You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેસબૂક પર ન્યૂડ ફોટોગ્રાફ્સ મોકલવાની છૂટ યુઝર્સને મળશે?
- લેેખક, એડિટોરિયલ
- પદ, બીબીસી વર્લ્ડ
ફેસબૂક કથિત 'રિવેન્જ પોર્ન' સામે બાથ ભીડવા કૃતનિશ્ચય હોય એવું લાગે છે અને ફેસબૂક તેના પ્લેટફોર્મ મારફત 'સેક્સ્યૂઅલ' સામગ્રી મોકલવા પર પ્રતિબંધ મૂકવાની નથી.
ન્યૂડ એટલે કે નગ્ન ફોટોગ્રાફ્સ સલામત રીતે મોકલવાની સુવિધા યુઝર્સને આપતી એક સીસ્ટમની ચકાસણી ફેસબૂકે ઓસ્ટ્રેલિયામાં શરૂ કરી દીધી છે.
ફેસબૂકની વ્યૂહરચના ફોટોગ્રાફને જાણે કે ફિંગરપ્રિન્ટ હોય એવી વિશિષ્ટ રીતે માર્ક કરવાની છે.
ફેસબૂકના જણાવ્યા અનુસાર આ સુવિધાને લીધે ફોટોગ્રાફ ફરી અપલોડ કરવાના કોઈ પણ પ્રયાસને શોધવામાં અને તેને બ્લોક કરવામાં મદદરૂપ થશે.
વધારે સલામતીની વ્યવસ્થા
આ વ્યવસ્થા તમારો ફોટોગ્રાફ ઈ-મેઇલ મારફત મોકલવા જેવી હશે પણ વધારે સલામત હશે.
આ વ્યવસ્થામાં ફોટોને સ્ટોર કરવામાં આવશે નહીં. તેની લિન્કને સ્ટોર કરવામાં આવશે.
એ માટે આર્ટિફિશલ ઈન્ટેલિજન્સ અને અન્ય ફોટો-કોઈન્સિડન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
ઘણા નિષ્ણાતોએ આ પહેલનું સ્વાગત કર્યું હતું, પણ કેટલાકે જણાવ્યું હતું કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવાં અન્ય સોશિયલ મીડિયા નેટવર્ક્સમાં સમસ્યા સર્જાવાનું ચાલુ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'કલ્પનાશીલ, પણ મર્યાદિત પ્રયોગ'
ડર્હમ લો સ્કૂલના એક નિષ્ણાત પ્રોફેસર ક્લેર મેકગ્લીન માને છે કે ફેસબૂકની આ પહેલ કલ્પનાશીલ પણ મર્યાદિત પ્રયોગ છે.
ક્લેર મેકગ્લીને બીબીસીને કહ્યું હતું, ''આ પહેલ કેટલાક લોકો માટે જ ઉપયોગી સાબિત થશે.''
સિક્યુરિટી કન્સલ્ટન્ટ ગ્રેહામ ક્લુલી જેવા અન્ય લોકો માને છે કે આ પ્રયોગ પણ જોખમવિહોણો નહીં હોય.
તેમણે કહ્યું હતું, ''આ પ્રકારની સંવેદનશીલ સામગ્રી સાથે ફેસબૂક કઈ રીતે કામ પાર પાડી શકશે તેની ચિંતા લોકોને થશે એ વાતથી ફેસબૂક વાકેફ છે.
કંઈ ખોટું થવાની શક્યતાનું પ્રમાણ એકદમ ઘટાડવા બાબતે ફેસબૂકે બહુ વિચાર કર્યો હશે એવું હું ધારું છું.''
ઓસ્ટ્રેલિયા શા માટે?
નવી સુવિધાના પ્રયોગ માટે ફેસબૂકે ઓસ્ટ્રેલિયાની પસંદગી શા માટે કરી છે?
ઓસ્ટ્રેલિયન સાયબર સિક્યુરિટીના જુલી ઈન્માન ગ્રાન્ટના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયામાં રિવેન્જ પોર્નની સમસ્યા વકરી રહી છે.
એક સ્થાનિક સંગઠને કરેલા સર્વેક્ષણના તારણ અનુસાર ઓસ્ટ્રેલિયાની 18થી 45 વર્ષની દરેક પાંચમાંથી એક મહિલા રિવેન્જ પોર્નનો શિકાર બનેલી હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો