શું સાયકલિંગ પુરુષને નપુંસક બનાવે છે?

    • લેેખક, એડિટોરીયલ
    • પદ, બીબીસી વર્લ્ડ

શું તમે પણ દરરોજ સાઇકલ ચલાવો છો? તો તે તમારી જાતીય જિંદગી પર અસર કરી શકે છે.

આ વાત અમે નહીં પણ ઘણાં સંશોધકો કહી રહ્યા છે. આ જ વાત આજે ઘણા પુરુષો માટે ચિંતાનું કારણ પણ બની છે.

આ અંગે ઘણા અભ્યાસલેખો પ્રકાશિત થયા છે અને વિશેષજ્ઞોએ પોતાના વિચારો રજૂ કર્યા. તેમાંથી કેટલાક લોકોએ કહ્યું કે સાયકલિંગથી પ્રજનન શક્તિ ઓછી થાય છે.

કેટલાકે કહ્યું કે તેનાથી પુરુષ નપુંસક બની જાય છે. તો કેટલાક વિશેષજ્ઞોએ કહ્યું કે સાયકલિંગ સંવેદિતાનું કારણ બને છે.

તમને આ પણ વાંચવું ગમશે

હવે એક સંશોધન સામે આવ્યું છે જે કદાચ આ ચિંતાનો સટીક જવાબ આપી શકે છે.

સંશોધનમાં 2500 સાઇકલ ચાલકોને સામેલ કરવામાં આવ્યા. તેમની સરખામણી 500 સ્વીમર્સ અને 800 એવા લોકો સાથે કરવામાં આવી કે જેઓ રનિંગ માટે જતા હતા.

સાઇકલ ચલાવનારા લોકોને પણ બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા.

એક ભાગમાં એવા લોકો હતા કે જેઓ અઠવાડિયા દરમિયાન ત્રણ વખત સાયકલિંગ કરતા હતા અને આશરે રોજ 30 કિલોમીટરનું અંતર કાપતા હતા.

બીજા ભાગમાં એવા લોકો હતા કે જેઓ આ માપદંડોની નજીક આવ્યા હતા.

સાનફ્રાન્સિસ્કો સ્થિત યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના યુરોલોજીના પ્રોફેસર ડૉ. બેન્જામિન બ્રેયર જણાવે છે, "સંશોધનથી જે તારણો સામે આવ્યાં છે તે સાઇકલ ચલાવતા લોકોને પ્રોત્સાહિત કરી શકે છે. સાઇકલ ચલાવવાના ફાયદા વધારે છે, તેમાં નુકસાન ઓછું છે."

સંશોધકોએ જાણ્યું કે સંશોધનમાં સાઇકલ ચલાવતી કોઈ પણ વ્યક્તિને સેક્સ્યુયલ કે પછી યુરિનરી ફંક્શનમાં કોઈ સમસ્યા આવી હોય તેવું જાણવા મળ્યું નથી.

ડૉક્ટરે એ વાત સુનિશ્ચિત કરી છે કે નપુંસકતાને સીધી રીતે સાઇકલ ચલાવવા સાથે જોડી શકાય તેમ નથી.

ડૉ. બ્રેયરે જણાવ્યું, " સાઇકલ ચલાવવા કરતાં વધારે નુકસાન ત્યારે થાય છે જ્યારે તમે સતત સોફા પર બેઠા રહો કે પાંચથી આઠ કલાક સતત કમ્પ્યૂટર સામે બેસી રહો."

સંશોધનમાં બીજી વાત સામે આવી તે છે કે જે લોકો સાઇકલ ચલાવે છે તેમનો મૂત્રમાર્ગ સંકોચાઈ જાય છે, જેનાથી પેશાબમાં થોડી સમસ્યા આવે છે.

યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના પ્રોફેસર જણાવે છે કે આ અંગે હજુ વધારે સંશોધન કરવાની જરૂર છે કે શું નપુંસકતાનો સીધો સંબંધ સાયકલિંગ સાથે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો