. કારણ કે ટેસ્ટોસ્ટેરોનનો આની સાથે સબંધ જોવા મળ્યો છે.
સોફી મેડલીનના મતે હજી સુધી પુરુષો એ માનવા પણ તૈયાર નથી કે એમની ભૂખને લાગણીઓ સાથે કોઈ સંબંધ છે.
સ્ત્રીને વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. આજ કારણ છે કે ભૂખ લાગવાને કારણે આવતા ગુસ્સાને સ્ત્રીઓ સાથે જોડી દેવામાં આવ્યો છે.
જોવા જઈએ તો ભૂખ અને ગુસ્સાનું આ કોકટેઇલ અંદરો-અંદરના સબંધોને બગાડી પણ શકે છે.
ભૂખ બગાડી શકે છે સબંધો
2014નું એક સંશોધન જણાવે છે કે લોહીમાં સુગરનું પ્રમાણ ઘટી જવાથી પરણેલા દંપતિઓમાં તણાવ વધી જાય છે અને તેઓ ઘણી વખત હિંસક પણ બની જતા હોય છે.
ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ ભૂખ લાગવાને કારણે ખૂબ આક્રમક બની જતી હોય છે અને તે ઘોંઘાટવાળુ સંગીત પસંદ કરતી હોય છે.
મોટેભાગે આવી સ્ત્રીઓના પતિઓને એમના ગુસ્સાનો ભોગ બનવું પડતું હોય છે.
તો આ અનુભવ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે જો તમારી પત્નીને ભૂખ લાગી હોય તો બધું કામ છોડીને પણ એની ભૂખ શાંત કરવાનો પ્રયાસ કરો.
કેવી રીતે નિવારી શકાય આ સ્થિતિ?
હવે સવાલ એ ઊભો થાય છે કે ભૂખની આ સ્થિતિ કેવી રીતે નિવારી શકાય?
સોફી મેડલીન જણાવે છે કે આ એ વાત પર નિર્ભર છે કે તમે ફરીથી ભોજન કેટલા સમય બાદ લેવાના છો?
એના પહેલાં તમે જલ્દીથી કંઈક ખાવાની વ્યવસ્થા કરી લો. ખાસ કરીને ગળ્યો કે તીખો કાંઈક જલ્દી બની જતો ચટપટો નાસ્તો આરોગી લો.
આ તમારા મગજની સુગરની જરૂરીયાત પણ પુરી કરશે અને તમારા ગુસ્સાના જ્વાળામુખીને ફાટતો પણ રોકશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો