You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એરલાઇન્સ કંપનીએ મોરને પ્લેનમાં પ્રવાસ કરતો કેમ રોક્યો?
યુનાઈટેડ એરલાઈન્સે તેના પ્લેનમાં પ્રવાસ કરનારી એક મહિલાને તેમની સાથે મોર લઈ જતાં તાજેતરમાં અટકાવ્યાં હતાં.
ટ્રાવેલ બ્લૉગ 'લાઇવ એન્ડ લેટ્સ ફ્લાય'ના જણાવ્યા અનુસાર, એ મહિલા પ્રવાસી મોર માટે એર ટિકિટ ખરીદવા ઇચ્છતાં હતાં.
જોકે, ન્યૂ જર્સીથી નેવાર્ક જનારા પ્લેનમાં મોરને લઈ જવાનો એરલાઇન્સે ઇન્કાર કર્યો હતો.
એરલાઇન્સ કંપનીની દલીલ હતી કે મોરનું વજન અને તેનો આકાર નિયમાનુસારના નથી.
યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે, મહિલા પ્રવાસી યાત્રા માટે પહોંચ્યાં તે પહેલાં તેમને આ વિશે સમજાવવામાં આવ્યાં હતાં.
પોતાનાં મોર સાથે લોસ એન્જલસ જવાનો પ્રયાસ કરી રહેલાં મહિલાનો ફોટોગ્રાફ ટ્રાવેલ આધારિત ટોક શો 'ધ જેટ સેટ' મારફતે બહાર આવ્યો હતો.
ટ્રોલી પર બેઠેલા મોર તરફ અન્ય પ્રવાસીઓ તરફ આશ્ચર્યથી તાકી રહ્યા હોવાનું ફોટોગ્રાફમાં દેખાય છે.
એરપોર્ટ પર છ કલાક સુધી માથાકૂટ કર્યાં બાદ મહિલા પ્રવાસીએ રોડ મારફત પ્રવાસનો નિર્ણય કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મોરને કારણે હકારાત્મક પરિવર્તન'
મોરનું નામ 'ડેક્ટ્સટર' છે અને તે બ્રૂકલિનનાં કલાકાર વેંટિકોનો છે. એ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
વેંટિકોએ સ્થાનિક સંસ્કૃતિ વિશેની એક વેબસાઇટને 2017માં જણાવ્યું હતું, "આ મોરને કારણે મારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે."
વેંટિકો મોરની સાથે એક ઢેલ પણ લાવ્યાં હતાં, પણ ઢેલ તેનાં બચ્ચાં સાથે ગૂમ થઈ ગઈ હતી.
તેથી મોરનું વર્તન બદલાતાં વેંટિકોએ અબોલ જીવને મદદ કરી હતી.
વેંટિકોની પર્ફૉર્મિંગ આર્ટ અને ફોટોગ્રાફી સાથે જોડાયેલી પ્રવૃત્તિ સાથે એ સુંદર મોર હવે ન્યૂ યોર્કના જીવનનો આનંદ માણી રહ્યો છે.
મોરને મેટ્રો જેવાં જાહેર પરિવહનમાં લઈ જવામાં આવતા નથી, કારણ કે મોર હેરાન થાય એવું વેંટિકો ઇચ્છતાં નથી.
પ્લેનમાં પશુઓના પ્રવાસ
ભાવનાત્મક કે માનસિક સમસ્યાઓને કારણે કેટલાક પ્રવાસીઓને પ્લેનમાં પ્રવાસ દરમ્યાન એનિમલ થેરપીની છૂટ એરલાઇન્સ આપે છે.
અલબત, ભાવનાત્મક કારણોસર પ્લેનમાં પ્રાણીઓ સાથે લાવતાં પ્રવાસીઓની સંખ્યામાં તાજેતરનાં વર્ષોમાં વધારો થયો છે.
કેટલાક લોકોએ આ વ્યવસ્થાનો ગેરલાભ લેવાના પ્રયાસ પણ કર્યાં છે.
2014માં એક મહિલા તેના ભૂંડને અમેરિકન પ્લેનમાં સાથે લઈ ગયાં હતાં. એ ભૂંડે ઉડાણ પહેલાં મળત્યાગ કર્યો હતો અને જોરજોરથી ચીસો પાડવા લાગ્યું હતું.
2015માં ક્રિસમસ પહેલાં પોતાના તુર્કી પક્ષીને પ્લેનમાં લઈ જઈ રહેલાં જૂડી સ્મોલનાં સમાચારમાં ચમક્યાં હતાં.
એક પ્લેનમાં લઈ જવામાં આવી રહેલાં 80 પક્ષીઓનો ફોટોગ્રાફ 2014માં ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો