You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુતિનના પ્રેઝન્ટેશનમાં ફ્લોરિડા પરમાણુ હુમલાના નિશાને શા માટે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવાર (01 માર્ચ 2018)ના રોજ પરમાણુ હથિયારોના નવા જથ્થાને દુનિયાની સામે મૂક્યો હતો. આ માટે તેમણે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ દરમિયાન એક વીડિયો ગ્રાફિક્સમાં અમેરિકાના ફ્લોરિડા પર મિસાઇલનો વરસાદ થતો જોવા મળ્યો હતો.
પરંતુ અહીં સવાલ ઊઠે છે કે રશિયા પરમાણુ યુદ્ધની સ્થિતિમાં સનશાઇન સ્ટેટ ફ્લોરિડાને નિશાન શા માટે બનાવશે?
તમને આ પણ વાંચવું ગમશે
ફ્લોરિડામાં વૉલ્ટ ડિઝની વર્લ્ડ અને એવરગ્લેડ્સ નેશનલ પાર્ક જેવા પર્યટક સ્થળો છે. આ સાથે જ અહીં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટ જેવા હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ પણ છે.
એવું શું છે ફ્લોરિડામાં?
અમેરિકાના રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું છે કે પેન્ટાગનને પુતિનની આ વાતોથી આશ્ચર્ય નથી થયું.
રશિયાથી ખતરા વિશે પેન્ટાગન પ્રવક્તા ડૈના વ્હાઇટે કહ્યું, "અમેરિકન લોકો આશ્વસ્ત રહે, અમે તૈયાર છીએ."
પુતિનના આ વીડિયો એનિમેશનમાં ઘણાં પરમાણુ હથિયારોને ફ્લોરિડા તરફ આગળ વધતા દેખાડવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત માર-એ-લાગો રિસોર્ટમાં ઘણાં પરમાણુ બંકર છે, જ્યાં રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ ઘણાં વિકેન્ડ વિતાવી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1927માં નિર્મિત માર-એ-લાગોમાં આ બંકરોમાંથી ત્રણ કોરિયાઈ યુદ્ધ દરમિયાન સ્થાપિત કરાયા હતા.
થોડા અંતરે વેસ્ટ પામ બીચમાં ટ્રમ્પના ગૉલ્ફ કોર્સમાં વધુ એક બૉમ્બ શેલ્ટર છે.
બીજું બંકર રાષ્ટ્રપતિ જૉન એફ કેનેડી માટે બનાવવામાં આવ્યું હતું જે માર-એ-લાગોથી વધારે દૂર નથી.
પીનટ આઇલેન્ડ પર સ્થિત આ બંકરથી માત્ર 10 મિનિટના અંતરે પામ બીચ હાઉસ છે, જ્યાં ઘણી વખત કેનેડી રોકાતા હતા.
વિશેષજ્ઞો શું માને છે?
વિશેષજ્ઞો કહે છે કે આ બંકર ભલે ગમે તેટલી સારી રીતે બનાવવામાં આવ્યા હોય. સીધા હુમલાની સ્થિતિમાં કોઈ પણ બંકર સુરક્ષિત બચી શકશે નહીં.
વધુ એક લક્ષ્ય અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેંટકૉમ) હોઈ શકે છે, જેનું હેડક્વાર્ટર ટેમ્પાના મૈક્ડિલ એરબેઝમાં છે.
સેંટકૉમ પર મધ્ય પૂર્વ, મધ્ય એશિયા અને ઉત્તર આફ્રિકાના કેટલાક વિસ્તારમાં ઑપરેશનની જવાબદારી છે.
પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં મુખ્ય લક્ષ્ય ફ્લોરિડા નહીં હોય.
મેથ્યૂ ક્રોએનિંગે પોતાના પુસ્તક ધ લૉજિક ઑફ અમેરિકન ન્યૂક્લિઅર સ્ટ્રેટેજીમાં લખ્યું છે કે રશિયાની પ્રાથમિકતા અમેરિકાના જડબાતોડ જવાબ આપી કાર્યવાહી કરવાની ક્ષમતાને નબળી પાડવાની હશે.
તેઓ લખે છે, "શક્ય છે કે મૉસ્કો મોંટાનેના માલસ્ટૉર્મ એરફોર્સ બેઝ, નોર્થ ડકોટામાં મિનોટ એરફોર્સ બેઝ, ઓમાહા, નેબ્રાસ્કા અને ઑફટ જેવા એરફોર્સ બેઝને લક્ષ્ય બનાવવા માગશે."
માત્ર એક સંદેશ
ક્રોએગિન લખે છે, "રશિયા સામરિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બે અમેરિકન સબમરીનના ઠેકાણા, વોશિંગ્ટનના બાંગોર અને જ્યોર્જિયાના કિંગ્સ બે સાથે જ દેશભરમાં ફેલાયેલી 70 અન્ય અમેરિકી સૈન્ય છાવણીઓનો નાશ કરવા માગશે."
તેઓ આગળ લખે છે, "અને સાથે જ તેઓ અહીંની ઔદ્યોગિક ક્ષમતાને નષ્ટ કરવા અને મોટાપાયે નુકસાન પહોંચાડવા માટે સૌથી વધારે વસતી ધરાવતા અમેરિકી શહેરો પર બે બે મિસાઇલ છોડશે."
ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝના માર્ક ફિટ્ઝપેટ્રીકે બીબીસીને જણાવ્યું, "ફ્લોરિડા પર હુમલાના વીડિયોનો યુદ્ધ નીતિ સાથે કોઈ સંબંધ નથી. આ એક સંદેશ છે, જેના સંકેત માત્રના રૂપે આ વીડિયો છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો