You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેસબુકે સેકન્ડનો 70 કરોડમો અંશ શોધી કાઢ્યો
ફેસબુકના એક એન્જિનિયરે સમયના નવા એકમની શોધ કરી છે. તેને 'ફ્લિક' નામ આપવામાં આવ્યું છે.
કોડ-શેરિંગ વેબસાઇટ 'ગિટહબ'ના જણાવ્યા અનુસાર, વીડિયો ઇફેક્ટ્સને સિંકમાં રાખવામાં ડેવલપર્સને 'ફ્લિક'ને લીધે મદદ મળી શકશે.
'ફ્રેમ' અને 'ટિક' શબ્દોને જોડીને 'ફ્લિક' શબ્દ બનાવવામાં આવ્યો છે. ફ્લિક એટલે સેકન્ડનો 70 કરોડમો (1/705,600,000) હિસ્સો. નેનોસેકન્ડ પછી સમયનો આ નવો એકમ છે.
તમને આ પણ વાંચવું ગમશે
ઓક્સફર્ડ યુનિવર્સિટીના શોધકર્તાએ કહ્યું હતું, "ફ્લિકની મોટાપાયે તો કોઈ અસર નહીં થાય, પણ વર્ચ્ચૂઅલ દુનિયાના અનુભવોને બહેતર બનાવવામાં તેને લીધે મદદ મળશે."
'ફ્લિક'ને પ્રોગ્રામિંગની ભાષા 'C++'માં પરિભાષિત કરવામાં આવ્યું છે. 'C++'નો ઉપયોગ કોઈ ફિલ્મ, ટીવી શો કે મીડિયામાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે કરવામાં આવે છે.
'ફ્લિક'ને લીધે પ્રોગ્રામર્સ ફ્રેકશન્શના ઉપયોગ કર્યા વિના મીડિયા ફ્રેમ્સ વચ્ચેના સમયનું આકલન કરી શકશે.
ભૂલોમાં ઘટાડો થશે?
બીબીસી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના લીડ રિસર્ચ એન્જિનિયર મેટ હેમંડના જણાવ્યા અનુસાર, ગ્રાફિક્સમાં અચાનક અટકી જવા જેવી ભૂલો થતી હોય છે. 'ફ્લિક'ને લીધે તેમાં ઘટાડો થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેટ હેમંડે કહ્યું હતું, "ઉપયોગમાં લેવાયેલા આંકડાઓની સંખ્યા અધૂરી હોય, ત્યારે કમ્પ્યુટર ગણતરીમાં ધીમેધીમે ભૂલ થવા લાગતી હોય છે."
"એ ભૂલોને બાદમાં સુધારી શકાય છે, પણ એ ખામી નજરે ચડતી હોય છે."
ફ્લિકને બનાવનારા ક્રિસ્ટોફર હોર્વાથે તેમનો આ આઇડિયા 2017માં ફેસબુક પર શેર કર્યો હતો.
'ગિટહબ'ના જણાવ્યા અનુસાર, ફેસબુક પર આઇડિયા શેર કર્યા પછી ફીડબેકમાં લોકો પાસેથી મળેલી કૉમેન્ટ્સને આધારે તેમણે તેમાં ફેરફાર કર્યા હતા.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના શોધકર્તાએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું, "લેટન્સી એટલે કે વિલંબ સામે કામ પાર પાડવામાં 'ફ્લિક'ને કારણે ડેવલપર્સને મદદ મળશે."
"શૈક્ષણિક સામગ્રીમાં ઘણીવાર લોકો તન્મય થઈ જતા હોય છે. તેથી પળવારનો વિલંબ પણ તેમને ખૂંચતો હોય છે."
"મને લાગે છે કે સમયના તબક્કાઓને પરિભાષિત કરવાથી ડેવલપર્સનું કામ આસાન થશે."
કોઈ મોટી કંપનીએ સમયના એકમની શોધ કરી હોય એવી આ પહેલી ઘટના નથી.
કાંડા ઘડિયાળ બનાવતી સ્વિત્ઝલૅન્ડની વિખ્યાત કંપની 'સ્વેચ'એ વિશ્વને 'ઇન્ટરનેટ ટાઇમ' આપ્યું હતું.
ઇન્ટરનેટ ટાઇમમાં એક દિવસને 1,000 બિટ્સમાં વહેંચવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો